Site icon

હે માં માતાજી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ને મળી નવી દયાભાભી-આ અભિનેત્રી કરી શકે છે દિશા વાકાણી ને રિપ્લેસ

News Continuous Bureau | Mumbai 

સૌથી લોકપ્રિય ટીવી શોમાંથી એક 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC)છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. જો કે આ શો કોઈને કોઈ કારણોસર ચર્ચામાં રહે છે, પરંતુ છેલ્લા ચાર વર્ષથી શોના એક પાત્ર વિશે સતત ચર્ચા થઈ રહી છે અને તે પાત્ર છે 'દયાબેન'(Dayaben)દયાબેન બનીને સૌના દિલ જીતી લેનાર દિશા વકાણી (Disha Vakani)એ  વર્ષો પહેલા શોને અલવિદા કહી દીધું હતું, ત્યાર બાદ દર્શકો આજ સુધી તેમની વાપસીની રાહ જોઈ રહ્યા છે. વચ્ચે ઘણી અભિનેત્રીઓના નામ પણ સામે આવ્યા, પરંતુ દયાબેન શોમાં પાછા ફર્યા નહીં. પરંતુ હવે દર્શકોના સૌથી પ્રિય પાત્રોમાંનું એક 'દયાબેન' ચાર વર્ષ પછી શોમાં જોવા મળશે. જોકે, દયાબેનના પાત્ર(new Dayaben) માટે એક નવું નામ સામે આવી રહ્યું છે. 

Join Our WhatsApp Community

જો સૂત્રોનું માનીએ તો, 90ના દાયકાની હિટ સિરિયલ 'હમ પાંચ' (Hum Paanch)માં તેના આઇકોનિક પાત્ર સ્વીટી માથુર થી  લોકપ્રિય બનેલી અભિનેત્રી રાખી વિજનને (Rakhi Vijan)દયાબેનની ભૂમિકા માટે લેવામાં આવી છે. નિર્માતા અસિત કુમાર મોદીએ તાજેતરમાં મીડિયાને માહિતી આપી હતી કે દયાબેન નું  પાત્ર વાર્તામાં પાછું આવશે, પરંતુ 'દયાબેન'નું પાત્ર ભજવતી દિશા વાકાણી(Disha vakani come back) પરત ફરવાની પુષ્ટિ થઇ શકી નથી. હવે દરમિયાન, એક સૂત્ર કહે છે કે 'રાખી વિજનને દયાબેનની ભૂમિકા ભજવવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. રાખી સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. તેની કોમિક ટાઈમિંગ (comic timing)સારી છે.

આ સમાચાર પણ વાંચો : સલમાન ખાન સહિત આ બોલિવૂડ સ્ટાર્સ છે ગંભીર બીમારીથી પીડિત- એકને તો બોલવામાં પણ થાય છે તકલીફ-જાણો કોણ છે તે હસ્તી

રાખી વિશે વાત કરીએ તો રાખી એક પ્રતિભાશાળી અભિનેત્રી છે. તેણી તેના જબરદસ્ત કોમિક ટાઇમિંગ માટે જાણીતી છે. રાખીએ અગાઉ દેખ ભાઈ દેખ, બનેગી અપની બાત, નાગિન 4 જેવા શો કર્યા છે. આ સિવાય રાખી બોલીવુડ ફિલ્મ(bollywood film Golmaal returns) ગોલમાલ રિટર્ન્સ માં જોવા મળી ચુકી છે. અભિનેત્રી બિગ બોસ 2 માં પણ જોવા મળી છે.

Aamir Khan: આમિર ખાનની ઝોળીમાં વધુ એક સન્માન, આ એવોર્ડ મેળવનાર પહેલો અભિનેતા બનશે
Dharmendra Health : ધર્મેન્દ્રની તબિયત સુધરી, હેમા માલિનીએ કહ્યું- હવે બધું ઠીક છે.
Tu Meri Main Tera Main Tera Tu Meri to Release: થિયેટરો માં ધૂમ મચાવવા આવી રહી છે કાર્તિક અને અનન્યા ની જોડી, ફિલ્મ ‘તું મેરી મેં તેરા મેં તેરા તું મેરી’ ની રિલીઝ ડેટ થઇ જાહેર
Ikkis: ઈક્કીસ ની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, જાણો ક્યારે જોઈ શકશો અગસ્ત્ય નંદા ની ફિલ્મ
Exit mobile version