Site icon News Continuous Bureau | Mumbai

કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણ 7 માં આ ક્યૂટ કપલ મળી શકે છે જોવા નામ જાણીને ચાહકો થઇ જશે ખુશ

News Continuous Bureau | Mumbai 

બોલિવૂડ નિર્માતા-નિર્દેશક કરણ જોહરનો લોકપ્રિય ચેટ શો 'કોફી વિથ કરણ 7'(Koffee with karan) ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ(Disney plus hotstar) પર દસ્તક આપવા જઈ રહ્યો છે. કરણ જોહર આ ચેટ શોની નવી સીઝન લાવી રહ્યો છે. 'કોફી વિથ કરણ 7'નું પ્રમોશન(promotion) પૂરજોશમાં ચાલી રહ્યું છે. વિજય દેવરકોંડા-અનન્યા પાંડે અને સારા અલી ખાન-જ્હાનવી કપૂર જેવા સેલેબ્સ કોફી કાઉચ સાથે જોડાયા હોવાના અહેવાલ છે. જોકે હવે આ લિસ્ટમાં એક ક્યૂટ કપલનું નામ જોડાઈ ગયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ચેટ શોમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ(Priyanka chopra Nick jonas) પ્રથમ કપલ હશે.

Join Our WhatsApp Channel

એક ઓનલાઈન એન્ટરટેઈનમેન્ટ પોર્ટલના અહેવાલ મુજબ, પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ 'કોફી વિથ કરણ 7' માટે વાતચીત કરી રહ્યા છે. ભારતમાં(India) લગ્ન કર્યા પછી આ દંપતીએ જાહેરમાં દેખાયું નથી. કોઈપણ યુગલ માટે તેમની વાર્તા વિશ્વ સાથે શેર કરવા માટે, કોફી વિથ કરણ થી વધુ સારો કોઈ ચેટ શો નથી. જો કે અત્યારે વાટાઘાટો ચાલી રહી છે અને તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઇ નથી. જો પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ કોફી વિથ કરણ 7(priyanka and Nick) પર આવવા માટે સંમત થશે, તો દંપતીને તેમની પ્રેમ કહાણી તેમના મોઢેથી સાંભળવાની તક મળશે. 

આ સમાચાર પણ વાંચો : થિયેટર બાદ હવે OTT પર રિલીઝ થવા જઈ રહી છે અક્ષય કુમારની સમ્રાટ પૃથ્વીરાજ-જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો ફિલ્મ

તાજેતરમાં કરણ જોહરે તેનો એક પ્રોમો(promo release) રિલીઝ કર્યો જેમાં તેણે ટ્રોલર્સ પર પ્રતિક્રિયા આપી અને સેલેબ્સને તેના ચેટ શોમાં આવવા વિનંતી કરતા જોવા મળ્યો. મહેમાનો વિશે વાત કરીએ તો સારા અલી ખાન-જ્હાનવી કપૂર, વિજય દેવેરકોંડા-અનન્યા પાંડે ઉપરાંત કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણ 7માં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ, વરુણ ધવન અને અનિલ કપૂર, રામ ચરણ અને જુનિયર એનટીઆર નો સમાવેશ કરવામાં આવશે. 

SS Rajamouli’s Varanasi રાજામૌલીની ‘વારાણસી’માંથી પ્રિયંકા ચોપરાનો ફર્સ્ટ લૂક OUT, સોશિયલ મીડિયા પર મચી ધૂમ
Why did Kajal distance from Bollywood? કાજલ અગ્રવાલે બોલિવૂડથી કેમ બનાવી લીધી દૂરી? અભિનેત્રીએ પોતે કર્યો ખુલાસો
Jennifer Winget Wedding જેનિફર વિન્ગેટ બની દુલ્હન વિલિયમ ઈસ્માઈલ સાથે યુકેમાં કર્યા સાદગીભર્યા લગ્ન, તસવીરો વાયરલ
Ranbir Kapoor Health Update આંખમાં ઈન્ફેક્શન હોવા છતાં રણબીર કપૂર ‘રામાયણ’ના ‘પ્રથમ સંકલ્પ’ કાર્યક્રમમાં આપશે હાજરી
Exit mobile version