News Continuous Bureau | Mumbai
Raid 2: વર્ષ 2018 માં આવેલી ફિલ્મ રેડ હિટ સાબિત થઇ હતી આ ફિલ્મ માં અજય દેવગણ, ઇલિયાના ડી ક્રુઝ, સૌરભ શુકલા જેવા કલાકારો એ મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે ફિલ્મ ના નિર્માતા એ ફિલ્મ નો બીજો ભાગ બનાવવાનું નક્કી કર્યું છે. તાજેતરમાં જ નિર્માતાઓએ આ ફિલ્મની સત્તાવાર જાહેરાત શેર કરી હતી. ફિલ્મમાં અજય દેવગન ફરી એકવાર I.R.S ઓફિસર અમેય પટનાયકના રોલમાં પરત ફરી રહ્યો છે. સાથે જ હવે ફિલ્મ ના વિલન અને મુખ્ય અભિનેત્રી નું નામ સામે આવ્યું છે.
રેડ 2 માં વિલન ની ભૂમિકા ભજવશે રિતેશ દેશમુખ
ફિલ્મ રેડ ના પહેલા ભાગ માં અજય દેવગણ ની સાથે ઈલિયાના ડીક્રુઝ જોવા મળી હતી. આ વખતે ફિલ્મની સિક્વલ માં વાણી કપૂરે તેનું સ્થાન લીધું છે. ફિલ્મ રેડ માં સૌરભ શુકલા વિલન ની ભૂમિકામાં જોવા મળ્યો હતો. હવે રેડ 2 માં બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ અજય દેવગન સામે ટક્કર લેતો જોવા મળશે. કોમેડી ફિલ્મો માટે જાણીતા રિતેશે ‘એક વિલન’માં ખૂબ જ મજબૂત નકારાત્મક ભૂમિકા ભજવી હતી. લોકોને રિતેશ નો આ રોલ ખુબ પસંદ આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, ‘રેડ 2’નું નિર્માણ ભૂષણ કુમાર, કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક અને કૃષ્ણ કુમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ગુલશન કુમાર અને ટી-સિરીઝ દ્વારા રજૂ કરવામાં આવી છે અને તે પેનોરમા સ્ટુડિયો પ્રોડક્શન છે. આ ફિલ્મ 15 નવેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: અંકિતા લોખંડે ના સ્પોર્ટમાં આવી રશ્મિ દેસાઈ, વિકી જૈન ની માતા ને આપ્યો સણસણતો જવાબ
