Site icon

સલમાન ખાન અને અક્ષય કુમાર કરતા પણ મોંઘો અભિનેતા છે પ્રભાસ, ‘આદિપુરુષ’ માટે વસૂલી આટલા કરોડ ફી; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 25 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

ગુરુવાર

ફિલ્મ સ્ટાર્સની વાત કરીએ તો કેટલાક એવા પણ છે જેમના પર ફિલ્મમેકર્સને ઘણો વિશ્વાસ હોય છે. આ સ્ટાર્સ એટલા લોકપ્રિય છે કે ફિલ્મમાં તેમની હાજરી જ હિટ થવાની ખાતરી છે. આવા સ્ટાર્સ મોટી ફી પણ લે છે. આ સ્ટાર્સમાં 'બાહુબલી' જેવી સુપરહિટ ફિલ્મો આપનાર તેલુગુ સુપરસ્ટાર પ્રભાસ પણ સામેલ છે. અહેવાલ છે કે પ્રભાસે તેની આગામી ફિલ્મ 'આદિપુરુષ' માટે એટલી તોતિંગ ફી એકઠી કરી છે કે તેને સાંભળીને કોઈ પણ ચોંકી જશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રભાસે તેની આગામી ફિલ્મો 'આદિપુરુષ' અને 'સ્પિરિટ' માટે 150 કરોડ રૂપિયાની ભારે ફી લીધી છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, સલમાન ખાન અને અક્ષય કુમાર પછી પ્રભાસ છેલ્લા 10 વર્ષમાં આટલી મોટી રકમ લેનાર ત્રીજા અભિનેતા છે. સલમાન ખાને 'સુલતાન' અને 'ટાઈગર ઝિંદા હૈ' માટે 100 કરોડ રૂપિયાથી વધુ ફી લીધી હતી. એવી જ રીતે અક્ષય કુમારે પણ 'બેલ બોટમ' માટે 100 કરોડ રૂપિયાની ફી લીધી હોવાનું કહેવાય છે.

પાકિસ્તાની અભિનેત્રી સનમ સઈદ ને કરવી છે બોલિવૂડ ફિલ્મ, આ અભિનેતા સાથે કરવા માંગે છે કામ ; જાણો વિગત

ઓમ રાઉત દ્વારા નિર્દેશિત 'આદિ પુરુષ'માં પ્રભાસ ઉપરાંત સૈફ અલી ખાન, કૃતિ સેનન અને સની સિંહ જોવા મળશે. આ ફિલ્મ પૌરાણિક પુસ્તક રામાયણ પર આધારિત છે, જેમાં પ્રભાસ ભગવાન રામના રોલમાં જોવા મળશે અને સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળશે. 'આદિપુરુષ' 11 ઓગસ્ટ, 2022ના રોજ રિલીઝ થવાની યોજના છે. આ ફિલ્મ સિવાય પ્રભાસ જલ્દી જ ફિલ્મ 'રાધે શ્યામ'માં જોવા મળશે જેમાં તેની સાથે પૂજા હેગડે લીડ રોલમાં જોવા મળશે.

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version