Site icon

Priyanka chopra : શું પ્રિયંકા પ્રિયંકા ચોપરા આ ફિલ્મ થી કરશે બોલિવૂડ માં વાપસી? શાહરુખ ખાન અને રણવીર સિંહ સાથે છે કનેક્શન

ડોન 3માં શાહરૂખ ખાનની જગ્યાએ રણવીર સિંહની એન્ટ્રી કરવામાં આવી છે. આ દરમિયાન ફિલ્મની અભિનેત્રી વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સમાચાર મુજબ આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા લીડ એક્ટ્રેસની ભૂમિકા ભજવી શકે છે.

News Continuous Bureau | Mumbai

Priyanka chopra : ફિલ્મ ડોન 3 આ દિવસોમાં ફરી ચર્ચામાં આવી છે. તેના દરેક અપડેટ જાણવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મમાં શાહરૂખ ખાનની જગ્યાએ રણવીર સિંહ લીડ રોલમાં જોવા મળશે. આ સમાચાર સામે આવતા જ ચાહકો ખૂબ જ નિરાશ થઈ ગયા હતા. તે જ સમયે, એ વાત સામે આવી છે કે કિંગ ખાને ના કહ્યું પછી પ્રિયંકા ચોપરા ને ફિલ્મમાં ફરીથી એન્ટ્રી કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

પ્રિયંકા ચોપરા ની થઇ શકે છે ડોન 3 માં એન્ટ્રી

હવે જ્યારે શાહરૂખ ખાન ડોન ફિલ્મના ત્રીજા ભાગનો હિસ્સો નથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા ચોપરા આ ફ્રેન્ચાઇઝીનો ભાગ બની શકે છે. એટલે કે આ ફિલ્મમાં પણ તે રોમાના રોલમાં જ રહેશે. એક ન્યૂઝ પોર્ટલ ના સમાચાર અનુસાર, એક સૂત્રએ તેમને કહ્યું, ‘પ્રિયંકા ફિલ્મમાં હશે કે નહીં તે કહેવું વહેલું છે, પરંતુ હા, તેની પાસે હવે ડોન 3 ન કરવાનું કોઈ કારણ નથી. પ્રિયંકા રોમાની માલિક છે.સૂત્રએ વધુમાં ઉમેર્યું હતું કે ડોન 3 ના દિગ્દર્શક ફરહાન અખ્તર પ્રિયંકા ચોપરાની ખૂબ નજીક છે અને તે તેને ડોન સાથે બોલિવૂડમાં પાછા ફરવા માટે મનાવી શકે છે. અત્યારે તો સમય જ કહેશે કે આ ફિલ્મમાં કોણ જોવા મળશે, પરંતુ પ્રિયંકા ચોપરા ડોન 1 અને ડોન 2માં જોવા મળી હતી. આવી સ્થિતિમાં, આ ત્રીજા ભાગમાં તેની હાજરીની અપેક્ષાઓ પણ વધુ છે.

આ સમાચાર પણ વાંચો : Eknath Shinde News: શિંદે જૂથે વર્ષા બંગલા પર કરી ચર્ચાઓ; મુખ્યમંત્રીએ ધારાસભ્યોની સામે કરી મોટી જાહેરાત 

ડોન 3 માં શાહરુખ ખાન ની જગ્યા લેશે રણવીર સિંહ

અત્યાર સુધી સામે આવેલા મીડિયા રિપોર્ટ્સ પરથી જાણવા મળ્યું છે કે ડોન 3માં રણવીર સિંહ મુખ્ય ભૂમિકા ભજવશે. તે આ એક્શનથી ભરપૂર ફ્રેન્ચાઈઝીના વારસાને આગળ વધારશે અને રણવીર તેના જન્મદિવસના અવસર પર એટલે કે 6 જુલાઈના રોજ સત્તાવાર રીતે તેની જાહેરાત કરી શકે છે. ડોન 3નું નિર્માણ રિતેશ સિધવાણી દ્વારા કરવામાં આવી રહ્યું છે, જ્યારે ફરહાન અખ્તર ફિલ્મનું નિર્દેશન કરશે.

Ranveer Singh vs Sara Arjun: રણવીરની એનર્જી સામે સારા પણ ટકી ગઈ! ‘શરારત’ ગીત પર જોરદાર પરફોર્મન્સ; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ.
Dhurandhar 2 Box Office Collection: ધુરંધર 2 ની બોક્સ ઓફિસ પર સુનામી: ૨ દિવસમાં ૨૨૬ કરોડ પાર! ડાયરેક્ટર આદિત્ય ધરે આ ખાસ લોકોને આપ્યો જીતનો શ્રેય
Reptile OTT Review: OTT પર ધમાલ મચાવી રહી છે ૨ કલાક ૧૪ મિનિટની આ ક્રાઇમ થ્રિલર: સસ્પેન્સ જોઈને ઉડી જશે હોશ, જાણો ક્યાં જોવી?
TRP Week 10 Report:: વર્લ્ડ કપ ફાઈનલના ક્રેઝમાં ‘નાગિન 7’ ફેંકાઈ, જેઠાલલે લગાવી લાંબી છલાંગ; જાણો આ અઠવાડિયાના ટોપ 20 શોની યાદી
Exit mobile version