Site icon

શિયાળાની કડકડતી ઠંડીમાં ‘પુષ્પા’ ફેમ અભિનેત્રી રશ્મિકા મંદન્નાએ બ્લેક ડ્રેસમાં વધાર્યો ઈન્ટરનેટ નો પારો; જુઓ ફોટોગ્રાફ્સ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 જાન્યુઆરી 2022         

Join Our WhatsApp Community

શનિવાર

સાઉથની નેશનલ ક્રશ રશ્મિકા મંડન્નાના દરેક લોકો દિવાના છે. ચાહકો તેની એક ઝલક મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેણે ફિલ્મ 'પુષ્પા ધ રાઇઝ'માં પોતાનો શાનદાર અભિનય બતાવીને ફેન ફોલોઈંગમાં વધારો કર્યો છે.હવે તેની માત્ર સાઉથમાં જ નહીં પરંતુ નોર્થમાં પણ જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. દરમિયાન, તેણી સિઝલિંગ લુક એ  લોકો ને તેના દીવાના બનાવી દીધા છે.

વાસ્તવમાં, તેના કેટલાક ફોટા તેના ઇન્સ્ટાગ્રામ ફેન પેજ પરથી શેર કરવામાં આવ્યા છે. આમાં તે બ્લેક કલરના ડ્રેસમાં શાનદાર લુકમાં જોવા મળી રહી છે અને પોતાની સિઝલિંગ સ્ટાઈલ બતાવી રહી છે.

આટલું જ નહીં, વાયરલ થઈ રહેલા ફોટામાં જોવા મળી રહ્યું છે કે તે તેની પીઠ અને સ્લીવલેસ ડ્રેસને ફ્લોન્ટ કરી રહી છે. રશ્મિકા આ ​​સ્ટાઇલિશ ડ્રેસમાં જોવા મળી રહી છે.ફોટામાં તેની સુંદરતા જોઈને દરેક લોકો તેના દિવાના થઈ જશે. ચાહકો પણ તેની તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે અને નેશનલ ક્રશની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.

રશ્મિકા મંદન્ના હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'પુષ્પા'માં જોવા મળી હતી. આમાં તેની અને અલ્લુ અર્જુનની કેમેસ્ટ્રી ખૂબ જ પસંદ આવી હતી. તેમના પર ફિલ્માવાયેલું ગીત 'સામી સામી' ખૂબ જ વાયરલ થયું હતું. લોકોએ તેના ઉપર ઘણા રીલ વીડિયો બનાવ્યા અને શેર કર્યા.

હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે રશ્મિકા માર્ચથી 'પુષ્પાઃ ધ રૂલ'નું શૂટિંગ શરૂ કરશે. ફિલ્મના બીજા ભાગને લઈને પણ ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.આ સિવાય રશ્મિકા ફિલ્મ 'મિશન મજનૂ'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે. આમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લીડ રોલમાં જોવા મળશે. પહેલીવાર બંને સ્ટાર્સ સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.

જાહ્નવી કપૂરે નિયોન કલર ના શોર્ટ ડ્રેસમાં કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના; જુઓ ફોટોગ્રાફ્સ

 

Love & War: શું ‘લવ એન્ડ વોર’ ભણસાલીની સૌથી મોટી હિટ સાબિત થશે? બજેટમાં ધરખમ વધારો છતાં મેકર્સ કેમ છે નિશ્ચિંત; જાણો અંદરની વિગત
Rashmika Mandanna-Vijay Deverakonda Viral Video: રણબીરની એક વાત અને રશ્મિકાના ઉડી ગયા હોશ! વિજય દેવરકોંડા સાથેના અફેરની પોલ નેશનલ ટીવી પર કેવી રીતે ખુલી? જાણો આખો કિસ્સો
Mayank Pawar Splitsvilla 7 Death: ‘સ્પ્લિટ્સવિલા 7’ ફેમ મયંક પવારનું ૩૭ વર્ષની વયે નિધન: લિવરની બીમારી કે ડિપ્રેશન? માતાએ મોતના કારણ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
‘ViRosh’ Wedding: ઉદયપુરમાં અંબાણીનો જલવો! વિજય-રશ્મિકાના લગ્નમાં ખાસ મહેમાન બન્યા મુકેશ અને ઈશા અંબાણી
Exit mobile version