Site icon News Continuous Bureau | Mumbai

Poonam pandey: અરે બાપ રે ! મહિનાઓથી ચાલી રહી હતી પૂનમ ના નકલી નિધન ની યોજના! જાણો કેવી રીતે થયો આ વાતનો ખુલાસો

Poonam pandey: પૂનમ પાંડે ના નકલી નિધનના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. ત્યારબાદ પૂનમે પોતે જણાવ્યું કે તેને આ બધું સર્વાઈકલ કેન્સર વિશે જાગૃતતા લાવવા માટે કર્યું છે. હવે વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે કે પૂનમ આ વિશે ની તૈયારી મહિનાઓથી કરી રહી હતી.

poonam pandey planned death stunt for months

poonam pandey planned death stunt for months

News Continuous Bureau | Mumbai 

Poonam pandey: પૂનમ પાંડે ના ઇન્સ્ટાગ્રામ પરથી એક પોસ્ટ શેર કરવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે સર્વાઈકલ કેન્સર ના કારણે અભિનેત્રી પૂનમ પાંડે નું નિધન થયું છે. આ સમાચાર સામે આવતા લોકો સ્તબ્ધ થઇ ગયા હતા. આ સમાચાર ના એક દિવસ બાદ પૂનમ પાંડે એ એક વિડીયો શેર કર્યો અને જણાવ્યું કે તે જીવતી છે અને આ બધું તેને આ બધું સર્વાઈકલ કેન્સર વિશે જાગૃતતા લાવવા માટે કર્યું છે.હવે આ મામલે એક વાત સામે આવી છે કે પૂનમ ઘણા મહિનાઓથી તેના નકલી મૃત્યુની તૈયારી કરી રહી હતી.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Poonam pandey: પૂનમ પાંડે ના નિધન ને લઈ ને અટકળોનું બજાર ગરમ,સર્વાઈકલ કેન્સર નહીં પરંતુ આ કારણ થી થયું છે અભિનેત્રી નું મૃત્યુ!

પૂનમ કરી રહી હતી તેના નકલી મૃત્યુ ની તૈયારી 

પોતે જીવતી છે નો વિડીયો શેર કર્યા બાદ પૂનમે વધુ એક વિડીયો શેર કર્યો હતો જેમાં પૂનમે તેના ચાહકોને તેની નવી વેબસાઇટ www.poonampandeyisalive.com વિશે પણ જણાવ્યું. પૂનમનો દાવો છે કે તેણે #DeathToCervicalCancer વિશે જાગૃતિ ફેલાવવા માટે આ વેબસાઇટ શરૂ કરી છે. પૂનમે એ પણ કહ્યું કે નાણામંત્રીએ બજેટમાં સર્વાઇકલ કેન્સરની રસી મફત આપવાની વાત કહી છે. એટલે કે એક તરફ બજેટમાં સર્વાઈકલ કેન્સરની રસી મફત આપવાની વાત હતી તો બીજી તરફ પૂનમે તેના મૃત્યુના સમાચાર દ્વારા સર્વાઈકલ કેન્સર અભિયાનની શરૂઆત કરી હતી. 


ડોમેન રજીસ્ટ્રેશન રેકોર્ડ અનુસાર પૂનમની વેબસાઈટ 18 જુલાઈ, 2023ના રોજ રજીસ્ટર થઈ હતી. જે દર્શાવે છે કે તે મહિનાઓથી નકલી મૃત્યુની યોજના બનાવી રહી હતી. તેને સર્વાઈકલ કેન્સર સાથે કોઈ લેવાદેવા નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Ramanand Sagar Grandson On Ranbir Kapoor Ramayan ‘રણબીર કપૂર રામ નહીં, કૃષ્ણ માટે વધુ યોગ્ય’ નિતેશ તિવારીની ‘રામાયણ’ પર રામાનંદ સાગરના પૌત્રે ફરી ઉઠાવ્યા સવાલ
Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Exit mobile version