Site icon News Continuous Bureau | Mumbai

રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ વધી શકે છે : દિલ્હીના વેપારીએ લગાવ્યો આ આરોપ, આ છે કેસ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 2 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

શિલ્પા શેટ્ટીનો પતિ રાજ કુન્દ્રા પૉર્નોગ્રાફી કેસમાં કસ્ટડીમાં છે અને શિલ્પા તેની સાથેનાં લગ્ન તોડે ઓવી પણ ચર્ચા છે. જોકે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીની મુશ્કેલીઓ કોઈ પણ રીતે ઓછી થતી હોય એવું લાગતું નથી. દિલ્હીની એક કોર્ટે બુધવારે એક વેપારીની ફરિયાદમાં રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી ઉપરાંત અન્ય ઘણા લોકો વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અંગે શહેર પોલીસ પાસેથી રિપૉર્ટ માગ્યો હતો. આ વેપારીનો આરોપ છે કે તેની સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આરોપ છે કે તેની પાસેથી છેતરપિંડી કરાયેલા પૈસાનો દુરુપયોગ થયો છે. ફરિયાદીના વકીલે જણાવ્યું કે મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ માનસી મલિકે આ કેસમાં કરવામાં આવેલી કાર્યવાહી અંગે પોલીસ પાસેથી રિપૉર્ટ માગ્યો છે.

વિશાલ ગોયલે આરોપ લગાવ્યો છે કે આરોપીઓએ ષડ્યંત્ર હેઠળ તેની સાથે છેતરપિંડી કરી અને તેને 2018માં મુંબઈ સ્થિત એક કંપનીમાં લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યું, બાદમાં કોઈ વળતર મળ્યું નહીં અને તેના શૅરની કિંમત પણ ઘટી ગઈ. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે 'આરોપીએ જાણી જોઈને ફરિયાદીને 41,33,782 રૂપિયાનું રોકાણ ખોટા અને ગેરકાયદે હેતુઓ માટે કરાવ્યું.' ફરિયાદીએ કહ્યું કે રાજ કુન્દ્રા અને અન્ય લોકોએ તેમની કંપનીમાં રોકાણ કરવા માટે તેમની સાથે જૂઠું બોલ્યું અને કંપની વિશે અતિશયોક્તિપૂર્ણ વાતો કહેવામાં આવી અને તેમની કંપનીમાં રોકાણ કરવા માટે સમજાવ્યા હતા. તેને કહેવામાં આવ્યું કે આ કંપની ગેમિંગ, ઍનિમેશન, બ્યુટી પ્રોડક્ટ્સ સાથે સંકળાયેલી હશે. આ પછી ગોયલે કહ્યું કે તેમને તાજેતરમાં જ ખબર પડી કે આ કંપની ઍડલ્ટ ફિલ્મો બનાવવા અને તેને ફોનમાં ચલાવવાનું કામ કરે છે.

ટીવીના મોસ્ટ પોપ્યુલર ફેસ તેમજ ‘બિગ બોસ’ વિનર સિદ્ધાર્થ શુક્લાનું થયું દુઃખદ નિધન, ચાહકોમાં શોકની લાગણી; જાણો વિગતે

ઍડ્વોકેટ સાહિલ મુંજાલ અને રિયા ગાંધી મારફતે દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આવી અપ્રામાણિક અને દૂષિત પ્રવૃત્તિઓનું પરિણામ એ છે કે ફરિયાદી, જેને રોકાણ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યો હતો, તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે અને સ્વાર્થી હેતુઓથી પૈસા પડાવવામાં આવ્યા છે. ફરિયાદીએ ભારતીય દંડસંહિતાની વિવિધ કલમો હેઠળ છેતરપિંડી અને વિશ્વાસનો ભંગ, માહિતી ટેકનોલૉજી અધિનિયમ, મહિલાઓનું અભદ્ર પ્રતિનિધિત્વ (પ્રતિબંધ) અધિનિયમ અને સેબી અધિનિયમ હેઠળ FIRની નોંધણીની માગ કરી છે. રાજ કુંદ્રા અને શિલ્પા ઉપરાંત અન્ય છ ઉદ્યોગપતિઓ પણ આ કેસમાં આરોપી છે. 

Ravi Dubey Ramayanam Laxman Poster ‘રવિ દુબેને ઓસ્કર મળશે’ ફિલ્મ ‘રામાયણમ્’માંથી લક્ષ્મણનો દમદાર ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ, ફેન્સ થયા ક્રેઝી
Actor Imran Khan Bombay High Court ‘હું નોકરી શોધી રહ્યો છું’ અભિનેતા ઇમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટના આકરા વેણ, SIR આંદોલનમાં જોડાવા બદલ માફી માંગવા આદેશ
Nora Fatehi Sukesh Chandrashekhar Case ‘કોર્ટને હળવાશથી ન લો’ સુકેશ ચંદ્રશેખર ₹૨૦૦ કરોડ એક્સટોર્શન કેસમાં હાજર ન થતાં નોરા ફતેહીને અદાલતની કડક ફટકાર
Ramayana Advance Booking રિલીઝ પહેલાં જ ‘રામાયણ’ની બોક્સ ઓફિસ પર સુનામી એડવાન્સ બુકિંગમાં ₹૭૫ કરોડ પાર, ‘એનિમલ’ અને ‘KGF 2’ના રેકોર્ડ તોડ્યા
Exit mobile version