Site icon News Continuous Bureau | Mumbai

Priyanka Chopra: ગ્લોબલ આઈકોન પ્રિયંકા ચોપરા ઓસ્કારમાં મચાવશે ધૂમ! ભારત માટે ઐતિહાસિક ક્ષણ; જાણો ઓસ્કાર સેરેમનીમાં દેશી ગર્લને કયું મોટું કામ સોંપાયું?

Priyanka Chopra: 98મા એકેડેમી એવોર્ડ્સમાં ‘પ્રેઝન્ટર’ તરીકે પસંદગી પામી પ્રિયંકા ચોપરા; ૧૫ માર્ચે હોલીવુડના ડોલ્બી થિયેટરમાં યોજાશે ભવ્ય સમારોહ

Priyanka Chopra to Represent India as a Presenter at the 98th Academy Awards; Fans Beam with Pride.

Priyanka Chopra to Represent India as a Presenter at the 98th Academy Awards; Fans Beam with Pride.

News Continuous Bureau | Mumbai

Priyanka Chopra: બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી પ્રિયંકા ચોપરા ફરી એકવાર વૈશ્વિક સ્તરે ભારતનું નામ રોશન કરવા જઈ રહી છે. દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ શો ‘ઓસ્કાર’ ના પ્રેઝન્ટર્સની યાદીમાં પ્રિયંકા ચોપરાનું નામ સામેલ કરવામાં આવ્યું છે. એકેડેમીએ તે સ્ટાર્સના નામની જાહેરાત કરી છે જે 98મા એકેડેમી એવોર્ડ્સ સેરેમનીમાં એવોર્ડ રજૂ કરશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2 Trailer Date: યશની ‘ટોક્સિક’ પાછી ઠેલાતા રણવીર સિંહની લોટરી લાગી! હવે બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ; આ દિવસે આવશે ધમાકેદાર ટ્રેલર

સોશિયલ મીડિયા પર શેર કરી ખુશી

પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ જાહેરાત શેર કરી છે. એકેડેમી દ્વારા જાહેર કરાયેલી લિસ્ટમાં બીજા નંબરે પ્રિયંકાનું નામ છે. તેણે કેપ્શનમાં લખ્યું, “2026 એકેડેમી એવોર્ડ્સ.” આ પોસ્ટ વાયરલ થતા જ ઝાકિર ખાન, નમ્રતા શિરોડકર અને કરણ સિંહ જેવા અનેક કલાકારોએ તેને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા છે.


નોંધનીય છે કે પ્રિયંકા ચોપરા આ પહેલા વર્ષ ૨૦૧૬માં પણ ઓસ્કાર પ્રેઝન્ટ કરી ચૂકી છે. પ્રિયંકા સિવાય બોલિવૂડ સ્ટાર દીપિકા પાદુકોણે પણ ૨૦૨૩માં ઓસ્કાર પ્રેઝન્ટ કર્યો હતો, જે વર્ષે ‘RRR’ ના ગીત ‘નાટૂ નાટૂ’ એ એવોર્ડ જીત્યો હતો. પ્રિયંકા અગાઉ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ અને પ્રાઇમટાઇમ એમી એવોર્ડ્સમાં પણ પ્રેઝન્ટર તરીકેની ભૂમિકા ભજવી ચૂકી છે. 98મો ઓસ્કાર સમારોહ રવિવાર, ૧૫ માર્ચ ૨૦૨૬ ના રોજ ઓવેશન હોલીવુડના ડોલ્બી થિયેટરમાં યોજાશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Mirzapur The Movie। મિર્ઝાપુરની દુનિયામાં નવા ચહેરાઓનો દબદબો! ફિલ્મમાં નવી મહિલા પાત્રોના આગમનથી મચશે મોટો ખળભળાટ.
Aaradhya Bachchan Look Changed। એરપોર્ટ પર આરાધ્યા બચ્ચનની સ્ટાઈલિશ એન્ટ્રી નવા અંદાજમાં આરાધ્યાને જોઈને ચાહકોએ કર્યા આવા સવાલો
Harshad Chopda New Serial| ટીઆરપીમાં ભૂકંપ લાવવા હર્ષદ ચોપડા તૈયાર! નવી અભિનેત્રી સાથે જોડી જમાવતા જ ખળભળાટ, જાણો કોણ છે આ નવો ચહેરો?
Rakesh Bedi। પિતાએ દીકરીને આપી રેન્જ રોવરની ભેટ! આદિત્ય ધરની ફિલ્મ સાઈન કરવા પાછળની ખાસ વાત જાણીને તમે પણ ચોંકી જશો
Exit mobile version