Site icon

રાખી સાવંતે કંગના રનૌતને આપી ચેલેન્જ, તેના શો ‘લોકઅપ’ ને લઈ ને કહી આ વાત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 15 ફેબ્રુઆરી 2022

Join Our WhatsApp Community

મંગળવાર 

બોલિવૂડ એક્ટ્રેસ કંગના પંગા ક્વીનના નામથી  તો જ જાણીતી છે જ , જ્યારે બિન્દાસ રાખી સાવંત પણ કોઈથી ઓછી નથી. હવે રાખીએ કંગનાના એક નિવેદન પર સીધો નિશાનો સાધ્યો છે અને તેને એક વર્ષ સુધી લોકઅપ શો ચલાવવાનો પડકાર ફેંક્યો છે.કંગના રનૌત હાલમાં એકતા કપૂરના નવા શો 'લોકઅપ'ને લઈને ચર્ચામાં છે અને તાજેતરમાં જ કંગનાએ શોના લોન્ચિંગ સમયે કહ્યું હતું કે, આ તમારા ભાઈનું ઘર નથી. અહેવાલ મુજબ, કંગનાએ આ કટાક્ષ સલમાનના શો બિગ બોસ માટે કર્યો હતો. હવે આ અંગે રાખી સાવંતે કંગનાને જવાબ આપ્યો છે.

'લોકઅપ'ના લોન્ચિંગ દરમિયાન કંગના રનૌતે કહ્યું હતું કે, 'આ તમારા ભાઈનું ઘર નથી, આ મારી જેલ છે. મારી પાસે દરેક સ્પર્ધકની ફાઈલો અને સત્ય હશે.તેના નિવેદન નો ઈશારો કથિત રીતે  સલમાન ખાનના શો બિગ બોસ પર હતો. હાલમાં જ રાખી પણ બિગ બોસ 15ની સ્પર્ધક રહી ચુકી છે.રાખી એક ઈવેન્ટમાં પહોંચી હતી, જ્યાં તેણે કંગનાની વાત 'આ તારા ભાઈનું ઘર નથી' પર પ્રતિક્રિયા આપતા કહ્યું, 'મને બહુ ખરાબ લાગ્યું જ્યારે કંગનાએ કહ્યું કે આ તારા ભાઈનું ઘર નથી, તો સાંભળ બહેન. ભાઈ આ શો આટલા લાંબા સમય સુધી ચલાવી રહ્યો છે., જો તમારામાં હિંમત હોય, તો તેને એક વર્ષ ચલાવીને બતાવો. રાખીએ કહ્યું કે 15 વર્ષથી ભાઈ શો ચલાવી રહ્યો છે, ભાઈ માં બહુ દમ છે, પરંતુ બહેન માં દમ નથી.

શ્વેતા બચ્ચન ને તેની ભાભી ઐશ્વર્યા રાય ની આ આદત બિલકુલ નથી પસંદ, અભિનેત્રી વિશે કર્યા આવા ખુલાસા; જાણો વિગત

આ સિવાય રાખી સાવંતે આગળ કહ્યું કે, હું બહેનને એટલું જ કહેવા માંગુ છું કે બહેન તમારી જીભ પર કાબુ રાખો, તમે અમારા બોલિવૂડને ખુબ ગાળો આપી હતી , તમે પાછા આવી ગયા? તેથી જ હું કહું છું કે બોલિવૂડ ને ગાળો ના આપો . અંતે તો બોલિવૂડની જ જરૂર પડશે. સાથે જ રાખીએ કહ્યું કે પાણીમાં રહીને મગરથી દુશ્મની  ન કરવી જોઈએ.જ્યારે તેને 'લોકઅપ' શોમાં આવવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે જો મને બોલાવવામાં આવશે તો હું ચોક્કસ આ શોમાં આવીશ, પરંતુ હું કંગના માટે નહીં પણ આ શો એકતા કપૂરનો છે, કારણ કે હું એકતા.કપૂરની ફેન છું . અને તે મારી આદર્શ છે.

Dhurandhar: ‘ધુરંધર’ની સફળતાનું રહસ્ય: માત્ર ૨૨ વર્ષના આ યુવાને એડિટ કર્યા ટ્રેલર-ટીઝર, અભિનેત્રી યામી ગૌતમ સાથે છે ખાસ કનેક્શન!
Abhishek Bachchan: એક્ટિંગ ઉપરાંત કરોડોની કમાણી: અભિષેક બચ્ચનનું સ્પોર્ટ્સ અને રિયલ એસ્ટેટનું બિઝનેસ એમ્પાયર જાણીને ચોંકી જશો!
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા’ શો બંધ થવાના સમાચારો પર મેકર્સે અંતે આપી દીધું નિવેદન, જાણો શું છે હકીકત!
Dhurandhar : સંજય દત્તની ફૅન હોવા છતાં લીગલ એક્શનની તૈયારી: ‘ધુરંધર’માં ચૌધરી અસલમનું ચિત્રણ વિવાદમાં
Exit mobile version