Site icon News Continuous Bureau | Mumbai

સચિન તેંડુલકરની દીકરી નહીં પણ આ એક્ટ્રેસ પર આવી ગયું છે શુભમન ગિલનું દિલ! પંજાબી એક્ટ્રેસ ના એક ટ્વીટે આપ્યો સંકેત

ટ્વિટર પર સોનમ બાજવા અને શુભમન ગિલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં બંને હાથ મિલાવતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો પર ફેન્સ ઘણી રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.કેટલાક સોનમને શુભમન સાથે જોડી રહ્યા છે તો કેટલાક તેમની મિત્રતા વિશે પૂછી રહ્યા છે. પરંતુ સોનમે સ્પષ્ટ કર્યું છે કે તેની અને શુભમન વચ્ચે કંઈ નથી.

punjabi actress sonam bajwa gives hint that shubhman gill dating sara ali khan

સચિન તેંડુલકરની દીકરી નહીં પણ આ એક્ટ્રેસ પર આવી ગયું છે શુભમન ગિલનું દિલ! પંજાબી એક્ટ્રેસ ના એક ટ્વીટે આપ્યો સંકેત

News Continuous Bureau | Mumbai

 ભારતીય ક્રિકેટર શુભમન ગિલે હાલમાં જ ન્યૂઝીલેન્ડ સામે 208 રનની રેકોર્ડબ્રેક ઇનિંગ રમી હતી, જે બાદ શુભમન ચર્ચામાં છે. એક તરફ બેવડી સદી ફટકારવા બદલ શુભમન ના વખાણ થઈ રહ્યા છે તો બીજી તરફ સોશિયલ મીડિયા પર તેનું અફેર પણ ચર્ચામાં છે. પરંતુ હવે પંજાબી અભિનેત્રી સોનમ બાજવા દ્વારા કરવામાં આવેલા એક ટ્વીટ થી ચાહકોને સંકેત આપવામાં આવ્યો છે કે શુભમન ગિલ આખરે કોને ડેટ કરી રહ્યો છે. વાસ્તવમાં, થોડા સમય પહેલા ( shubhman gill ) શુભમન ગિલ ( punjabi actress ) સોનમ બાજવાના ( sonam bajwa ) શોમાં આવ્યો હતો, જ્યાં તેણે ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. સોનમે આ ઈન્ટરવ્યુ દરમિયાન ઘણી વખત સારા અલી ખાનનું ( sara ali khan ) નામ પણ લીધું હતું.

Join Our WhatsApp Channel

સોનમ બાજવા નું ટ્વીટ થયું વાયરલ

ઈન્ટરવ્યુ દરમિયાન ની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં સોનમ બાજવા અને શુભમન ગિલ જોવા મળી રહ્યા છે. આ તસવીર શેર કરતાં સોનમ બાજવાએ લખ્યું, ‘યે સારા કા સારા ઝૂઠ હૈ.’ તસવીરમાં શુભમન ગિલ અભિનેત્રી સોનમ બાજવા સાથે હાથ મિલાવી રહ્યો છે, ચાહકો આ તસવીર પર પ્રતિક્રિયા આપી રહ્યા છે, કેટલાક સોનમનું નામ શુભમન સાથે જોડી રહ્યા છે તો કેટલાક બંનેની મિત્રતા પર સવાલ ઉઠાવી રહ્યા છે, પરંતુ સોનમે સ્પષ્ટતા કરતા કહ્યું કે તેની અને શુભમન વચ્ચે કંઈ નથી. .

આ સમાચાર પણ વાંચો:  વધુ એક સ્ટારકિડ બોલિવૂડમાં ડેબ્યુ કરવા તૈયાર, 17 વર્ષની ઉંમરે મળી મોટી ફિલ્મ, અજય દેવગન ના ભત્રીજા સાથે મળશે જોવા

 સચિન તેંડુલકર ની દીકરી સારા તેંડુલકર સાથે જોડાયું હતું શુભમન નું નામ

આ જ ટ્વિટમાં સોનમે એટલી વાર ‘સારા’ લખ્યું છે કે લોકોને લાગવા માંડ્યું છે કે સારા અલી ખાન અને શુભમન ગિલ વચ્ચે કંઈક તો છે. સોનમ બાજવા એ પોતાના ટોક શોમાં સારા અલી ખાન સાથેના સંબંધો અંગે પણ સવાલ ઉઠાવ્યા હતા. એટલું જ નહીં, જ્યારે સોનમે શુભમન ને બોલિવૂડમાં તેની ફેવરિટ એક્ટ્રેસ નું નામ પૂછ્યું તો શુભમને વિલંબ કર્યા વિના સારા અલી ખાનનું નામ લીધું. સારા અલી ખાન અને શુભમન ગિલ ના ડેટિંગ ના સમાચાર પર અભિનેત્રીની અત્યાર સુધી કોઈ પ્રતિક્રિયા નથી. જોકે ગયા વર્ષે સારા અલી ખાનનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે શુભમન ગિલ સાથે હોટલ માંથી બહાર નીકળતી જોવા મળી હતી. આ પછી બંને ફ્લાઈટમાં પણ સાથે જોવા મળ્યા હતા. શુભમન અને સારા અલી ખાને રિલેશનશિપ ના સમાચાર પર મૌન સેવી લીધું છે. જણાવી દઈએ કે સારા અલી ખાન પહેલા શુભમન ગિલ નું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે જોડાયું હતું.

Allu Arjun Raka Movie Villain અલ્લુ અર્જુનની ‘રાકા’ ફિલ્મમાં ધમાકો આ ખુંખાર હોલીવુડ એક્ટર બની શકે છે ફિલ્મનો મેઈન વિલન!
Salman Khan vs Prabhas Clash Eid 2027 શું ઈદ ૨૦૨૭ પર નહીં થાય સલમાન ખાન અને પ્રભાસ વચ્ચે ટક્કર? શું ટળશે ફિલ્મ ‘સ્પિરિટ’ ની રિલીઝ ડેટ?
Bollywood Actresses from Army Families દેશસેવા સાથે ગ્લેમરનું કનેક્શન આ જાણીતી અભિનેત્રીઓનો છે મજબૂત આર્મી બેકગ્રાઉન્ડ, જાણો કોણકોણ છે લિસ્ટમાં?
Govinda Sunita Ahuja Divorce Rumors શું ગોવિંદા સાથેના છૂટાછેડાની ચર્ચાઓ સાચી છે? પત્ની સુનિતા આહુજા પુત્ર સાથે પહોંચી ફેમિલી કોર્ટ
Exit mobile version