Site icon

આર માધવન ની ‘રોકેટ્રી ધ નામ્બી ઇફેક્ટ’ ઓસ્કારની પ્રથમ યાદી માટે થઇ પસંદ, આ ફિલ્મો પણ થઇ સામેલ!

આર માધવનની ફિલ્મ રોકેટ્રી ધ નામ્બી ઈફેક્ટ 2023ની ઓસ્કારની યાદીમાં સ્થાન પામી છે. જેના માટે માધવને પોતાની ખુશી સોશિયલ મીડિયા પર શેર કરી છે. અભિનેતાએ ફિલ્મ લખી, દિગ્દર્શિત અને નિર્માણ પણ કર્યું છે, જેને તે પેશન પ્રોજેક્ટ કહે છે.

r madhavan directorial debut rocketry the nambi effect handpicked for oscar awards first list

આર માધવન ની ‘રોકેટ્રી ધ નામ્બી ઇફેક્ટ’ ઓસ્કારની પ્રથમ યાદી માટે થઇ પસંદ, આ ફિલ્મો પણ થઇ સામેલ!

News Continuous Bureau | Mumbai

આર માધવને ( R madhavan ) ઓસ્કારની ( oscar  ) પ્રથમ યાદીમાં ( first list ) સામેલ થનારી ફિલ્મ ( rocketry the nambi effect ) વિશે જણાવ્યું હતું કે, “આ ફિલ્મે મને ઘણું બધુ આપ્યું છે. તેની સફર હજુ પણ લાભદાયી છે અને ફિલ્મને દુનિયાભરમાંથી પ્રેમ મળ્યો છે. નામ્બી સરને તે માન્યતા મળી રહી છે જેના તેઓ હકદાર છે અને હું મારા દિગ્દર્શક ( directorial debut ) તરીકે ની શરૂઆત થી વધુ શું માંગી શકું. હું ફરી એકવાર ઉત્સાહિત છું.”

Join Our WhatsApp Community

 9 ભારતીય ફિલ્મો ને મળ્યું સ્થાન

તમને જણાવી દઈએ કે, ઓસ્કરની પ્રથમ યાદીમાં નવ ભારતીય ફિલ્મો છે. આમાંની પાંચ દક્ષિણ ભારતની છે, જેમાં ‘રોકેટ્રી’, ‘આરઆરઆર’, ‘કંટારા’, ‘ઇરવિન’ ‘નિઝાલ’ અને ‘વિક્રાંત રોના’નો સમાવેશ થાય છે. આ સિવાય સંજય લીલા ભણસાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ અને વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ પણ આ યાદીમાં સામેલ છે. આ યાદીમાં ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’એ પણ પોતાનું સ્થાન બનાવી લીધું છે.

આ સમાચાર પણ વાંચો:   શું ખરેખર શાહરૂખ ખાનનો પુત્ર પાકિસ્તાની અભિનેત્રી ને કરી રહ્યો છે ડેટ? સાદિયા ખાને આ વિશે કર્યો ખુલાસો,જણાવી વાયરલ ફોટા પાછળની હકીકત

જાણો ક્યારે યોજાશે એવોર્ડ સમારોહ

વિશ્વભરમાંથી 301 ફિલ્મો 95 માં એકેડેમી એવોર્ડ્સની કન્ટેસ્ટન્ટ લિસ્ટમાં પહોંચી છે. આ સૂચિમાં સમાવિષ્ટ ફિલ્મો નામાંકન સુધી પહોંચવા માટે સભ્યોના મતદાન માટે પાત્ર બને છે. અંતિમ નામાંકન માટે મતદાન 12 થી 17 જાન્યુઆરી સુધી ચાલશે. 95મા એકેડમી પુરસ્કાર માટે ના નામાંકન 24 જાન્યુઆરી એ જાહેર કરવામાં આવશે. તેમજ, 12 માર્ચે લોસ એન્જલસમાં એવોર્ડ સમારોહ યોજાશે.

SS Rajamouli : ‘વારાણસી’ ટીઝર ઇવેન્ટમાં હનુમાનજી પર રાજામૌલીના નિવેદનથી વિવાદ, પોલીસ સુધી પહોંચી ફરિયાદ
Richest Bollywood Family: કપૂર-બચ્ચનનું પત્તું કપાયું! બોલીવુડનો આ પરિવાર છે સૌથી અમીર, તેમની સંપત્તિનો આંકડો જાણીને તમે ચોંકી જશો!
Dhurandhar Trailer: ‘ધુરંધર’ના ટ્રેલરમાં રણવીર સિંહનો ધમાકો, અર્જુન રામપાલનો જોવા મળ્યો ખૂંખાર લુક
Anupamaa: અનુપમાએ મુંબઈમાં મુક્યો પગ, હવે સ્ટોરીમાં શું થશે? ફેન્સ માટે જબરદસ્ત સસ્પેન્સ
Exit mobile version