Site icon News Continuous Bureau | Mumbai

Priyanka chopra:બલ્ગારી ઇવેન્ટમાં પ્રિયંકા ચોપરા એ પહેર્યો અધધ આટલો મોંઘો હીરા નો હાર, કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

Priyanka chopra: પ્રિયંકા ચોપરા જ્વેલરી બ્રાન્ડ બલ્ગારીની 140મી વર્ષગાંઠ સમારોહમાં છવાઈ ગઈ હતી. આ દરમિયાન પ્રિયંકા ના આઉટફિટ અને તેના ડાયમંડ નેકલેસ એ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

priyanka chopra wear 200 carat diamond necklace worth more than crore

priyanka chopra wear 200 carat diamond necklace worth more than crore

News Continuous Bureau | Mumbai

Priyanka chopra: પ્રિયંકા ચોપરા માત્ર બોલિવૂડ માં જ નહીં પરંતુ હોલિવૂડ માં પણ લોકપ્રિય છે. પ્રિયંકા ચોપરા એક ગ્લોબલ સ્ટાર છે. તાજેતરમાં જ પ્રિયંકા ચોપરા એ જ્વેલરી બ્રાન્ડ બલ્ગારીની 140મી વર્ષગાંઠ સમારોહમાં ભાગ લેવા રોમ પહોંચી હતી. આ દરમિયાન પ્રિયંકા ના આઉટફિટ અને તેના ડાયમંડ નેકલેસ એ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેમજ આ પ્રસંગે એટેર્ના સર્પેન્ટી નેકલેસ લોન્ચ કરવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર  પણ વાંચો: Sanjay leela bhansali: સંજય લીલા ભણસાલી એ દેવદાસ ના ક્લાઈમેક્સ માટે રાતોરાત બદલી ઐશ્વર્યા રાય ની સાડી, આટલા મીટર લાંબી સાડી માં શૂટ થયો સીન

પ્રિયંકા ચોપરા ના નેકલેસ ની ખાસિયત 

બલ્ગારીની 140મી વર્ષગાંઠ નિમિત્તે ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રિયંકા ક્રીમ અને બ્લેક કલરનું ઓફ શોલ્ડર ગાઉન પહેરીને ઈવેન્ટમાં પહોંચી હતી. નેટ ફેબ્રિક ગાઉનમાં પ્રિયંકા ખુબ જ સુંદર લાગી રહી હતી.પ્રિયંકા ચોપરાએ બલ્ગારી જ્વેલર્સ દ્વારા બનાવેલ અત્યાર સુધીની સૌથી મોંઘી જ્વેલરી પહેરી હતી. પ્રિયંકા ચોપરાએ આ હાર ની તસવીર સાથે એક કેપ્શન શેર કર્યું છે. આ નેકલેસને તૈયાર કરવામાં 2,800 કલાકથી વધુ સમય લાગ્યો હોવાનું જાણવા મળ્યું હતું.


મીડિયા રિપોર્ટ મુજબ પ્રિયંકા ચોપરાએ 200 કેરેટનો ડાયમંડ નેકલેસ પહેર્યો છે. તેમાં 20 કેરેટથી વધુ રફ ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બલ્ગારી ના અત્યાર સુધીના સૌથી મોંઘા નેકપીસમાં 698 બેગુએટ હીરા છે. તેનું વજન 61.81 કેરેટ હોવાનું કહેવાય છે. આ નેકલેસની કિંમત 43 મિલિયન ડોલર એટલે કે 358 કરોડ રૂપિયા છે.તમને જણાવી દઈએ કે, પ્રિયંકા ચોપરા ઇટાલિયન લક્ઝરી જ્વેલરી બ્રાન્ડ બલ્ગારી ની બ્રાન્ડ એમ્બેસેડર છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Maa Behan Screening 2026| માધુરી અને અનિલ કપૂરને સાથે જોઈ જૂની યાદો થઈ તાજી; ફેન્સ બોલ્યા ‘એકદમ ઝાકાસ જોડી’
Kangana Ranaut New Movie| ‘ભારત ભાગ્ય વિધાતા’ કોણ છે અંજલિ કુલથે? કસાબ સામે અડીખમ ઊભા રહેનારા એ નર્સ, જેમનું પાત્ર ભજવી રહી છે કંગના રનૌત
Yeh Rishta Kya Kehlata Hai| સીરિયલના નવા ટ્રેકથી ફેન્સ નારાજ, સોશિયલ મીડિયા પર હંગામો, લોકો એ કરી આ માંગણી
Ghoomar Song Padmavat| આ એક જ ગીત પાછળ નિર્માતાઓએ પાણીની જેમ વહાવ્યા હતા ૧૨ કરોડ, સોનાચાંદીથી ચમકી ઉઠ્યો હતો આખો સેટ
Exit mobile version