Site icon News Continuous Bureau | Mumbai

Radhika Merchant Meets Amitabh Bachchan સોશિયલ મીડિયા પર ધમાકો અંબાણી પરિવારની વહુએ જીત્યા ફેન્સના દિલ; બિગ બીના પગે લાગતા રાધિકા મર્ચન્ટનો વીડિયો વાયરલ

Radhika Merchant Meets Amitabh Bachchan સાંસદ સુપ્રિયા સુલેની પુત્રીના લગ્નમાં અંબાણી પરિવાર અને બચ્ચન ફેમિલીની મુલાકાતનો વીડિયો વાયરલ

Radhika Merchant Meets Amitabh Bachchan  સોશિયલ મીડિયા પર ધમાકો અંબાણી પરિવારની વહુએ જીત્યા ફેન્સના દિલ; બિગ બીના પગે લાગતા રાધિકા મર્ચન્ટનો વીડિયો વાયરલ

Radhika Merchant Meets Amitabh Bachchan સોશિયલ મીડિયા પર ધમાકો અંબાણી પરિવારની વહુએ જીત્યા ફેન્સના દિલ; બિગ બીના પગે લાગતા રાધિકા મર્ચન્ટનો વીડિયો વાયરલ

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Radhika Merchant Meets Amitabh Bachchan બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન અને અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટનો એક અદભુત વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. લોકસભા સાંસદ સુપ્રિયા સુલેની પુત્રી રેવતી સુલેના લગ્ન પ્રસંગે હાજરી આપવા પહોંચેલી રાધિકા મર્ચન્ટે અમિતાભ બચ્ચનને જોતા જ તેમના આદરપૂર્વક પગે લાગીને આશીર્વાદ લીધા હતા. રાધિકાના આ સંસ્કારી અને નમ્ર અંદાજે સોશિયલ મીડિયા પર નેટીઝન્સના દિલ જીતી લીધા છે.

Radhika Merchant Meets Amitabh Bachchan – રેવતી સુલે અને સારંગ લખાણીના લગ્નમાં જામી સિતારાઓની મહેફિલ

લોકસભા સાંસદ સુપ્રિયા સુલેની પુત્રી રેવતી સુલે નાગપુરના જાણીતા ઉદ્યોગપતિ સારંગ લખાણી સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. આ ભવ્ય લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શ્વેતા બચ્ચન અને રણબીર કપૂર સહિત બોલિવૂડના અનેક દિગ્ગજ કલાકારો પહોંચ્યા હતા. આ નવદંપતીને આશીર્વાદ આપવા માટે અંબાણી પરિવાર પણ ખાસ ઉપસ્થિત રહ્યો હતો, જ્યાં પરંપરાગત મૂલ્યોની અનોખી ઝલક જોવા મળી હતી.

Radhika Merchant Meets Amitabh Bachchan – નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટનો રોયલ લુક

વાયરલ વીડિયોમાં નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટ બંને ખૂબ જ પરંપરાગત લુકમાં જોવા મળી રહ્યા છે. નીતા અંબાણીએ સોનાના દોરાથી બારીક ભરતકામ કરેલી ક્રીમ કલરની બનારસી સાડી પહેરી હતી અને ગળામાં હીરાનો કિંમતી હાર પહેર્યો હતો. પોતાની સાસુ સાથે મેચિંગ કરતા રાધિકા મર્ચન્ટે પણ ક્રીમ કલરની ખૂબ જ સુંદર સિલ્ક સાડી ગ્રેસફુલ રીતે પહેરી હતી, જેની સાથે તેણે હીરા અને પન્નાથી જડેલો કિંમતી ચોકર હાર અને ઝુમકા ધારણ કર્યા હતા. વીડિયોમાં નીતા અંબાણી પણ હસતા હસતા બિગ બી સાથે વાતચીત કરતા જોવા મળે છે.

Radhika Merchant Meets Amitabh Bachchan – બચ્ચન પરિવારનો શાહી અંદાજ અને પ્રશંસા

આ લગ્ન પ્રસંગમાં અમિતાભ બચ્ચન હંમેશની જેમ પોતાના શાહી અંદાજમાં સફેદ કુર્તા-પાયજામા અને સ્ટેટમેન્ટ શૉલ સાથે ક્લાસિક સ્ટાઇલમાં જોવા મળ્યા હતા, જ્યારે જયા બચ્ચન પિંક કલરની સાડીમાં અત્યંત એલિગન્ટ લાગતા હતા. સોશિયલ મીડિયા પર જ્યારે આ વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર્સ દ્વારા શેર કરવામાં આવ્યો, ત્યારે ચાહકો રાધિકા મર્ચન્ટના ખૂબ વખાણ કરી રહ્યા છે કે દેશના સૌથી અમીર પરિવારની વહુ હોવા છતાં તેનામાં વડીલો પ્રત્યે સહેજ પણ અભિમાન નથી અને તે ભારતીય સંસ્કૃતિ ને પૂરેપૂરું માન આપે છે.

👉 આ સમાચાર વાચો:
Ranveer Singh Highest Paid Indian Actor શાહરૂખરજનીકાંત પણ ચોંકી ગયા! જાણો કઈ ફિલ્મ માટે રણવીર સિંહને મળી રહી છે ૩૨૫ કરોડની ઐતિહાસિક ફી

Mithun Chakraborty Surgery વરિષ્ઠ અભિનેતા મિથુન ચક્રવર્તી કોલકાતાની હોસ્પિટલમાં દાખલ ડોક્ટરોએ કરી સફળ સર્જરી
Varun Dhawan YRF Horror Film YRF ના નવા હોરર યુનિવર્સનો પ્રારંભ મુખ્ય ભૂમિકામાં વરુણ ધવન, ૨૦૨૭ ના મોટા પડદે ધમાકાની તૈયારી
Ramayana Screening રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ રચશે ઇતિહાસ, વિશ્વભરમાં ૫૦ હજાર સ્ક્રીન્સ પર થશે રિલીઝ
Kangana Ranaut Gen Z U Turn ‘Gen Z’ અંગે કંગના રનૌતનો મોટો ‘યુટર્ન’, નવી પેઢીના વિચારો અને વર્તણૂકને લઈને આપ્યું નવું નિવેદન
Exit mobile version