Site icon News Continuous Bureau | Mumbai

Humane Sagar Passes Away: પ્રખ્યાત ઓડિયા ગાયક હ્યુમન સાગરનું 34 વર્ષની ઉંમરે નિધન, માતાએ મેનેજર પર લગાવ્યો આવો ગંભીર આરોપ

Humane Sagar Passes Away: AIIMS ભુવનેશ્વરમાં સારવાર દરમિયાન મોત, ડોક્ટર્સે જણાવ્યું કારણ – મલ્ટી ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ

Popular Odia Singer Humane Sagar Passes Away at 34, Mother Blames Manager for Pressure

Popular Odia Singer Humane Sagar Passes Away at 34, Mother Blames Manager for Pressure

News Continuous Bureau | Mumbai

Humane Sagar Passes Away: ઓડિયા મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના લોકપ્રિય ગાયક હ્યુમન સાગર નું 34 વર્ષની ઉંમરે નિધન થયું છે. 14 નવેમ્બરે તબિયત ખરાબ થતાં તેમને AIIMS ભુવનેશ્વરના ઇમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા. 17 નવેમ્બર રાત્રે તેમની મોતની પુષ્ટિ થઈ. ડોક્ટર્સ મુજબ, હ્યુમન સાગર મલ્ટી ઓર્ગન ડિસફંક્શન સિન્ડ્રોમ થી પીડાતા હતા. તેઓ એક્યુટ ઓન ક્રોનિક લિવર ફેલ્યૂર, ડાયલેટેડ કાર્ડિયોમાયોપેથી અને બાયલેટરલ ન્યુમોનિયા જેવી ગંભીર પરિસ્થિતિઓમાંથી પસાર થઈ રહ્યા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Shahrukh khan: ઇવેન્ટ માં છવાયો શાહરુખ ખાનનો મસ્તીભર્યો અંદાજ, વર્ષો બાદ આ ગીત પર કર્યો ડાન્સ

પરિવાર પર પડ્યો મોટો આઘાત

હ્યુમન સાગરે 2017માં શ્રિયા મિશ્રા સાથે લગ્ન કર્યા હતા અને તેમની એક દીકરી છે. તેમના નિધનથી પરિવાર અને ફેન્સમાં શોકનો માહોલ છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સહિત અનેક લોકોએ તેમની સારી તબિયત માટે પ્રાર્થનાઓ કરી હતી, પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું.ગાયકની માતા શૈફાલીએ મેનેજર અને ઇવેન્ટ ઓર્ગેનાઈઝર્સ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, હ્યુમનની તબિયત ખરાબ હોવા છતાં તેમને સ્ટેજ પરફોર્મન્સ માટે દબાણ કરવામાં આવ્યું હતું. વારંવાર તેમને પરફોર્મ કરવા માટે મજબૂર કરવામાં આવ્યા, જેના કારણે તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ.


 

હ્યુમન સાગરે રિયાલિટી શો ‘વોઇસ ઓફ ઓડિશા 2’  જીત્યા બાદ ઓલિવૂડ સિનેમામાં અનેક હિટ ગીતો આપ્યા હતા. તેમની અવાજે લાખો દિલ જીતી લીધા હતા, પરંતુ હવે આ અવાજ હંમેશા માટે ખામોશ થઈ ગયો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Emraan Hashmi Swine Flu બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મી સ્વાઇન ફ્લૂની ચપેટમાં; તબિયત વધુ લથડતાં અધવચ્ચે જ લાઈવ શો રદ્દ કરવો પડ્યો
King Vs King 100 Box Office Clash સિનેમા જગતમાં અનોખો ક્લેશ એક જ ટાઇટલ ‘King’ સાથે શાહરૂખ અને નાગાર્જુનની ફિલ્મો આમનેસામને
Nagarjuna Mass and Don No 1 ‘Don No. 1’ અને ‘Mass’ નાગાર્જુનની બે આઇકોનિક ફિલ્મો જેણે ટીવી પર રાજ કર્યું; જાણો OTT પર ક્યાં જોઈ શકાશે
Lawrence Bishnoi Threatens Salman Khan લોરેન્સ બિશ્નોઈના ભાઈએ સલમાન ખાન પર સાધ્યું નિશાન ‘આટલો અહંકાર શેનો?’ કહીને ફરી આપી ધમકી
Exit mobile version