Site icon

યુટ્યુબર અરમાન મલિકે બે ગર્ભવતી પત્નીઓ સાથેની શેર કરી તસવીર, લોકો તેને ખરાબ રીતે કરી રહ્યા છે ટ્રોલ,

પ્રખ્યાત યુટ્યુબર અને કન્ટેન્ટ સર્જક અરમાન મલિકની બંને પત્નીઓ એકસાથે ગર્ભવતી છે. લોકો હવે અરમાન મલિકને તેની બંને પત્નીઓ એકસાથે ગર્ભવતી હોવાને કારણે સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.

popular youtuber armaan malik reveal that his wives kritika and payal both are pregnant

યુટ્યુબર અરમાન મલિકે બે ગર્ભવતી પત્નીઓ સાથેની શેર કરી તસવીર, લોકો તેને ખરાબ રીતે કરી રહ્યા છે ટ્રોલ,

News Continuous Bureau | Mumbai

ફેમસ યુટ્યુબર અને લોકપ્રિય કન્ટેન્ટ સર્જક અરમાન મલિક ( popular youtuber armaan malik )  ઘણીવાર પોતાના અંગત જીવન માટે હેડલાઈન્સ બનાવે છે. તમને જણાવી દઈએ કે અરમાનને બે પત્નીઓ ( wives ) છે, કૃતિકા મલિક અને પાયલ મલિક ( kritika and payal ) . પોતાની બે પત્નીઓને કારણે અરમાન સોશિયલ મીડિયા પર ઘણી વખત ટ્રોલ થઈ ચૂક્યો છે. હવે તાજેતરમાં સમાચાર આવ્યા છે કે અરમાનની બંને પત્નીઓ એકસાથે માતા ( pregnant ) બનવા જઈ રહી છે. અરમાને પોતે આ વાતની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી, પરંતુ જ્યારે અરમાને આ ખુશી લોકો સાથે શેર કરી તો તે ટ્રોલ થવા લાગ્યો.

Join Our WhatsApp Community

અરમાન મલિકે શેર કરી પોસ્ટ

યુટ્યુબર અરમાને તેની બંને પત્નીઓ કૃતિકા અને પાયલના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી કેટલીક તસવીરો શેર કરી છે. બંને એ મેચિંગ કો-ઓર્ડ સેટ પહેર્યો છે, અરમાન કેસરી રંગના સ્વેટશર્ટમાં સુંદર દેખાઈ રહ્યો છે. આ ફોટો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ તેમના ફોટા પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.અરમાને આ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતાની સાથે જ જ્યાં એક તરફ ચાહકોએ ત્રણેયને અભિનંદન પાઠવ્યા તો બીજી તરફ ટ્રોલર્સે તેમને જોરદાર ટ્રોલ કર્યા. એક યુઝરે ફોટો પર લખ્યું, ‘મને આશ્ચર્ય થાય છે… બંને એક સાથે પ્રેગ્નેન્ટ કેવી રીતે થઈ શકે? કોમેન્ટ કરતી વખતે અન્ય યુઝરે લખ્યું, ‘શું બંને એક જ સમયે પ્રેગ્નેન્ટ છે’. તો ત્યાં એક યુઝરે લખ્યું, ‘પાયલને તે પ્રેમ નથી કરતો, તે હંમેશા તેની બીજી પત્ની સાથે ફોટો શેર કરતો રહે છે, જે દર્શાવે છે કે અરમાન તેની બીજી પત્નીને વધુ મહત્વ આપે છે.

આ સમાચાર પણ વાંચો:  મોડી રાત્રે PM મોદી એરપોર્ટ આવી પહોંચ્યા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલન અને રાજ્યપાલે કર્યું સ્વાગત

અરમાન મલિક નું લગ્નજીવન

તમને જણાવી દઈએ કે અરમાન મલિકે વર્ષ 2011માં પાયલ મલિક સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને ચિરાયુ મલિક નામનો પુત્ર પણ છે અને પછી વર્ષ 2018 માં, અરમાને કૃતિકા મલિક સાથે લગ્ન કર્યા, જે તેની પ્રથમ પત્ની પાયલ મલિકની સારી મિત્ર રહી છે. આ ત્રણેય યુગલો સોશિયલ મીડિયા પર તેમની રૂટિન લાઈફના વ્લોગ અને રીલ વીડિયો શેર કરીને ચાહકોનું મનોરંજન કરે છે.

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે
The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ
Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
Exit mobile version