Site icon News Continuous Bureau | Mumbai

વેબ સિરીઝ ‘સ્કૅમ ૧૯૯૨’થી આવ્યો પ્રતીક ગાંધીના કરિયરમાં નવો વળાંક, આ મોટા પ્રોડક્શને પ્રતીકને સાઇન કર્યો તેની આગલી ફિલ્મમાં; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 11 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

ડિજિટલ મનોરંજનની દુનિયાની નંબર વન વેબ સિરીઝ ‘સ્કૅમ ૧૯૯૨’એ ફક્ત તેના નિર્દેશક હંસલ મહેતાની કરિયર જ નહીં, પરંતુ સિરીઝમાં શૅર બ્રોકર હર્ષદ મહેતાની ભૂમિકા ભજવવાવાળો ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધીની  લાઇફ પણ બદલી નાખી છે. મ્યુઝિક કંપની ટી-સિરીઝે પણ પ્રતીક ગાંધીને તેની આગામી ફિલ્મ માટે સાઇન કર્યો છે. વેબ સિરીઝ ‘સ્કૅમ ૧૯૯૨’માં પોતાની અદભુત પ્રદર્શનની છાપ છોડ્યા બાદ પ્રતીક ગાંધીને ટી-સિરીઝની મોટી ફિલ્મ મળી છે. એનું નામ હજુ સુધી નક્કી થવાનું બાકી છે. ફિલ્મમાં તેની સાથે ટી-સિરીઝના સીએમડી ભૂષણ કુમારની બહેન ખુશાલી કુમાર હીરોઇન બની છે. ખુશાલી કુમારના મ્યુઝિક વીડિયો ચર્ચામાં છે. હાલમાં તેને પેન ઇન્ડિયા સુપર સ્ટાર આર. માધવન અને ચરિત્ર અભિનેતા અપારશક્તિ ખુરાના સાથે એક મનોવૈજ્ઞાનિક રોમાંચ પર આધારિત તેની પહેલી ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. પ્રતીક ગાંધી અને ખુશાલી કુમારે ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે. જાણકારી એવી આવી રહી છે કે આ ફિલ્મ ફૅમિલી ડ્રામા છે. આ ફિલ્મ સામાન્ય માણસના સન્માનના સંઘર્ષની વાર્તા છે, જેમાં પ્રતીક મુખ્ય ભૂમિકામાં છે. નિર્માતા ભૂષણ કુમાર ફિલ્મ વિશે જણાવે છે કે આ ફિલ્મની વાર્તા સાધારણ છતાં વાસ્તવિકતાથી ભરેલી છે. આ વાર્તા આપણા દેશના હજારો લોકોને તેની પોતાની વાર્તા લાગશે.

2024ની ચૂંટણીમાં મોદીજીને છોડીને હું બીજા કોઈને પણ વોટ આપીશ, કારણ આપતાં બોલ્યો બૉલિવુડનો આ ઍક્ટર

Mirzapur The Movie Review વેબ સિરીઝ કરતાં પણ વધુ દમદાર! ‘મિર્ઝાપુર ધ મૂવી’ જોઈને દર્શકો થયા ખુશખુશાલ; જાણો કેવો છે રિવ્યૂ?
Love And War Shooting Wrap રણબીરઆલિયાવિકીની બહુચર્ચિત ફિલ્મનું શૂટિંગ પૂર્ણ! જાણો ક્યારે સિનેમાઘરોમાં રિલીઝ થશે ‘લવ એન્ડ વોર’?
Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Exit mobile version