Site icon

પ્રતિક ગાંધી સાથે મુંબઈ પોલીસે કર્યું ખરાબ વર્તન, અભિનેતા એ પોલીસ પર લગાવ્યો આ આરોપ

News Continuous Bureau | Mumbai

અભિનેતા પ્રતીક ગાંધીનું (Pratik Gandhi) એક ટ્વિટ (tweet) સોશિયલ મીડિયા(social media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વીટમાં અભિનેતાએ ખુલાસો કર્યો છે કે મુંબઈ પોલીસ (Mumbai police) દ્વારા તેનું અપમાન કરવામાં આવ્યું છે. અભિનેતાએ કહ્યું છે કે મુંબઈ પોલીસ દ્વારા તેનું અપમાન કરવામાં આવ્યું હતું કારણ કે તેણે VIP મૂવમેન્ટની (VIP movement) વચ્ચે રસ્તા પર ચાલવાનો પ્રયાસ કર્યો હતો. આટલું જ નહીં, અભિનેતાએ એમ પણ કહ્યું કે પોલીસકર્મીઓએ (police) તેને એક વેરહાઉસમાં (Warehouse)પણ ધકેલી દીધો હતો. અભિનેતાના આ ટ્વિટ પર ચાહકોએ (fans)પણ પ્રતિક્રિયા (reaction) આપી છે.

Join Our WhatsApp Community

પ્રતીક ગાંધીએ (Pratik Gandhi) પોતાના ટ્વીટમાં (tweet)લખ્યું, 'વીઆઈપી મૂવમેન્ટના (VIP movement) કારણે મુંબઈ WEH (western express highway)જામ થઈ ગયું હતું. હું શૂટ લોકેશન (location) પર પહોંચવા માટે રસ્તા પર ચાલવા લાગ્યો જ્યારે પોલીસવાળાઓએ (Police) મને ખભાથી પકડી લીધો. તેઓએ મને કોઈ ચર્ચાની રાહ જોયા વિના માર્બલના ગોડાઉનમાં (marble warehouse) ધકેલી દીધો.' આ ટ્વીટની સાથે તેણે હેશટેગ અપમાનિત પણ લખ્યું છે. તમને જણાવી દઈએ કે, WEH એ મુંબઈ (mumbai) વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે છે.પ્રતિક ગાંધીના આ ટ્વીટ પર યુઝર્સ (users)કોમેન્ટ પણ કરી રહ્યા છે. અભિનેતાના ટ્વીટ પર ટિપ્પણી કરતા, એક યુઝરે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી  (PM Narendra Modi) શહેરની મુલાકાતે છે અને તેથી જ આવું થઈ શકે છે. તે જ સમયે, પ્રતીકે પણ આ યુઝરની ટિપ્પણીનો જવાબ આપ્યો છે. અભિનેતાએ લખ્યું, 'ઉફ્ફ, મને ખબર નહોતી.'

આ સમાચાર પણ વાંચો: અક્ષય કુમાર બાદ હવે કરીના કપૂર ખાન આવી લોકોના નિશાના પર, જ્વેલરી ની જાહેરાતે ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો,આ કારણે થઈ રહી છે ટ્રોલ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો પ્રતિક ગાંધી (Pratik Gandhi) ફિલ્મ 'ફૂલે' (Phule)માં જોવા મળશે. આ ફિલ્મમાં પ્રતિક ગાંધી સાથે પત્રલેખા (Patralekha) પણ જોવા મળશે. ફિલ્મનું પોસ્ટર સામે આવ્યું છે. પ્રતિક ફિલ્મમાં 'જ્યોતિબા ફૂલે' (Jyotiba phule)અને પત્રલેખા 'સાવિત્રી ફૂલે' (savitri phule)ની ભૂમિકા ભજવશે. આ ઉપરાંત પ્રતિક ગાંધી પાસે વિદ્યા બાલન અને ઇલિયાના ડીક્રુઝ સાથે પણ એક પ્રોજેક્ટ છે.

 

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version