Site icon News Continuous Bureau | Mumbai

કોમેડી ના બેતાજ બાદશાહ ગણાતા રાજુ શ્રીવાસ્તવે 50 રૂપિયાથી શરૂ કર્યું હતું કરિયર-હવે પોતાના પરિવાર માટે છોડી ગયા આટલી સંપત્તિ-જાણો અભિનેતા ની નેટવર્થ વિશે 

 News Continuous Bureau | Mumbai

કોમેડીના બેતાજ બાદશાહ(Comedy King) રાજુ શ્રીવાસ્તવ(Raju Srivastava) નું ગઈકાલે નિધન થયું છે. ગજોધર ભૈયાના(Gajodhar Bhaiya) નામથી જાણીતા કોમેડિયનના(Comedian) નિધનના સમાચાર સામે આવ્યા બાદથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. દરેક લોકો કોમેડિયનને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટે હાર્ટ એટેક(Heart attack) આવ્યા બાદ દિલ્હી ની એમ્સમાં(Delhi's AIIMS) દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ તેઓ છેલ્લી ઘડી સુધી વેન્ટિલેટર પર હતા. 58 વર્ષની વયે રાજુ શ્રીવાસ્તવે અંતિમ શ્વાસ લીધા હતા. રાજુ લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા અને કરોડોની સંપત્તિનો માલિક હતા. તો ચાલો તમને તેની નેટવર્થ વિશે જણાવીએ..

Join Our WhatsApp Channel

25 ડિસેમ્બર 1963ના રોજ એક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા રાજુ શ્રીવાસ્તવે પોતાની કારકિર્દીની શરૂઆત(Career start) સ્ટેજ શોથી કરી હતી. આ પછી તે ટીવી અને મોટા પડદા પર પણ જોવા મળ્યો. પરંતુ તેને ઓળખ તેના ગજોધર ભૈયાના પાત્રથી મળી. તે પોતાના સ્ટેટ શો માટે વિદેશ પણ જતો હતો. શરૂઆતના દિવસોમાં રાજુ શ્રીવાસ્તવને એક સ્ટેજ શો માટે 50 રૂપિયા મળતા હતા. તે જ સમયે, સફળતા મળ્યા પછી, તેણે એક શો માટે 5 થી 10 લાખ રૂપિયા લેવાનું શરૂ કર્યું.નાનપણથી જ રાજુને મિમિક્રી કરવાનો શોખ હતો, તેથી તે પોતાના સપના પૂરા કરવા મુંબઈ આવ્યો. પરંતુ શરૂઆતના દિવસોમાં તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો અને તે રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તે જ સમયે, થોડા સમય પછી તેને કામ મળવા લાગ્યું અને તેણે પોતાની કોમેડીથી લોકોને હસાવવાનું શરૂ કર્યું. તેણે 1993માં શિખા શ્રીવાસ્તવ(Shikha Srivastava) સાથે લગ્ન કર્યા હતા. બંનેને એક પુત્રી અને એક પુત્ર છે. કોમેડિયને 'મૈંને પ્યાર કિયા',(Maine Pyaar Kiya',) 'બાઝીગર',(Bazigar) 'બોમ્બે ટુ ગોવા'(Bombay to Goa), 'બિગ બ્રધર'(Big brother), 'મૈં પ્રેમ કી દીવાની હૂં' જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે.

 આ સમાચાર પણ વાંચો:  બેડરૂમમાં છરી સાથે પરવીન બાબીને બેઠેલી જોઈને મહેશ ભટ્ટ ના થઇ ગયા હતા રુવાડા ઉભા -નિર્દેશકે જણાવ્યો તે રૂમ નો ભયાનક નજારો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાજુ શ્રીવાસ્તવ પાસે ઈનોવા, BMW જેવા મોંઘા વાહનો(Luxury Cars) છે. સાથે જ તેની પાસે કાનપુરમાં(Kanpur) એક આલીશાન ઘર પણ છે. આ સિવાય તે પોતાના સ્ટેજ શો માટે 5 થી 10 લાખ રૂપિયા લેતો હતો અને તે જાહેરાતોમાંથી પણ ઘણી કમાણી કરતો હતો. રાજુ લગભગ 15 થી 20 કરોડની સંપત્તિનો માલિક હતો, જે હવે તેણે તેના પરિવાર માટે છોડી દીધો છે.

 

Mirzapur The Movie Advance Booking ‘મિર્ઝાપુર ધ મૂવી’ ની એડવાન્સ બુકિંગમાં તબાહી, વેચાઈ ગઈ 1 લાખથી વધુ ટિકિટ્સ, જાણો શાનદાર કલેક્શન
Hanuman Ansh Worldwide Release હવે દુનિયાભરમાં ચમત્કાર કરશે ‘હનુમાન અંશ’, જાણો કયા દિવસે થશે વર્લ્ડવાઇડ રિલીઝ
Kalki 2 Production Update બાહુબલી પછી હવે ‘કલ્કિ 2’નો જાદુ ચાલશે મેકર્સે કરી મોટી તૈયારી, ફિલ્મને લઈને સામે આવ્યું મોટું અપડેટ
Gaurang Vyas Passes Away અદભુત સૂરયાત્રા અટકી દિગ્ગજ સંગીતકાર ગૌરાંગ વ્યાસનું 87 વર્ષની વયે નિધન, 500થી વધુ રચનાઓ અમર છોડી ગયા
Exit mobile version