અશ્લીલતાના કેસમાં ધરપકડ કરાયેલા રાજ કુંદ્રાને અદાલતે 23 જુલાઇ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલી આપ્યો છે.
રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા રાજ કુંદ્રાની પાસેથી આ કેસમાં ઊંડાણ પૂર્વકની માહિતી લેવામાં આવશે અને અન્ય કોઈ આવા ગુનાહિત કાર્યોમાં સામેલ છે કે કેમ તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે.
જો કે રાજ કુંદ્રાએ કોર્ટમાં દાવો કર્યો છે કે તે હોટશોટ એપ પ્રદીપ બક્ષીને વેચી ચૂક્યો છે. ત્યારે પોલીસનો પણ દાવો છે કે રાજ કુંદ્રાએ પોતાના એક સંબંધી સાથે મળીને યુકે બેસ્ડ કંપની બનાવી હતી અને આ કંપની જ પોર્ન ફિલ્મો માટે અનેક એજન્ટ્સને કોન્ટ્રાક્ટ આપે છે.
ઉલ્લેખનીય છે કે જુલાઈ 19 ના રોજ મુંબઇ પોલીસની ક્રાઈમ બ્રાંચે રાત્રે રાજ કુંદ્રાની ધરપકડ કરી હતી અને આજે 20 જુલાઈએ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો
વસઈનો આ રસ્તો સતત ત્રણ દિવસથી પાણીમાં યથાવત; પાણીનો નિકાલ થતા લાગી શકે છે આઠ દિવસ, જાણો વિગત
