Site icon News Continuous Bureau | Mumbai

Rajkummar Rao: ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના કેસમાં રાજકુમાર રાવ ની વધી મુશ્કેલી, કોર્ટમાં હાજર ન રહેતા વોરંટ જારી,જાણો સમગ્ર મામલો

Rajkummar Rao: અભિનેતા રાજકુમાર રાવ એ ખોટા સરનામા પર સમન પહોંચતા કોર્ટમાં હાજર ન રહી શક્યા, હવે તેને જામીન મળ્યા છે.

Rajkummar Rao Surrenders in Jalandhar Court Over Religious Sentiment Case Gets Bail

Rajkummar Rao Surrenders in Jalandhar Court Over Religious Sentiment Case Gets Bail

News Continuous Bureau | Mumbai

Rajkummar Rao: બોલીવૂડના પ્રતિભાશાળી અભિનેતા રાજકુમાર રાવ એક જૂના વિવાદમાં ફરીથી ચર્ચામાં છે. 2017માં આવેલી ફિલ્મ ‘બહેન હોગી તેરી’ના પોસ્ટર પર ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો. આ કેસમાં કોર્ટમાં હાજર ન રહેતા જાલંધર કોર્ટ દ્વારા તેના વિરુદ્ધ અરેસ્ટ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. 28 જુલાઈના રોજ રાજકુમાર રાવે જાલંધર કોર્ટમાં પોતાને સરેન્ડર કર્યો અને 30 જુલાઈની સુનાવણીમાં તેને જામીન મળ્યા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Isha Ambani: ઈશા અંબાણીનો રોબર્ટો કાવાલી લુક બન્યો ચર્ચાનો વિષય,કચ્છની પરંપરાગત બાંધણી કળા અને ઇટાલિયન કાઉચરનું જોવા મળ્યું ભવ્ય સંયોજન

શું છે સમગ્ર વિવાદ?

ફિલ્મ ‘બહેન હોગી તેરી’ના પોસ્ટરમાં રાજકુમાર રાવ ભગવાન શિવના રૂપમાં જોવા મળ્યો હતો. તેણે રુદ્રાક્ષની માળા પહેરી હતી અને માથા પર ચાંદ લગાવ્યું હતું. તે બાઈક પર સવાર હતો, જેના નંબર પ્લેટ પર ઉત્તરપ્રદેશ લખેલું હતું. આ પોસ્ટર સામે કેટલાક લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી હતી અને જાલંધર કોર્ટમાં કેસ દાખલ થયો હતો.કોર્ટ દ્વારા મોકલાયેલા સમન રાજકુમાર રાવના જૂના સરનામા (Prem Nagar, Gurgaon) પર પહોંચ્યું હતું, જ્યાં તે હવે નથી રહેતો. હાલ તે મુંબઈના ઓબેરોય સ્પ્રિંગ્સ માં રહે છે. સમન ન મળતા તે કોર્ટમાં હાજર ન રહી શક્યો અને વોરંટ જારી થયું. બાદમાં તેને પોતાને કોર્ટમાં સરેન્ડર કર્યો.


રાજકુમાર રાવના વકીલ એ કોર્ટમાં દલીલ આપી કે તેના ક્લાયન્ટને સમન મળ્યા નહોતા અને જાણ થતાં જ તેઓ કોર્ટમાં હાજર થયા. કોર્ટ એ દલીલ માન્ય રાખી અને રાજકુમાર રાવને જામીન મંજૂર કર્યા. ફિલ્મના ડિરેક્ટર અજય પન્નાલાલ અને પ્રોડ્યુસર ટોની ડિસૂઝા પણ આ કેસમાં સામેલ હતા, જેમને અગાઉ જ જામીન મળી ગયા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Toxic Update। રોકી ભાઈની ૫०० કરોડની ‘ટોક્સિક’માં કેવો હશે નયનતારા અને કિયારા અડવાણીનો રોલ? સુપરસ્ટાર યશે પોતે કર્યો ખુલાસો
Mom 2 Update| નોઈડા ફિલ્મ સિટીનો પ્રથમ ઓફિશિયલ પ્રોજેક્ટ બનશે ‘Mom 2’, બોની કપૂરે શેર કરી અંદરની વિગત
Don 3 Controversy| ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચેનો વિવાદ વકર્યો, ડિરેક્ટરે ફિલ્મ એસોસિએશનમાં કરી સત્તાવાર ફરિયાદ
Bollywood Kissa| જ્યારે કિશોર કુમારે જમીન પર સૂઈને રેકોર્ડ કર્યું ‘શરાબી’ ફિલ્મનું આ આઇકોનિક ગીત! સિંગરની અજીબોગરીબ જીદ પાછળનું રહસ્ય આઉટ
Exit mobile version