Site icon News Continuous Bureau | Mumbai

Tarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ બન્યા કારણ? ૧૨ વર્ષની લાંબી રાહ બાદ જમીલ જમાલી ‘તારક મહેતા’ શોનો બન્યા હતા હિસ્સો, જાણો અજાણ્યો કિસ્સો!

Tarak Mehta Ka Ooltah Chashmah: ૨૦૦૮માં જ ઓફર થયું હતું મહેતા સાહેબના બોસનું પાત્ર; ૧૨ વર્ષ બાદ ૨૦૨૦માં રાકેશ બેદીની થઈ એન્ટ્રી, ‘ધુરંધર 2’ ના ક્લાઈમેક્સ બાદ એક્ટર ફરી છવાયા

Rakesh Bedi’s 12-Year Wait: How ‘Jameel Jamali’ of Dhurandhar 2 Finally Became Tarak Mehta’s Boss

Rakesh Bedi’s 12-Year Wait: How ‘Jameel Jamali’ of Dhurandhar 2 Finally Became Tarak Mehta’s Boss

News Continuous Bureau | Mumbai

Tarak Mehta Ka Ooltah Chashmah: રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ અત્યારે બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી રહી છે. આ ફિલ્મમાં પોલિટિશિયન ‘જમીલ જમાલી’ ની ભૂમિકા ભજવનાર અભિનેતા રાકેશ બેદીના પાત્રએ ક્લાઈમેક્સમાં આખી વાર્તા બદલી નાખી છે. રાકેશ બેદી છેલ્લા ૪૭ વર્ષથી ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય છે, પરંતુ તેમને સૌથી વધુ લોકપ્રિયતા ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં તારક મહેતાના બોસ તરીકે મળી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Dhurandhar 2 Success:હમઝા અને અસલમની અનોખી જુગલબંદી! ‘ધુરંધર 2’ ની સફળતાના જશ્નમાં રણવીર-સંજયે લગાવી સ્ટેજ પર આગ, જુઓ અનસીન મસ્તી

૨૦૦૮માં જ મળી હતી ઓફર

રાકેશ બેદીએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે જ્યારે ૨૦૦૮માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો શરૂ થઈ રહ્યો હતો, ત્યારે જ તેમને તારક મહેતાના બોસનું પાત્ર ઓફર કરવામાં આવ્યું હતું. આ પાત્ર મૂળ પુસ્તક ‘દુનિયા ને ઊંધા ચશ્મા’ માં પણ ખૂબ મહત્વનું છે. જોકે, તે સમયે વાત આગળ વધી શકી નહોતી.


રાકેશ બેદીના જણાવ્યા મુજબ, ૨૦૦૮માં મેકર્સ સાથે વાતચીત થયા છતાં તેમની એન્ટ્રી થઈ નહોતી કારણ કે:તે સમયે શોની શરૂઆત હતી અને વાર્તાનું સંપૂર્ણ ફોકસ ‘જેઠાલાલ’ ના પાત્ર અને ગડા પરિવાર પર હતું. મેકર્સ તે સમયે ઓફિસના વાતાવરણ કરતા ગોકુલધામ સોસાયટીની પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપી રહ્યા હતા.અંતે ૧૨ વર્ષ પછી ઓગસ્ટ ૨૦૨૦માં રાકેશ બેદીની આ શોમાં એન્ટ્રી થઈ. હવે તેઓ મહેતા સાહેબના બોસ તરીકે વારંવાર શોમાં જોવા મળે છે અને દર્શકોને ખૂબ હસાવે છે. રાકેશ બેદીએ ૧૯૭૯માં ફિલ્મ ‘હમારે તુમ્હારે’ થી કરિયરની શરૂઆત કરી હતી અને આજે ‘ધુરંધર 2’ ની સફળતા બાદ તેઓ ફરી એકવાર લાઈમલાઈટમાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Allu Arjun Raka Movie Villain અલ્લુ અર્જુનની ‘રાકા’ ફિલ્મમાં ધમાકો આ ખુંખાર હોલીવુડ એક્ટર બની શકે છે ફિલ્મનો મેઈન વિલન!
Salman Khan vs Prabhas Clash Eid 2027 શું ઈદ ૨૦૨૭ પર નહીં થાય સલમાન ખાન અને પ્રભાસ વચ્ચે ટક્કર? શું ટળશે ફિલ્મ ‘સ્પિરિટ’ ની રિલીઝ ડેટ?
Bollywood Actresses from Army Families દેશસેવા સાથે ગ્લેમરનું કનેક્શન આ જાણીતી અભિનેત્રીઓનો છે મજબૂત આર્મી બેકગ્રાઉન્ડ, જાણો કોણકોણ છે લિસ્ટમાં?
Govinda Sunita Ahuja Divorce Rumors શું ગોવિંદા સાથેના છૂટાછેડાની ચર્ચાઓ સાચી છે? પત્ની સુનિતા આહુજા પુત્ર સાથે પહોંચી ફેમિલી કોર્ટ
Exit mobile version