Site icon News Continuous Bureau | Mumbai

Pranutan Bahl: નૂતનની પૌત્રી હોવા છતાં ન મળ્યો લાભ, પ્રનૂતન બહલે સ્ટારકિડ હોવા ને લઈને કહી આવી વાત

Pranutan Bahl: પ્રનૂતન બહલ નું ફિલ્મી પરિવાર હોવા છતાં પોતાને સાબિત કરવા માટે કરવી પડી મહેનત, રિજેકશન પણ સહન કરવું પડ્યું

Pranutan Bahl Opens Up About Rejections and Auditions Despite Being a Star Kid

Pranutan Bahl Opens Up About Rejections and Auditions Despite Being a Star Kid

News Continuous Bureau | Mumbai

Pranutan Bahl: અભિનેત્રી પ્રનૂતન બહલ બોલીવૂડના પ્રતિષ્ઠિત ફિલ્મી પરિવારમાંથી આવે છે – તે  નૂતન ની પૌત્રી, તનુજા ની ભત્રીજી અને મોહનિશ બહલ ની પુત્રી છે. છતાં, તેણે એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો કે સ્ટાર કિડ હોવા છતાં તેને કોઈ ખાસ લાભ મળ્યો નથી. “મારે 2016થી ઓડિશન આપવાનું શરૂ કરવું પડ્યું અને 2019માં ‘નોટબુકથી ડેબ્યૂ મળ્યું,” એમ તેણે કહ્યું.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan Birthday: અમિતાભ બચ્ચન ની એક ફિલ્મે બદલ્યું તેમના ફેન આનંદ પંડિત નું નસીબ,આજે તેઓ છે બિગ બી કરતા પાંચ ગણા ધનવાન

સ્ટાર કિડ હોવા છતાં સહન કરવું પડ્યું રિજેકશન

પ્રનૂતન કહે છે કે “મારે મારા ટેલેન્ટથી ઓળખ મેળવવી હતી, એટલે ઓડિશન દરમિયાન હું માત્ર મારું પહેલું નામ જ કહતી હતી.” તેણે ઉમેર્યું કે “મારું માનવું છે કે જો કાસ્ટિંગ ડિરેક્ટર મને પાછો કોલ કરે, તો એ મારા કામ માટે હોય, મારા પરિવારના નામ માટે નહીં.” પ્રનૂતન કહે છે કે “હું બાળપણથી કલાકારો વચ્ચે રહી છું, એટલે મને ખબર હતી કે આ ઇન્ડસ્ટ્રી કેટલી મુશ્કેલ છે.” તેણે ‘નોટબુક’ પછી ‘હેલ્મેટ’, ‘અમર પ્રેમ કી પ્રેમ કહાની’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. હવે તેની આગામી ફિલ્મ ‘કોકો એન્ડ નટ’ છે, જે અંગ્રેજી અને હિન્દી માં  રિલીઝ થશે.


પ્રનૂતન હાલમાં બે નવી ફિલ્મોની શૂટિંગ પૂરી કરી ચૂકી છે – એક પોલીસ ડ્રામા અને એક થ્રિલર. તે કહે છે કે “મારું સપનું છે કે હું મારા કામથી ઓળખાઈશ, મારા પરિવારના નામથી નહીં.” તેના આત્મવિશ્વાસ અને નિષ્ઠા ફેન્સ માટે પ્રેરણાદાયક છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Anirudh Ravichander Kavya Maran Wedding રોકસ્ટાર અનિરુદ્ધ સાથે સાત ફેરા લેશે SRH ની બોસ કાવ્યા મારન જાણો ગ્રીસમાં લગ્ન અને ચેન્નાઈ રિસેપ્શનની વિગતો
Shah Rukh Khan King Promo Attached With Ramayana સિનેમાઘરોમાં ડબલ ધમાકો રણબીર કપૂરની ‘રામાયણ પાર્ટ ૧’ સાથે જોવા મળશે શાહરૂખ ખાનની ‘કિંગ’નો સ્પેશિયલ પ્રોમો
Kriti Sanon Personality Rights AI અને ડીપફેકના દુરુપયોગ સામે કૃતિ સેનન પહોંચી દિલ્હી હાઈકોર્ટ પર્સનાલિટી રાઈટ્સ સુરક્ષિત રાખવા કરી અરજી, કોર્ટે ચુકાદાઓની વિગતો માંગી
Horror Film Obsession OTT Release થિયેટરોમાં ધ્રૂજાવી મૂકનારી સાયકોલોજિકલ હોરર ‘ઓબ્સેસન’ નો અનકટ અવતાર ઓટીટી પર હિન્દીમાં પણ થશે રિલીઝ; જાણો કયા પ્લેટફોર્મ પર થશે સ્ટ્રીમ
Exit mobile version