Site icon

ધીરે ધીરે સાજા થઈ રહ્યા છે રાજુ શ્રીવાસ્તવ-જાણો કોમેડિયનના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા અપડેટ વિશે

News Continuous Bureau | Mumbai

પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ(Raju Shrivastav health update) છેલ્લા ઘણા દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. 10 ઓગસ્ટના રોજ વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક આવ્યો ત્યારથી તે હોસ્પિટલમાં (Hospital)બેભાન છે. તેમની સારવાર દિલ્હીની)Delhi) AIIMSમાં ચાલી રહી છે. 15 દિવસથી પોતાના જીવન માટે સંઘર્ષ કરી રહેલા રાજુ હજુ પણ વેન્ટિલેટર પર છે. આવી સ્થિતિમાં, તેના ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવા માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે. આ અપડેટમાં જાણો કોમેડિયનના સ્વાસ્થ્ય સાથે જોડાયેલા દરેક નાના-મોટા સમાચાર

Join Our WhatsApp Community

થોડા દિવસ પહેલા, કોમેડિયનના સ્વાસ્થ્યને (comedian health)લગતી માહિતી સામે આવી હતી કે તેમને ટૂંક સમયમાં વેન્ટિલેટરથી દૂર કરવામાં આવશે. જો કે, બાદમાં રાજુ શ્રીવાસ્તવના ભાઈએ પ્રતિક્રિયા આપી અને તે અહેવાલોને માત્ર અફવા(fake news) ગણાવીને ફગાવી દીધા હતા.રાજુ શ્રીવાસ્તવના મેનેજરે વધુમાં જણાવ્યું હતું કે એમ્સના ડોકટરો પણ તેમની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. જો કે, તે હજુ પણ વેન્ટિલેટર પર છે અને તેને હોશ આવ્યો નથી.

આ સમાચાર પણ વાંચો : સાવધાન-કોરોના હજુ ગયો નથી-બોલિવૂડના આ મેગા સ્ટાર બીજી વાર થયા કોવીડ પોઝિટિવ -ટ્વીટ કરીને આપી માહિતી

રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્યને લઈને તેમનો પરિવાર અને તેમના નજીકના લોકો સતત ફેન્સ સાથે અપડેટ્સ(update) શેર કરી રહ્યા છે. દરમિયાન, હવે કોમેડિયનના મેનેજરે રાજુની તબિયત વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કોમેડિયનની હાલત હજુ પણ સ્થિર છે અને તે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે.

Anupamaa Twist: અનુપમા’ સીરિયલમાં મોટો ખુલાસો, ગૌતમ ના ખરાબ ઈરાદાઓ સામે લાવશે અનુપમા
Bigg Boss 19: બિગ બોસ 19 ના મંચ પર પહોંચી દે દે પ્યાર દે 2 ની કાસ્ટ, શો માં લાવશે મસ્તી અને ટાસ્ક
The Bengal Files OTT release: થિયેટર બાદ હવે ઓટિટિ પર રિલીઝ માટે તૈયાર છે ધ બંગાલ ફાઇલ્સ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ
KSBKBT 2 Spoiler: ‘કયુંકી સાસ ભી કભી બહુ થી 2’માં આવશે મોટો ટ્વીસ્ટ, શું ખરેખર મિહિર ની સામે ખુલશે રણવિજય ની પોલ?
Exit mobile version