Site icon

rakhi sawant: રાખી સાવંત ની મુશ્કેલી વધી, આદિલ બાદ હવે ડ્રામા ક્વીન ની બેસ્ટ ફ્રેન્ડ એ ખોલી પોલ ! અભિનેત્રી વિરુદ્ધ કરી આ કાર્યવાહી

રાખી સાવંતના પતિ આદિલ દુરાનીએ જેલમાંથી બહાર આવતાની સાથે જ અનેક ગંભીર આરોપો લગાવ્યા હતા. આના બે દિવસ બાદ રાખીની બેસ્ટ ફ્રેન્ડે પણ તેની સામે એફઆઈઆર નોંધાવી છે. આવી સ્થિતિમાં રાખી સાવંતની મુશ્કેલીઓ વધી રહી છે.

rakhi sawant best friend rajshree files fir against rakhi

rakhi sawant: રાખી સાવંત ની મુશ્કેલી વધી, આદિલ બાદ હવે ડ્રામા ક્વીન ની બેસ્ટ ફ્રેન્ડ એ ખોલી પોલ ! અભિનેત્રી વિરુદ્ધ કરી આ કાર્યવાહી

News Continuous Bureau | Mumbai

રાખી સાવંત તેના બોલ્ડ અને બિન્દાસ સ્ટાઈલ માટે જાણીતી છે. રાખી કંઈ પણ કરતા પહેલા બહુ વિચારતી નથી. આ દિવસોમાં રાખી સાવંત ફરી એકવાર તેના પતિને લઈને ચર્ચામાં આવી છે. અચાનક લગ્નના સમાચાર, પછી મારપીટનો મામલો અને તે પછી પતિ જેલ પહોંચ્યો તેવા સમાચાર સામે આવ્યા. હવે રાખીનો પતિ આદિલ દુરાની જેલમાંથી છૂટી ગયો છે અને બહાર આવતાની સાથે જ તેણે રાખી સાવંત પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા છે. આ આરોપો વચ્ચે રાખી સાવંતની બેસ્ટ ફ્રેન્ડ રાજશ્રી પણ તેની સામે આવી છે અને તેણે રાખી સામે મોટું એક્શન લીધું છે.તેની બેસ્ટ ફ્રેન્ડ રાજશ્રી એ તેની સામે એફઆઈઆર નોંધાવી છે.

Join Our WhatsApp Community

 

રાજશ્રી એ રાખી ની ખોલી પોલ  

રાખી સાવંતની બેસ્ટ ફ્રેન્ડ માનવામાં આવતી રાજશ્રી મોરેએ ​​એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જ્યાં તેણે એક્ટ્રેસ વિશે ઘણા મોટા નિવેદન આપ્યા હતા. રાજશ્રીએ મીડિયા સામે કહ્યું, “રાખી મને કોઈ પણ રીતે આર્થિક મદદ નથી કરતી. તેના બદલે હું તેની મદદ કરું છું, મેં રાખીની ખૂબ મદદ કરી છે, કારનું પેટ્રોલ, ડ્રાઈવર, ટિફિન, ડિનર, મારી કાર. મારા કપડાં. મારા પગરખાં અને ચપ્પલ પણ.” તેણે આગળ કહ્યું, “જો હું એક સરસ પર્સ લઈને બહાર જાઉં અને રાખી મેડમ તેને જુએ તો તે મારી પાસેથી મારું પર્સ લઈ લે છે. હવે મને લાગે છે કે રાખી સાવંતને મારી કિડની સિવાય બધું જ મળી ગયું છે.” રાજશ્રી એ રાખી પર ઘણા વધુ આરોપો લગાવ્યા.

રાજશ્રી નું નિવેદન સાંભળી રાખી થઇ ગઈ દુઃખી 

FIR વિશે વાત કરતા રાખી એ પાપારાઝી ને કહ્યું, ‘હું તને હંમેશા પ્રેમ કરીશ રાજશ્રી. આ સાંભળીને મને આઘાત લાગ્યો છે. મારા સૌથી ખરાબ સમયમાં તે મારી સાથે રહી. તેના ખરાબ સમયમાં પણ હું તેની સાથે ઉભી રહી. તે હંમેશા મારી મિત્ર રહેશે. હું આશ્ચર્યચકીત થઇ ગઈ મને ખબર નથી કે મારા જીવનમાં શું ખોટું થઈ રહ્યું છે.આ વિશે વાત કરતાં રાજશ્રીએ દાવો કર્યો હતો કે રાખીએ જેલમાંથી છૂટતાં જ તેના પતિ આદિલ દુરાનીને ધમકી આપી હતી. ઉપરાંત, રાજશ્રીએ કહ્યું કે તેની પાસે ઘણું બધું કહેવાનું છે, જે તે મીડિયા સાથે શેર કરશે. હાલમાં રાજશ્રીનું કહેવું છે કે તેણે ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને FIR નોંધાવી છે.

આ સમાચાર પણ વાંચો : rakhi sawant: રાખી સાવંતે આદિલ ખાનના આરોપોનો આપ્યો સણસણતો જવાબ, આદિલ ના મુસ્લિમ હોવા ને લઇ ને કહી આ વાત

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version