Site icon News Continuous Bureau | Mumbai

Raid 2: અજય દેવગણ ની ફિલ્મ રેડ 2 માં વિલન ની ભૂમિકામાં જોવા મળશે આ કોમેડી સ્ટાર,મુખ્ય અભિનેત્રી ની પણ થઇ જાહેરાત

Raid 2: અજય દેવગણ ની ફિલ્મ રેડ હિટ ગયા બાદ હવે તેની સિક્વલ રેડ 2 આવી રહી છે. આ ફિલ્મ આ વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં અજય દેવગણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હવે ફિલ્મ ના વિલન નું નામ જાહેર કરવામાં આવ્યું છે.

raid 2 gets villain as riteish deshmukh set to face off ajay devgn

raid 2 gets villain as riteish deshmukh set to face off ajay devgn

News Continuous Bureau | Mumbai

Raid 2: વર્ષ 2018 માં આવેલી ફિલ્મ રેડ હિટ સાબિત થઇ હતી આ ફિલ્મ માં અજય દેવગણ, ઇલિયાના ડી ક્રુઝ, સૌરભ શુકલા જેવા કલાકારો એ મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે ફિલ્મ ના નિર્માતા એ ફિલ્મ નો બીજો ભાગ બનાવવાનું નક્કી કર્યું છે. તાજેતરમાં જ નિર્માતાઓએ આ ફિલ્મની સત્તાવાર જાહેરાત શેર કરી હતી. ફિલ્મમાં અજય દેવગન ફરી એકવાર I.R.S ઓફિસર અમેય પટનાયકના રોલમાં પરત ફરી રહ્યો છે. સાથે જ હવે ફિલ્મ ના વિલન અને મુખ્ય અભિનેત્રી નું નામ સામે આવ્યું છે. 

Join Our WhatsApp Channel

 

રેડ 2 માં વિલન ની ભૂમિકા ભજવશે રિતેશ દેશમુખ 

ફિલ્મ રેડ ના પહેલા ભાગ માં અજય દેવગણ ની સાથે ઈલિયાના ડીક્રુઝ જોવા મળી હતી. આ વખતે ફિલ્મની સિક્વલ માં વાણી કપૂરે તેનું સ્થાન લીધું છે. ફિલ્મ રેડ માં સૌરભ શુકલા વિલન ની ભૂમિકામાં જોવા મળ્યો હતો. હવે રેડ 2 માં બોલિવૂડ એક્ટર રિતેશ દેશમુખ અજય દેવગન સામે ટક્કર લેતો જોવા મળશે. કોમેડી ફિલ્મો માટે જાણીતા રિતેશે ‘એક વિલન’માં ખૂબ જ મજબૂત નકારાત્મક ભૂમિકા ભજવી હતી. લોકોને રિતેશ નો આ રોલ ખુબ પસંદ આવ્યો હતો.


તમને જણાવી દઈએ કે, ‘રેડ 2’નું નિર્માણ ભૂષણ કુમાર, કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક અને કૃષ્ણ કુમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ગુલશન કુમાર અને ટી-સિરીઝ દ્વારા રજૂ કરવામાં આવી છે અને તે પેનોરમા સ્ટુડિયો પ્રોડક્શન છે. આ ફિલ્મ 15 નવેમ્બર 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: અંકિતા લોખંડે ના સ્પોર્ટમાં આવી રશ્મિ દેસાઈ, વિકી જૈન ની માતા ને આપ્યો સણસણતો જવાબ

 

Indian Idol Legends Return અભિજીત સાવંતથી લઈને સલમાન અલી સુધી ‘ઇન્ડિયન આઇડલ લેજેન્ડ્સ’નો ભવ્ય કમબેક, જાણો કયાકયા જાણીતા ચહેરાઓ જોવા મળશે
Harsh Gujral Madhur Virli Cyber Cell Summons સ્ટેન્ડઅપ કોમેડિયન હર્ષ ગુજરાલ અને મધુર વિરલીની મુશ્કેલી વધી અશ્લીલ કન્ટેન્ટ મામલે સાયબર સેલે પાઠવ્યા સમન્સ
Akshay Kumar Anees Bazmee Song Shoot એક જ ગીત પાછળ ₹૧ કરોડનો ધુમાડો! અક્ષય કુમારની નવી કોમેડી ફિલ્મ માટે દહેરાદૂનમાં બંધાયો ભવ્ય સેટ જાણો શું છે ખાસિયત
Ranbir Kapoor Ramayana Indra Dev Look રણબીર કપૂરની ‘રામાયણ’માંથી ઇન્દ્ર દેવનો લૂક સામે આવ્યો ટીઝરમાં દેખાયું રાવણ સાથે મહાયુદ્ધ, કુણાલ કપૂરનો દમદાર અવતાર
Exit mobile version