News Continuous Bureau | Mumbai

Rajeev Khandelwal: ટીવીનો સુપરસ્ટાર રાજીવ ખંડેલવાલ હવે બન્યો વકીલ! શું એક્ટરે ગ્લેમરની દુનિયાને હંમેશા માટે કહી દીધું છે અલવિદા?

Rajeev Khandelwal: ‘કહીં તો હોગા’ થી ટીવી ઇન્ડસ્ટ્રીમાં ધૂમ મચાવનાર અભિનેતાએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી નવી શરૂઆત, ચાહકો પૂછી રહ્યા છે - શું હવે ફિલ્મોમાં નહીં દેખાઓ?

Rajeev Khandelwal Starts Career in Law

News Continuous Bureau | Mumbai

 Rajeev Khandelwal:  ટીવી અને ફિલ્મ જગતમાં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર અભિનેતા રાજીવ ખંડેલવાલે પોતાના કરિયરને લઈને એક મોટું અપડેટ શેર કર્યું છે. રાજીવે કોઈ નવી ફિલ્મ કે શો વિશે નહીં, પરંતુ પોતાના જીવનની એક નવી યાત્રા વિશે જાણકારી આપી છે. રાજીવે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે કે તેણે હવે વકાલાત  શરૂ કરી દીધી છે. રાજીવના જણાવ્યા અનુસાર, તેને શરૂઆતથી જ આ ક્ષેત્રમાં ખૂબ જ રસ હતો.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anupamaa Spoiler Alert: અનુજ કપડિયાની એન્ટ્રીથી શોમાં આવશે નવો વળાંક, બિલ્ડરના કાવતરા સામે અનુપમાનો ‘કૃષ્ણ નીતિ’ પ્લાન

રાજીવ ખંડેલવાલની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ

રાજીવે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરતા લખ્યું છે, “અને હવે એક નવી શરૂઆત! કંઈક એવું કરી રહ્યો છું જે હું હંમેશાથી કરવા માંગતો હતો.” આ પોસ્ટમાં તેણે કાયદાકીય ફેરફારનો ઉલ્લેખ કરતા પૂછ્યું કે, “શું તમને ખબર છે કે IPC (ઈન્ડિયન પીનલ કોડ) હવે BNS (ભારતીય ન્યાય સંહિતા) થઈ ગયો છે?” જોકે, રાજીવે એ સ્પષ્ટ કર્યું નથી કે તે એક્ટિંગ સંપૂર્ણપણે છોડી રહ્યો છે કે વકાલાતની સાથે ચાલુ રાખશે.

રાજીવ ખંડેલવાલે મોડલિંગથી  પોતાના કરિયરની શરૂઆત કરી હતી. અભિનય ક્ષેત્રે તેને પહેલો બ્રેક ‘ક્યા હાદસા ક્યા હકીકત’ સિરિયલમાં વિલન તરીકે મળ્યો હતો. પરંતુ તેને સાચી ઓળખ એકતા કપૂરની સુપરહિટ સિરિયલ ‘કહીં તો હોગા’ થી મળી હતી. આ શોમાં તેના ‘સુજલ’ ના પાત્ર અને આમના શરીફ સાથેની તેની કેમેસ્ટ્રીએ દર્શકોના દિલ જીતી લીધા હતા. આજે પણ તે પાત્ર ચાહકોમાં એટલું જ લોકપ્રિય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Hanuman Ansh Box Office ‘હનુમાન અંશ’નું બોક્સ ઓફિસ પર તોફાન યથાવત્! ૪૬મા દિવસે ૩૫૦ કરોડની ક્લબમાં એન્ટ્રી, મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
Drishyam ‘દ્રશ્યમ 3’ નું નામ બદલીને ‘દ્રશ્યમ ધ કન્ક્લૂઝન’ કેમ રાખ્યું? ડિરેક્ટર અભિષેક પાઠકે કર્યો રસપ્રદ ખુલાસો, વિજય સાલગાંવકરની સફરનો આખરી અધ્યાય!
Ajay Devgn Son Yug Impressive Physique 16 વર્ષની ઉંમરે અજય દેવગનના દીકરા યુગે બનાવી શાનદાર બોડી જિમમાં પરસેવો વહાવતો દેખાયો સ્ટારકિડ, વીડિયો વાયરલ!
O Mere Sona Re Sona 60 Years આશા ભોંસલે અને મોહમ્મદ રફીના આ 60 વર્ષ જૂના ગીતનો જાદુ અકબંધ શમ્મી કપૂરના અંદાજ પર આજે Gen Z પણ ઝૂમી રહ્યા છે!
Exit mobile version