Site icon

પુષ્પા ભી ઝુકેગા! સુપર સ્ટાર અલ્લુ અર્જુને તોડ્યો ટ્રાફિક નિયમ, ભરવું પડ્યું આટલા રૂપિયાનું ચલણ; જાણો વિગતે 

 News Continuous Bureau | Mumbai

 ટોલીવુડ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઈઝ’ થોડા મહિના પહેલા રીલિઝ થઈ હતી. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. અલ્લુ અર્જુન હજી પણ તેની ફિલ્મની સફળતાની ઉજવણી કરી રહ્યો છે, પરંતુ આ દરમિયાન એક સમાચાર સામે આવ્યા છે, જે અલ્લુ અર્જુનના ચાહકોને પરેશાન કરી શકે છે. હા, અલ્લુ અર્જુન કાનૂની મુશ્કેલીમાં છે. અલ્લુ અર્જુન પર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ છે. અલ્લુ અર્જુનને પણ હૈદરાબાદ પોલીસે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ચલણ ફટકાર્યું છે. 

Join Our WhatsApp Community

મીડિયા હાઉસમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ અલ્લુ અર્જુનને તાજેતરમાં ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ દંડ ભરવો પડ્યો હતો. હૈદરાબાદ પોલીસે અભિનેતાને દંડ ફટકાર્યો હતો. કારણ કે તેની લેન્ડ રોવર રેન્જ રોવર લક્ઝરી એસયુવીમાં કાળા કાચ લાગેલા હતા. અભિનેતાને તેની કારમાં કાળા ચશ્મા લગાવવા બદલ ૭૦૦ રૂપિયાનો દંડ ભરવો પડ્યો હતો. હૈદરાબાદના એક વ્યસ્ત સેન્ટર રોડ પર કાળા ગ્લાસ જાેઈને પોલીસે અલ્લુ અર્જુનની કારને રોકી હતી. જોકે અત્યાર સુધી એ જાણી શકાયું નથી કે જ્યારે વાહનનું ચલણ કરવામાં આવ્યું ત્યારે અલ્લુ અર્જુન વાહનમાં હાજર હતો કે કેમ. ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટે એક નિયમ પસાર કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે ટીન્ટેડ ગ્લાસ તેમજ વાહનોમાં સન ફિલ્મ જેવા અન્ય વિકલ્પોનો ઉપયોગ કરવાની મનાઈ છે. 

આ સમાચાર પણ વાંચો : નાનાજી ની ઈચ્છા પૂરી કરવા આ દિવસે કરશે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્ન, વેડિંગ ડેટ આવી સામે; જાણો વિગત
અલ્લુ અર્જુનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલના દિવસોમાં ટોલીવુડ સુપરસ્ટાર તેની આગામી ફિલ્મ ‘પુષ્પાઃ ધ રૂલ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ‘પુષ્પાઃ ધ રૂલ’ ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’નો બીજાે ભાગ છે. તેલુગુ ફિલ્મ પહેલેથી જ આવનારા સમયમાં સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક બની ગઈ છે. જ્યારે ચાહકો તેમના પ્રિય પાત્ર પુષ્પરાજના વાપસીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેટલાક રિપોર્ટ્‌સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વખતે પુષ્પાને એક નવું લેવલ આપવામાં આવી રહ્યું છે. જેથી ફિલ્મને જોરદાર હિટ બનાવી શકાય.

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version