ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 નવેમ્બર 2021
ગુરુવાર
બોલિવૂડથી લઈને હોલિવૂડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી ચૂકેલી પ્રિયંકા ચોપરા છેલ્લા દિવસોથી તેના લગ્નને લઈને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી હતી. અમેરિકન સિંગર અને એક્ટર નિક જોનસ સાથેના તેના લગ્નમાં તિરાડ હોવાની અટકળો સોશિયલ મીડિયા પર ચાલી રહી હતી. આવી સ્થિતિમાં Netflixએ મંગળવારે નવો શો ‘જોનસ બ્રધર્સ – ફેમિલી રોસ્ટ’ રજૂ કર્યો. આ શોમાં કેટલાક જાણીતા કોમેડિયન જોનસ પરિવારના સભ્યોને રોસ્ટ કરી રહ્યા છે. આટલું જ નહીં, ત્રણેય જોનસ ભાઈઓની પત્નીઓ પણ આ શોમાં તેમના પતિઓને નીચું દેખાડવા ની તક છોડતી નથી. પ્રિયંકા ચોપરાએ જોનસ બ્રધર્સ પર કટાક્ષ કર્યો અને તેમના સોશિયલ મીડિયા ફોલોઅર્સની મજાક ઉડાવી.
‘જોનસ બ્રધર્સ – ફેમિલી રોસ્ટ’ એક કોમેડી શો છે. પ્રિયંકાએ શોમાં કેટલીક બાબતો પર રસપ્રદ ટિપ્પણીઓ કરી હતી. નિક સાથેના લાંબા અંતરના ફાયદા અને ગેરફાયદા વિશે પ્રિયંકાએ કહ્યું કે ‘નિક અને મારી વચ્ચે 10 વર્ષનો તફાવત છે. તેણે મને ટિકટોકનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવ્યું અને મેં સમજાવ્યું કે સફળ અભિનય કારકિર્દી કેવી હોય છે. હું કોઈને બેબીસીટ કરવાનું પસંદ નહીં કરું, તેનો અર્થ એ કે કોઈ બીજા સાથે લગ્ન કરો’.
જોનસ બ્રધર્સને સોશિયલ મીડિયા પર ફોલો કરતા પ્રિયંકાએ કહ્યું- ‘શું તમે નોંધ્યું છે કે જોનસ બ્રધર્સ સોશિયલ મીડિયા પર કેટલું કન્ટેન્ટ પોસ્ટ કરે છે? કારણ કે આ ત્રણેયને મારા કરતા પણ ઓછા ફોલોઅર્સ છે. તેથી મને લાગે છે કે ઇન્સ્ટાગ્રામ પર સૌથી લોકપ્રિય જોનસ પ્રિયંકા ચોપરા છે.પ્રિયંકાએ નિક જોનસ વિશે કહ્યું કે મને નિક અને મારા વિશે એક વાત ગમે છે કે અમારી વચ્ચે ઘણું સામ્ય છે. જેમ કે, અમે બંને નિક જોનસ સાથે સંપૂર્ણ રીતે ઓબ્સેસ્ડ છીએ. પ્રિયંકા ચોપરાની આ વાતો સાંભળીને બધા ખૂબ હસે છે.
પ્રીતિ ઝિન્ટા સાથે ફ્લાઇટમાં થયું કંઈક આવું, આ પીઢ અભિનેતાએ જાહેરમાં માંગી માફી; જાણો વિગત
પ્રિયંકાના ઇન્સ્ટાગ્રામ પર 70 મિલિયન ફોલોઅર્સ છે, જ્યારે નિક જોનાસના 31.7 મિલિયન, જો જોનાસના 12.9 મિલિયન અને કેવિન જોનાસના 4.8 મિલિયન છે. પ્રિયંકા હવે હોલીવુડની ફિલ્મ મેટ્રિક્સ – રિસ્યુરેક્શનમાં જોવા મળશે, જેમાં તે કીનુ રીવ્ઝની મુખ્ય ભૂમિકામાં છે.
