Site icon

50 વર્ષની ઉંમરે ચોથી વખત પિતા બન્યો આ પ્રખ્યાત અભિનેતા, બીજી પત્નીએ આપ્યો પુત્રી ને જન્મ

પ્રભુ દેવાએ 2020માં હિમાની સિંહ સાથે લગ્ન કર્યા હતા. પ્રભુ દેવા 50 વર્ષની ઉંમરે ચોથી વખત પિતા બન્યા છે. અગાઉના લગ્નથી તેમને ત્રણ પુત્રો છે.

prabhu deva becomes father at 50 welcomes baby girl with second wife

50 વર્ષની ઉંમરે ચોથી વખત પિતા બન્યો આ પ્રખ્યાત અભિનેતા, બીજી પત્નીએ આપ્યો પુત્રી ને જન્મ

News Continuous Bureau | Mumbai

 પ્રભુ દેવા એક બાળકીના પિતા બન્યા છે. તેમની બીજી પત્નીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો છે. તમને જણાવી દઈએ કે કોરિયોગ્રાફર ચોથી વખત પિતા બન્યા છે, તેમણે તેમની બીજી પત્ની હિમાની સિંહ સાથે તેમના પહેલા બાળકનું સ્વાગત કર્યું હતું. કોરિયોગ્રાફર અને એક્ટર પ્રભુ દેવાએ 2020માં હિમાની સાથે લગ્ન કર્યા હતા. તેમના અગાઉના લગ્નથી તેમને ત્રણ પુત્રો છે.

Join Our WhatsApp Community

 

પ્રભુદેવા એ 2020 માં કર્યા બીજા લગ્ન 

પ્રભુ દેવાએ 2020માં ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. હિમાની સાથે લગ્ન કર્યા. કોરોનાના સમયગાળા દરમિયાન તેના ભાઈએ જાહેરાત કરી હતી કે તેણે હિમાની સાથે લગ્ન કર્યા છે. રિપોર્ટ્સ અનુસાર લગ્નમાં બહુ ઓછા લોકો આવ્યા હતા. COVID-19 રોગચાળા વચ્ચે લોકડાઉન નિયમોને કારણે ઘણા લોકો હાજર ન હતા. અભિનેતા હિમાનીને તેની પીઠના દુખાવાની સારવાર દરમિયાન પ્રથમ વખત મળ્યો હતો. હાલમાં જ પ્રભુદેવાએ પોતાની ખુશી વ્યક્ત કરી છે, તેણે કહ્યું, ‘હા આ સમાચાર સાચા છે. હું આ ઉંમરે એટલે કે 50 વર્ષની ઉંમરે ફરી પિતા બન્યો છું અને હું ખૂબ જ ખુશ છું. હવે હું સંપૂર્ણ અનુભવું છું. આ બધાની સૌથી સારી વાત એ છે કે પરિવારમાં એક છોકરીનો જન્મ થયો છે.

 

સાઉથ ની આ અભિનેત્રી સાથે હતી અફેર ની ચર્ચા 

તેમના લગ્ન પછી એપ્રિલ 2023 માં આ દંપતી જાહેર માં જોવા મળ્યા હતા. જ્યારે તેઓ આશીર્વાદ લેવા તિરુપતિ ગયા હતા. તે સમયે ઘણી તસવીરો અને વીડિયો વાયરલ થયા હતા. તમને જણાવી દઈએ કે આ પહેલા કોરિયોગ્રાફરે લતા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 16 વર્ષના રિલેશન પછી બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. તેમને ત્રણ બાળકો હતા, વિશાલ, જેનું કેન્સરને કારણે અવસાન થયું હતું. ઋષિ રાઘવેન્દ્ર દેવ અને આદિથ દેવ. 2010 માં, એવા અહેવાલ હતા કે નયનથારા સાથેના અફેરને કારણે પ્રભુ દેવાએ તેની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. તે નયનતારા સાથે પણ ઘણા સમયથી રિલેશનશિપમાં હતો.

આ સમાચાર પણ વાંચો: બોલિવૂડ ને મળી ગયા તેના શકુની મામા અને દુર્યોધન, કંગનાએ આપી હિંટ

Urvashi Rautela and Mimi Chakraborty: ઉર્વશી રૌતેલા અને મિમી ચક્રવર્તીને ED દ્વારા પાઠવવામાં આવ્યા સમન, જાણો શું છે સમગ્ર મામલો
Kartik-Ananya: કાર્તિક-અનન્યાની ફિલ્મ તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી ના રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, બંને એ તેમના સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
Aamir Khan: આમિર ખાનની ‘સિતારે ઝમીન પર’ ફિલ્મે યુટ્યુબ થી કરી આટલા ગણી વધુ કમાણી, હવે ઓટિટિ માટે છે તૈયાર અભિનેતા
Ankita Lokhande: અંકિતા લોખંડેના પતિ વિકી જૈન ના હાથમાં લાગ્યા 45 ટાંકા, ઇમોશનલ થઈને શેર કર્યો ભાવનાત્મક સંદેશ
Exit mobile version