Site icon

Rajkummar Rao and Patralekhaa: રાજકુમાર રાવ ના ઘરે થશે નાના મહેમાન નું આગમન, લગ્ન ના આટલા વર્ષ બાદ અભિનેતા ના ઘરે બંધાશે પારણું

Rajkummar Rao and Patralekhaa: બોલિવૂડ ના પાવર કપલ રાજકુમાર રાવ અને પત્રલેખાએ સોશિયલ મીડિયા પર તેમના પ્રથમ બાળકના આગમનની ખુશ ખબર શેર કરી છે..

Rajkummar Rao and Patralekhaa Announce Pregnancy with Heartwarming Post

Rajkummar Rao and Patralekhaa Announce Pregnancy with Heartwarming Post

News Continuous Bureau | Mumbai

Rajkummar Rao and Patralekhaa: બોલિવૂડના જાણીતા અભિનેતા રાજકુમાર રાવ અને તેની પત્ની, અભિનેત્રી પત્રલેખા એ ચાહકો ને એક મોટી સરપ્રાઈઝ આપી છે. આ સ્ટાર કપલે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે કે તેઓ ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. રાજકુમાર રાવે ઇન્સ્ટાગ્રામ  પર એક સંયુક્ત પોસ્ટ  શેર કરી છે, જેમાં બાળકના પારણાંનું પોસ્ટર છે અને તેના પર ‘બેબી ઓન ધ વે’ લખેલું છે. આ પોસ્ટ સાથે રાજકુમારે કેપ્શન માં લખ્યું છે કે તેઓ ખૂબ જ ઉત્સાહિત છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Special Ops 2: 11 જુલાઈ એ રિલીઝ નહીં થાય સ્પેશિયલ ઓપ્સ 2, કે કે મેનન એ વિડીયો શેર કરી જણાવ્યું કારણ

10 વર્ષનો પ્રેમ અને 4 વર્ષનો વૈવાહિક પ્રવાસ

 રાજકુમાર રાવ અને પત્રલેખાનો સંબંધ દસ વર્ષથી પણ વધુ જૂનો છે. લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા પછી, આ કપલે 2021 માં લગ્ન કર્યા હતા. તેમના લગ્ન ચંદીગઢ માં એક ગુપ્ત સમારોહમાં થયા હતા, જેમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારજનો જ હાજર હતા. હવે લગ્નના ચાર વર્ષ પછી, તેઓ તેમના પ્રથમ બાળકને આવકારવા માટે તૈયાર છે, જે તેમના પ્રેમના પ્રવાસમાં એક નવો અધ્યાય ઉમેરશે.


રાજકુમાર રાવ અને પત્રલેખાના ઘરે પારણું બંધાવાની ખુશખબર મળતા જ બોલિવૂડના સેલેબ્સ અને ચાહકો તરફથી શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2: ‘મરાઠા મંદિરમાં ‘ધુરંધર ૨’ નો ક્રેઝ: રણવીર સિંહ માટે DDLJ નો સમય બદલાયો, ૨૯ વર્ષમાં પહેલીવાર સર્જાયો આ સંયોગ
Gaurav Kapur Kritika Kamra Wedding Video: ગૌરવ કપૂર અને કૃતિકા કામરાના લગ્નનો વીડિયો વાયરલ: લાલ જોડામાં સજ્જ દુલ્હનની એન્ટ્રી જોઈ ગૌરવની આંખો છલકાઈ, જુઓ ભાવુક ક્ષણો
Matrubhoomi New Song: સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ના નવા ગીત ‘ચાંદ દેખ લેના’નું ટીઝર રિલીઝ, ચિત્રાંગદા સિંહ સાથે જોવા મળી રોમેન્ટિક કેમેસ્ટ્રી
Orry Viral Video: સેલ્ફી આપો અને સિલિન્ડર લો! ઓરીની નવી ‘ગેમ’માં ફસાયા બોની કપૂર, વાયરલ વીડિયોએ ઇન્ટરનેટ પર મચાવી ધૂમ
Exit mobile version