Site icon News Continuous Bureau | Mumbai

Priyanka chahar choudhary: શું જલ્દી જ લગ્નના બંધનમાં બંધાશે અંકિત ગુપ્તા અને પ્રિયંકા ચહર ચૌધરી? અભિનેત્રી એ જણાવી હકીકત

Priyanka chahar choudhary: પ્રિયંકા ચહર ચૌધરી અને અંકિત ગુપ્તા ને ફેન્સ ખુબ પસંદ કરે છે. બંને એકબીજા ના સારા મિત્રો છે હવે અંકિત અને પ્રિયંકા ના ફેન્સ માટે સારા સમાચાર છે. જલ્દી જ કપલ લગ્નના બંધનમાં બંધાશે. પરંતુ પ્રિયંકા એ આના વિશે જણાવ્યું છે

priyanka chahar choudhary takes dig on marriage with ankit gupta

priyanka chahar choudhary takes dig on marriage with ankit gupta

News Continuous Bureau | Mumbai 

Priyanka chahar choudhary: પ્રિયંકા ચહર ચૌધરી અને અંકિત ગુપ્તા કલર્સ ટીવી ની સિરિયલ ઉડરીયા થી સાથે છે. બંને બિગ બોસ 16 માં પણ જોવા મળ્યા હતા. ત્યારથી બંને ના અફેર ના સમાચાર વહેતા થયા હતા. શો પછી પણ બંને હંમેશા સાથે જોવા મળતા હતા. હાલ પ્રિયંકા અને અંકિત સોશિયલ મીડિયા પર છવાયેલા છે. હવે કપલ ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, પ્રિયંકા ચહર ચૌધરી અને અંકિત ગુપ્તા આ વર્ષે લગ્ન કરવા જઈ રહ્યા છે. જોકે આ બધી વાત ને પ્રિયંકા એ નકારી કાઢી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Oscar 2024: ઓસ્કાર જીતવા વાળાની થઇ જાય છે ચાંદી જ ચાંદી, વિજેતાઓ ને મળે છે ટ્રોફી સાથે કરોડો ના ઉપહાર, જાણો તે ગુડી બેગ માં શું હોય છે.

પ્રિયંકા એ કરી પોસ્ટ    

મીડિયા રિપોર્ટ અનુસાર પ્રિયંકા ચહર ચૌધરી અને અંકિત ગુપ્તા આ વર્ષે લગ્ન કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેમના લગ્નની ઉજવણી નવેમ્બર અથવા ડિસેમ્બરમાં શરૂ થશે. આ સમાચાર થી પ્રિયંકા અને અંકિત ના ફેન્સ ખુશ થઇ ગયા છે. હજી સુધી આ સમાચાર ની કોઈ પુષ્ટિ થઈ નથી. પરંતુ પ્રિયંકા એ એક પોસ્ટ શેર  કરી છે. 


પ્રિયંકા એ લખ્યું છે કે, “અત્યારે માર્ચ ચાલી રહ્યો છે. પરંતુ લાગે છે કે કેટલાક મીડિયા પોર્ટલનું એપ્રિલ ફૂલ જલ્દી આવશે.” જો કે, તેણે સ્પષ્ટ લખ્યું નથી કે આ જવાબ લગ્ન વિશે છે. પરંતુ ચાહકોનું કહેવું છે કે તેણે લગ્નનો ઉલ્લેખ કર્યા વગર પોતાનો પક્ષ રજૂ કર્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

TMKOC vs Yeh Duniya Hai Rangeen શું ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ કોઈ શોની કોપી છે? ૨૭ વર્ષ પહેલાના આ શોની સમાનતા જાણીને તમે ચોંકી જશો
Real Estate Acquisition દિલ્હીના પંચશીલ પાર્કમાં શાહરૂખ ખાને ખરીદી પ્રોપર્ટી, ૨ ફ્લોર માટે ચૂકવ્યા ૩૭ કરોડ
Shailesh Lodha Daughter Swara Wedding કોણ છે ‘તારક મહેતા’ ના જમાઈ? લાઈમલાઈટથી દૂર રહે છે શૈલેષ લોઢાની સુંદર દીકરી, પિતાની જેમ જ કલમથી ચલાવે છે જાદુ
Ramayana Movie Trailer Update રણબીર કપૂરની ‘રામાયણ’ ના ટ્રેલર રિલીઝ ડેટનો થયો મોટો ખુલાસો, ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ ફોલો કરશે મેકર્સ
Exit mobile version