Site icon News Continuous Bureau | Mumbai

Pushpa 2 Allu arjun: પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન નાસભાગ માં મૃત પામેલી મહિલા ના પરિવાર ને આર્થિક સહાય કરશે અલ્લુ અર્જુન, કરશે આટલા લાખ ની મદદ

Pushpa 2 Allu arjun: પુષ્પા 2 ના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટર માં નાસભાગ થઇ હતી આ નાસભાગ માં એક મહિલા નું મૃત્યુ થયું હતું હવે આ મહિલા ના પરિવાર ની આર્થિક સહાય માટે અલ્લુ અર્જુન આગળ આવ્યો છે.

News Continuous Bureau | Mumbai

Pushpa 2 Allu arjun: પુષ્પા 2 નું પ્રીમિયર તેની રિલીઝ ના એક દિવસ પહેલા હૈદરાબાદ ના સંધ્યા થિયેટર માં યોજાયું હતું. પોતાના ફેવરિટ સ્ટાર અલ્લુ અર્જુન ને જોવા ત્યાં ભીડ એકઠી થઇ હતી આ દરમિયાન ત્યાં નાસભાગ પણ થઇ હતી જેમાં એક મહિલા નું મૃત્યુ થયું હતું અને તે જ મહિલા નો  થયો હતો. અલ્લુ અર્જુને નાસભાગ માં જીવ ગુમાવનાર મહિલા ના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમજ તેના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા અભિનેતાએ તેના પરિવાર ને આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sunil pal: સુનિલ પાલ ને છોડવા માટે અપહરણકર્તા એ માંગી હતી આટલી રકમ, કોમેડિયન એ જણાવી તેના અપહરણ ની વાર્તા

અલ્લુ અર્જુન મૃતક મહિલા ના પરિવાર ને આપશે આટલા રૂપિયા 

અલ્લુ અર્જુન એ તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કર્યો છે આ સાથે તેને લખ્યું છે કે, “સંધ્યા થિયેટરમાં બનેલી દુ:ખદ ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. આ અકલ્પનીય મુશ્કેલ સમયમાં હું શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી દિલથી સંવેદના વ્યક્ત કરું છું. હું તેને આશ્વાસન આપવા માંગુ છું કે તે આ દર્દમાં એકલા નથી અને હું વ્યક્તિગત રીતે પરિવારને મળીશ. તેઓ આ પડકારજનક પ્રવાસમાંથી પસાર થાય છે ત્યારે હું તેમને દરેક સંભવિત સહયોગ આપવા માટે પ્રતિબદ્ધ છું.”


અલ્લુ અર્જુને વિડીયો માં મૃતક ના પરિવાર ને આશ્વાસન આપતા પરિવારને 25 લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી.આ ઉપરાંત મૃતક મહિલા ના ઘાયલ દીકરા ની સારવારનો ખર્ચ પણ તે ઉઠાવશે.આ સાથે જ  અલ્લુ અર્જુને ‘પુષ્પા 2’ ફિલ્મ જોનારાઓને થિયેટરોની મુલાકાત લેતી વખતે સાવચેત રહેવા વિનંતી કરી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh And Mirzapur Box Office Collection ‘હનુમાન અંશ’ની કમાણીમાં ફરી ઉછાળો ‘મિર્ઝાપુર’ પણ ૨૦૦ કરોડ ક્લબમાં સામેલ, જાણો કલેક્શન
Katrina Kaif Post Pregnancy Changes બોડી શેમિંગ વચ્ચે કેટરિના કૈફે કરી વાત પ્રેગ્નન્સી પછી ત્વચામાં આવેલા ફેરફારો અને સ્કિનકેર રૂટિન અંગે કર્યો ખુલાસો
Vicky Kaushal Buys iPhone 18 Pro Max એપલ સ્ટોર પહોંચ્યા વિક્કી કૌશલ ખરીદ્યો iPhone 18 Pro Max સ્પેશિયલ એડિશન, ફેન્સ સાથે લીધી સેલ્ફી
Ambani Family Ganesh Visarjan અંબાણી પરિવારનું ધામધૂમથી ગણેશ વિસર્જન એન્ટિલિયા બહાર શ્લોકા અને રાધિકાનો જોરદાર ડાન્સ, વીડિયો વાયરલ
Exit mobile version