ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑગસ્ટ, 2021
સોમવાર
ચાહકો સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આજે જ્યારે દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ઊજવવામાં આવી રહ્યો છે ત્યારે પ્રભાસે આ પ્રસંગે ખાસ ભેટ આપી છે. તેણે તેની પ્રખ્યાત ફિલ્મ 'રાધે શ્યામ'નું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે. આમાં અભિનેત્રી પૂજા હેગડે પ્રભાસ સાથે જોવા મળી રહી છે. બંને વચ્ચેની કેમેસ્ટ્રીને પસંદ કરવામાં આવી રહી છે.
પોસ્ટર શૅર કરતાં પ્રભાસે લખ્યું : તમારા માટે બહાર પાડવામાં આવેલા આ સુંદર પોસ્ટર સાથે જન્માષ્ટમીની ઉજવણી કરો. તમારો રાધે શ્યામ. 'રાધે શ્યામ' 14 જાન્યુઆરી, 2022ના રિલીઝ થશે. ફિલ્મની વાર્તા 1970ના દાયકાની લવ સ્ટોરી પર આધારિત છે. એનું શૂટિંગ ઇટલી, જ્યૉર્જિયા અને હૈદરાબાદમાં થયું છે. આ મોટા બજેટની ફિલ્મ ઘણી ભાષાઓમાં રિલીઝ થશે.
શું વિક્કી કૌશલની ફિલ્મ 'ધ ઈમોર્ટલ અશ્વત્થામા' હવે નહીં બને? જાણો કારણ
ફિલ્મમાં પ્રભાસ અને પૂજા હેગડે ઉપરાંત ભાગ્યશ્રી, મુરલી શર્મા, સચિન ખેડેકર, પ્રિયદર્શી, સાશા છેત્રી, કુણાલ રૉય કપૂર અને સત્યમ્ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મના નિર્દેશક રાધા કૃષ્ણ કુમાર છે. એનું નિર્માણ યુવી ક્રિએશન્સ, ભૂષણકુમાર, વંશી અને પ્રમોદ દ્વારા કરવામાં આવ્યું છે.