Site icon News Continuous Bureau | Mumbai

Ram mandir: 22 મી જાન્યુઆરી એ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નું લાઈવ સ્ક્રીનિંગ કરશે પીવીઆર, જાણો કઈ રીતે બુક કરાવી શકશો ટિકિટ

Ram mandir: 22 જાન્યુઆરી એ રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નો સમારોહ થશે. ગઈકાલે રામલલાની તસવીર સામે આવી હતી, જે બાદ સોશિયલ મીડિયા પર ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. હવે PVR Inox લિમિટેડે જાહેરાત કરી છે કે તે 22 જાન્યુઆરી, 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન ઐતિહાસિક રામ મંદિરના ઉદ્ઘાટનનું લાઇવ સ્ક્રીનિંગ તેના સિનેમા સ્ક્રીન પર લાવશે.

pvr multiplex has announced to bring live screening ram mandir inauguration

pvr multiplex has announced to bring live screening ram mandir inauguration

News Continuous Bureau | Mumbai 

Ram mandir: 22 જાન્યુઆરી એ રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા નો સમારોહ યોજાવવાનો છે. અયોધ્યા માં આ સમારોહ ને લઈને પૂર જોશ માં તૈયારીઓ ચાલી રહી છે.મીડિયા રિપોર્ટ મુજબ આ ખાસ અવસર પર થિયેટર માલિકો દ્વારા દર્શકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રામાનંદ સાગરની ‘રામાયણ’ સિરિયલ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સિનેમાઘરોમાં બતાવવામાં આવશે.તો બીજી તરફ પીવીઆર આઈનોક્સ લિમિટેડે જાહેરાત કરી છે કે તે 22 જાન્યુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ દરમિયાન ઐતિહાસિક રામ મંદિરના ઉદ્ઘાટનનું લાઈવ સ્ક્રીનિંગ તેના સિનેમા સ્ક્રીન પર કરશે.

Join Our WhatsApp Channel

 

પીવીઆર આઈનોક્સ બતાવશે લાઈવ 

પીવીઆર આઈનોક્સ લિમિટેડ એ જાહેરાત કરી છે કે તે 22 જાન્યુઆરી, 2024 ના રોજ તેના સિનેમા સ્ક્રીન પર ઐતિહાસિક રામ મંદિરના અભિષેક સમારોહ દરમિયાન લાઇવ સ્ક્રીનિંગ લાવશે. PVR INOX ભારતના 70+ શહેરોમાં 160+ થિયેટરોમાં આજ તક સાથે આ મહત્વપૂર્ણ ઇવેન્ટનું જીવંત પ્રસારણ કરશે. સમારોહનું લાઈવ સ્ક્રીનીંગ સવારે 11 થી બપોરે 3 વાગ્યા સુધી થશે.  ટિકિટ પીવીઆર આઈનોક્સ એપ અથવા વેબસાઈટ અને અન્ય પ્લેટફોર્મ દ્વારા બુક કરી શકાય છે. એક એપ પરથી ટિકિટ બુક કરાવતા તમે પોપકોર્ન ફ્રી માં મેળવી શકો છો. 


પીવીઆર આઇનોક્સ લિમિટેડ ના સહ સીઈઓ ગૌતમ દત્તાએ આ મહત્વપૂર્ણ અવસર પર તેમનો ઉત્સાહ વ્યક્ત કરતા કહ્યું, “આવો ભવ્ય અને ઐતિહાસિક પ્રસંગ એટલો જ ભવ્ય રીતે અનુભવવાને પાત્ર છે. સિનેમા સ્ક્રીન સામૂહિક ઉજવણીની લાગણીઓને જીવંત કરશે. આ ઉત્સવ સાથે અનોખી રીતે ભક્તોને જોડવામાં સક્ષમ થવું એ અમારા માટે એક લહાવો હશે. અમે આશા રાખીએ છીએ કે અમે મંદિરના ઘંટ, શુભ મંત્રો અને નાદની ગુંજ ભક્તો સુધી પહોંચાડી શકીશું.”

આ સમાચાર પણ વાંચો : Salman khan: સલમાન ખાન ના હાથમાંથી સરકી ‘ઇન્શાઅલ્લાહ’, સંજય લીલા ભણસાલીની ફિલ્મમાં અભિનેતા ના આ મિત્ર એ લીધું ભાઈજાનનું સ્થાન!

 

 

Salman Khan Moves HC Against Upcoming Film અપકમિંગ ફિલ્મ સામે હાઈકોર્ટ પહોંચ્યા સલમાન ખાન; જાણો શું છે મામલો
Mirzapur The Movie Song Controversy ‘મિર્ઝાપુર ધ મુવી’ પર વિવાદ ભાજપ નેતા એ સેન્સર બોર્ડ પાસે કરી આ માંગ
Orry Slams Akanksha Chamola ગૌરવ ખન્ના સાથેના છૂટાછેડા પર ઓરીએ આકાંક્ષા ચમોલાને આડે હાથ લેતા કહી આવી વાત
Mirzapur The Movie OTT Release મોટા પડદા પછી OTT પર જામશે ‘મિર્ઝાપુર’ ફિલ્મનો દબદબો; જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર થશે સ્ટ્રીમ
Exit mobile version