પોર્ન ફિલ્મ કેસમાં ફસાયેલા શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રાની મુશ્કેલીમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
કિલ્લા કોર્ટ દ્વારા રાજ કુંદ્રાને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.એટલે કે તેને વધુ 14 દિવસ જેલમાં વિતાવવા પડશે.
આ અગાઉ રાજ કુન્દ્રાને 27 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે રાજ કુંદ્રાને 2 કલાકની પૂછપરછ બાદ પોલીસે 19 જુલાઈએ ધરપકડ કરી હતી.
રાજ કુન્દ્રા પર અશ્લીલ ફિલ્મોનાં નિર્માણ અને મોબાઇલ એપ દ્વારા તેને પ્રકાશિત કરાવાનો આરોપ છે.
