Site icon

મુનમુન દત્તા પછી ટપ્પુએ મીડિયાને આડા હાથે લીધું; કહી આ વાત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો          

મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

જાણીતી ટીવી અભિનેત્રી મુનમુન દત્તા પછી રાજ અનાદકતે પણ તેના સહકલાકાર સાથે અફેરની અફવાઓ પર મૌન તોડ્યું છે. અભિનેતાએ તેના સોશિયલ મીડિયા ઍકાઉન્ટ પર એક પોસ્ટ જારી કરી છે. આ પોસ્ટમાં રાજે દરેકને વિનંતી કરી છે કે તેના અને મુનમુન વિશે 'ખોટી વાતો' ન ફેલાવે. આ બધી બાબતો તેમના જીવન પર પણ અસર કરે છે. ભૂતકાળના અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે રાજ અને મુનમુન છેલ્લા કેટલાક સમયથી ડેટિંગ કરી રહ્યાં છે. અગાઉના દિવસે મુનમુને એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં ચાહકોને ઉંમરને શરમજનક અને રાજ અનાદકત સાથે જોડવા બદલ પ્રહાર કર્યા હતા.

હવે રાજ અનાદકતે ઇન્સ્ટાગ્રામ પર એક નોંધ શૅર કરી, જેમાં લખ્યું હતું કે, 'દરેક વ્યક્તિ જે મારા વિશે સતત લખે છે, તે વિચારો કે તમારી 'ખોટી વાર્તાઓ' મારા જીવનમાં શું પરિણામ લાવી શકે છે. આ બધી  બાબતો મારી સંમતિ વિના મારા જીવનમાં થઈ રહી છે. તમામ સર્જનાત્મક લોકો પાસેથી તમારી ચૅનલ માટે કેટલીક નવી સર્જનાત્મકતા જુઓ અને તે તમારા માટે ખૂબ મદદરૂપ થશે. ભગવાન તેમને બુદ્ધિ આપે.

મુનમુન દત્તાએ બે અલગ અલગ નોટોમાં મીડિયા હાઉસ અને સામાન્ય જનતાને સંબોધી હતી. પહેલી નોંધમાં, તેમણે પોતાના વિશે 'કાલ્પનિક' અને 'બનાવટી વાર્તાઓ' બનાવવા માટે મીડિયા આઉટલેટ્સની ટીકા કરી હતી. અન્યમાં અભિનેત્રીએ નેટિઝન્સ પર 'ગંદી' ટિપ્પણીઓ કરવાનો આરોપ લગાવ્યો. મુનમુન દત્તાએ પણ ઉંમરને શરમજનક ઠેરવવા માટે લોકો પર કટાક્ષ કર્યો હતો.

એક સમયની સુપરહિટ એવી આ ૬ અભિનેત્રીઓ આ કારણથી અત્યારે સિનેમાના ક્ષેત્રથી દૂર છે

મુનમુન દત્તા અને રાજ અનાદકત લોકપ્રિય સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માટે જાણીતાં છે. આ શોમાં બંનેએ પોતાની ઍક્ટિંગના કારણે દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી.

Gustaakh Ishq Trailer: ટ્રેલર આઉટ! ‘ગુસ્તાખ ઇશ્ક’માં વિજય વર્મા અને ફાતિમાની કેમેસ્ટ્રી જોઈને ફેન્સ થયા ખુશ, શાયરી થઈ વાયરલ
Jolly LLB 3: ડબલ ધમાકો, એક નહીં બે ઓટિટિ પ્લેટફોર્મ પર રિલીઝ થશે જોલી એલએલબી 3, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય ની ફિલ્મ
Anupamaa New entry: અનુપમા પર નવો ખતરો! હવે ગૌતમ નહીં, આ ‘નવા વિલન’ થી સિરિયલમાં વધશે ઘમાસાણ!
120 Bahadur: જાણો કેમ! ‘120 બહાદુર’ ફિલ્મને રાજસ્થાનમાં ટેક્સ ફ્રી કરવાની માંગ થઈ, વિધાન સભ્યએ શું દલીલ આપી?
Exit mobile version