News Continuous Bureau | Mumbai
Rakhi sawant: બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત ફરી એકવાર પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. રાખી ફરી એકવાર આદિલ ખાન દુર્રાનીને લઈને ચર્ચામાં છે. હાલમાં જ આદિલ સાથેના વિવાદ વચ્ચે રાખી મક્કા મદીના ગઈ હતી. રાખી ઉમરાહ બાદ મુંબઈ પરત ફરી છે. આવી સ્થિતિમાં તે એરપોર્ટ પર પાપારાઝીઓથી ઘેરાઈ ગઈ હતી. આ દરમિયાન જ્યારે પાપારાઝીએ તેને રાખી બોલાવવાનું શરૂ કર્યું તો તેણે સ્પષ્ટ કહ્યું કે તેને રાખી નહીં પણ ‘ફાતિમા’ કહો. હવે હું ‘ફાતિમા’ છું. આ પછી, અચાનક મીડિયાએ તેને હિંદુ ધર્મને લઈને આવો સવાલ પૂછ્યો, જેનો જવાબ આપવા માટે રાખી થોડી ક્ષણો માટે વિચારતી રહી ગઈ. આ દરમિયાન તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
રાખી સાવંતે હિન્દૂ માંથી ઇસ્લામ ધર્મ કબુલવા પર આપ્યો આ જવાબ
રાખી સાવંતને જોઈને પાપારાઝીએ કહ્યું, ‘તમે આટલા દિવસોથી ભારતમાં નહોતા, તમારી પીઠ પાછળ 200 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ કરવામાં આવી રહ્યો છે.’ આનો જવાબ આપતાં રાખીએ કહ્યું કે, ‘હું હમણાં જ ઉમરાહથી પાછી આવી છું, પવિત્ર ભૂમિ પર ગઈ હતી, મને ખબર નથી કે કોણ શું કરી રહ્યું છે, શું નાટક રચવામાં આવી રહ્યું છે, તમે કોની વાત કરો છો.’આ પછી, રાખીના ઇસ્લામ અપનાવવા અંગે, પાપારાઝીએ પૂછ્યું, ‘હિંદુ ધર્મમાં શું ખોટું હતું, કે ઇસ્લામ પકડી લીધું?’ આનો જવાબ આપતાં રાખીએ કહ્યું, ‘હિંદુ ધર્મમાં કંઈ ખોટું નથી. મારા લગ્ન મુસ્લિમ ધર્મમાં થયા છે અને છેલ્લા એક વર્ષથી આદિલ સાથે મારા લગ્ન થયા છે. જ્યારે તમે લગ્ન કરી લો અને ઇસ્લામ કબૂલ કરો ત્યારે તમારે આ બધું કરવું પડશે. હું નસીબદાર છું કે મને મક્કા અને મદીનાથી બોલાવો આવ્યો.
યુઝર્સે રાખી સાવંત ને ગણાવી ક્રિશ્ચિયન
રાખી સાવંતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઘણા યુઝર્સ આ પર કોમેન્ટ કરીને રાખીને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘તે ક્યારેય હિંદુ નહોતી, તે પહેલાથી જ ખ્રિસ્તી હતી.’ અન્ય યુઝરે લખ્યું, ‘જ્યારે તેણીએ લગ્ન કર્યા ત્યારે તે મુસ્લિમ બની હતી, હવે જો તે છૂટાછેડા લેશે તો તે ખ્રિસ્તી બની જશે…તમે હિન્દુ નથી.’ આવા બીજા ઘણા યુઝર્સ રાખી પર કોમેન્ટ કરી રહ્યા છે અને તેને ક્રિશ્ચિયન ગણાવી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Jawan: ફિલ્મ જવાન નું પહેલા જ દિવસે થયું અધધ આટલું એડવાન્સ બુકીંગ, ટિકિટ ના ભાવ જાણીને ઘૂમી જશે માથું