Site icon News Continuous Bureau | Mumbai

Kalki 2| પ્રભાસનો ત્રિપલ રોલ કે ત્રિપલ ધમાકો? ‘કલ્કિ 2’ ના પ્લોટ વિશે જાણીને ચોંકી જશો, મેકર્સે ખોલ્યા રહસ્યના દ્વાર!

Kalki 2| ફિલ્મના ટાઈટલ બદલવાની ચર્ચાઓ વચ્ચે પ્રભાસ ભજવશે ત્રણ મુખ્ય પાત્રો; ક્લાઈમેક્સમાં જોવા મળશે દમદાર કેમિયો

Kalki 2| પ્રભાસનો ત્રિપલ રોલ કે ત્રિપલ ધમાકો? ‘કલ્કિ 2’ ના પ્લોટ વિશે જાણીને ચોંકી જશો, મેકર્સે ખોલ્યા રહસ્યના દ્વાર!

Kalki 2| પ્રભાસનો ત્રિપલ રોલ કે ત્રિપલ ધમાકો? ‘કલ્કિ 2’ ના પ્લોટ વિશે જાણીને ચોંકી જશો, મેકર્સે ખોલ્યા રહસ્યના દ્વાર!

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Kalki 2| વર્ષ 2024 ની બ્લોકબસ્ટર અને 1000 કરોડની કમાણી કરનારી ફિલ્મ ‘કલ્કિ’ ના સીક્વલને લઈને ચાહકોમાં અત્યંત ઉત્સુકતા જોવા મળી રહી છે. પ્રભાસની આ ફિલ્મમાં વાર્તાના સ્તરે મોટા ફેરફારો થવાની શક્યતા છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, ‘કલ્કિ 2’ માં પ્રભાસ ત્રણ અલગઅલગ અને શક્તિશાળી અવતારોમાં જોવા મળશે, જે દર્શકો માટે સૌથી મોટું આકર્ષણ સાબિત થશે. ફિલ્મનું નામ બદલીને ‘કર્ણ’ રાખવાની ચર્ચાઓ પણ જોર પકડી રહી છે.

પ્રભાસના ત્રણ ધાંસુ અવતાર

અહેવાલ મુજબ, ‘કલ્કિ 2’ માં પ્રભાસ ત્રણ પાત્રોમાં જોવા મળશે. પ્રથમ – ભૈરવ, બીજું – કર્ણ અને ત્રીજું એક નવું રહસ્યમય પાત્ર, જે ફિલ્મનું સૌથી મોટું ટ્વિસ્ટ સાબિત થશે. પ્રથમ ભાગમાં કર્ણ તરીકે પ્રભાસને ખૂબ જ ટૂંકા સમય માટે દર્શાવવામાં આવ્યા હતા, પરંતુ બીજા ભાગમાં આશરે 30 મિનિટ સુધી તે અવતારમાં પ્રભાસ જોવા મળશે. આ માટે નિર્દેશક નાગ અશ્વિને હૈદરાબાદમાં એક ભવ્ય સેટ તૈયાર કર્યો છે.

સ્ટારકાસ્ટ અને કેમિયોની ચર્ચાઓ

ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને કમલ હાસન મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે, જેમણે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. બીજી તરફ, નવા ભાગમાં ક્લાઈમેક્સમાં એક દમદાર કેમિયો (Cameo) હોવાની ચર્ચા છે, જેના માટે તમિલ સુપરસ્ટાર સિમ્બુ (Simbu) નું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જો સિમ્બુ આ પ્રોજેક્ટનો ભાગ બને છે, તો તમિલ માર્કેટમાં પણ આ ફિલ્મને મોટી સફળતા મળવાની શક્યતા છે.

ફિલ્મના શીર્ષક અને કથાનક પર નજર

ફિલ્મની વાર્તામાં કેટલાક મોટા બદલાવની પણ ચર્ચાઓ છે. જોકે, દીપિકા પાદુકોણ ના પાત્ર વિશે હજુ સુધી સ્પષ્ટતા નથી, પરંતુ પ્રભાસના ત્રણ અવતારો પરથી સ્પષ્ટ થાય છે કે ‘કલ્કિ 2’ પૌરાણિક અને ભવિષ્યવાદી તત્વોનું એક અદભૂત મિશ્રણ હશે. ફિલ્મનું ટાઈટલ બદલીને માત્ર ‘કર્ણ’ રાખવાની પણ મેકર્સ પ્લાનિંગ કરી રહ્યા છે. આ સીક્વલ પણ અગાઉના ભાગની જેમ જ રેકોર્ડબ્રેક કમાણી કરે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

👉 આ સમાચાર વાચો:
Amrita Shergill| કોણ હતા અમૃતા શેરગિલ? જેમની જીવનગાથાને પડદા પર જીવંત કરશે પ્રિયંકા ચોપરા, બાયોપિકને લઈને ભારે ઉત્સુકતા!

Parineeti Chopra OTT Debut ‘શક’ નું ટ્રેલર રિલીઝ, પરિણીતિ ચોપરાએ કહ્યું આ ઓટીટી પર મારા દીકરાનું પણ ડેબ્યૂ છે, આખો પરિવાર સેટ પર પહોંચ્યો હતો
Rise and Fall Season 2 ‘રાઈઝ એન્ડ ફોલ સિઝન ૨’ થી વીરેન્દ્ર સહવાગની નવી પારી, આટલા સેલિબ્રિટીઝ વચ્ચે થશે પાવર અને પૈસાની જંગ
Madhubala Classic Song History ૬૧ વર્ષ જૂનું આ ક્લાસિકલ ગીત ગુજરાતી પ્લે માટે રચાયું હતું, જેને લતા મંગેશકરે અવાજ આપી અમર બનાવ્યું
TMKOC Club House App Live Quiz ટીએમકેઓસી (TMKOC) ક્લબ હાઉસ એપ પર લાઈવ ક્વિઝની ધૂમ, આ શહેર ની ફેમિલી બની વિનર
Exit mobile version