Site icon News Continuous Bureau | Mumbai

સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ હોશમાં ક્યારે આવશે- AIIMS તરફથી આવ્યા નવા અપડેટ- જાણો અહીં

News Continuous Bureau | Mumbai

સ્ટેન્ડઅપ કોમેડિયન(Standup comedian) રાજુ શ્રીવાસ્તવ(Raju Shrivastav) ગત 6 દિવસથી દિલ્હી એઇમ્સ(Delhi AIIMS)માં દાખલ છે. કોમેડિયનના સ્વાસ્થ્ય (Health) પર સતત ડોક્ટરોની ટીમ(DOctor team) નજર રાખી રહી છે. તો કોમેડિયનના ફેન્સ પણ રાજુ શ્રીવાસ્તવની તબિયત(Health update)ને લઈને ખૂબ પરેશાન છે. આ વચ્ચે રાજૂ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને જે અપડેટ સામે આવ્યું છે, તેનાથી તેના ફેન્સને ચિંતા વધી શકે છે. એક્ટરની એમઆરઆઈ રિપોર્ટ(MRI report) આવી ગયો છે, જેમાં કોમેડિયનના મગજના ભાગમાં ઈજાના નિશાન જોવા મળ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઇજા મગજમાં ઓક્સીજન ન પહોંચવાને કારણે થઈ છે. 

Join Our WhatsApp Channel

રાજૂ શ્રીવાસ્તવ(Raju Shrivastav)નું લેટેસ્ટ હેલ્થ અપડેટ(latest health update) તેના એમઆરઆઈ રિપોર્ટ સાથે જોડાયેલું છે. શુક્રવારે મોડી સાંજે તેને વેન્ટિલેટર રૂમથી એમઆરઆઈ માટે લાવવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ આવી ગયો છે અને તેમાં એક્ટરના માથાના સૌથી ઉપરના ભાગના બ્રેન પાર્ટમાં ઘણા નિશાન મળ્યા છે. ડોક્ટર આ નિશાનને ઈજા ગણાવી રહ્યાં છે. મગજમાં યોગ્ય રીતે ઓક્સિજનની સપ્લાય ન પહોંચતા આ નિશાન જોવા મળ્યા છે. આ નિશાનને સામાન્ય કરવા માટે ડોક્ટર આગળની સારવાર કરશે. રાજૂ શ્રીવાસ્તવની રિકવરી ખુબ ધીમી થઈ રહી છે. ડોક્ટરો અનુસાર તેને ભાનમાં આવતા આશરે એક-બે સપ્તાહ લાગી જશે. 

આ સમાચાર પણ વાંચો : સોનમ, આલિયા બાદ હવે બોલીવુડની આ અભિનેત્રી બનવા જઈ રહી છે માતા- બેબી બમ્પની તસવીરો કરી શેર- જુઓ ફોટોગ્રાફ

ડોક્ટરો અનુસાર એમઆરઆઈ રિપોર્ટ(MRI Report)માં મગજના એક ભાગમાં જોવા મળી રહ્યું છે કે નિશાન ઈજા થવાને કારણે આવ્યા નથી. આ આશરે ૨૫ મિનિટ સુધી ઓક્સીજનની સપ્લાય રોકાવાને કારણે થયું છે. આ રિપોર્ટ અનુસાર રાજૂ શ્રીવાસ્તવના મગજના નિચલા ભાગને ઓછું નુકસાન થયું છે. આ કારણે તેના શરીરના કેટલાક ભાગમાં હરકત જોવા મળી રહી છે. જેમાં હાથ અને પગ, આંખના પાપણ અને ગળામાં કેટલીક હરકત થઈ રહી છે.

Nana Patekar Indian Army Captain Journey ફિલ્મ કારકિર્દી ટોચ પર હતી ત્યારે યુદ્ધના મેદાનમાં જોડાયા; નાના પાટેકરે મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રી સાથે કર્યું હતું કઠિન કામ
Nana Patekar Passes Away અભિનયનો એક યુગ આથમી ગયો! ગોવાના ઘરમાં નાના પાટેકરને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ ૪૫ મિનિટ સુધી ડોક્ટરો ઝઝૂમ્યા પણ જીવ ન બચી શક્યો
Nana Patekar Controversy Manisha Koirala MeToo ગુસ્સો, પ્રેમ અને મોટા વિવાદો! નાના પાટેકરની લાઈફ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી; જાણો અભિનેતાના જીવનના વણઉકેલાયેલા વિવાદો
Nana Patekar Films “અભિનયનો સિંહ કાયમ માટે પોઢી ગયો!” ૧૦૦+ ફિલ્મો અને ૩ નેશનલ એવોર્ડ્સ વિજેતા નાના પાટેકર અલવિદા જાણો રંગમંચથી સિલ્વર સ્ક્રીન સુધીની સુવર્ણ સફર
Exit mobile version