Site icon

છૂટાછેડા મળવાની ખુશી માં રાખી સાવંતે દુલહન બની ને કર્યો જોરદાર ડાન્સ, ઢોલ ના તાલ પર લગાવ્યા ઠુમકા, જુઓ વિડિયો

આખરે રાખી તેના પતિ આદિલ ખાન દુર્રાની સાથે છૂટાછેડા લેવાની છે. આ ખુશીમાં તેણે બ્રાઈડલ લુકમાં ઢોલ પર જોરદાર ડાન્સ કર્યો હતો. તેને જોઈને જ્યાં ચાહકો તેને સપોર્ટ કરી રહ્યા છે ત્યાં ઘણા લોકોએ તેને ટ્રોલ પણ કરી છે.

rakhi sawant divorce adil khan durrani dance breakup party in bridal wear

છૂટાછેડા મળવાની ખુશી માં રાખી સાવંતે દુલહન બની ને કર્યો જોરદાર ડાન્સ, ઢોલ ના તાલ પર લગાવ્યા ઠુમકા, જુઓ વિડિયો

News Continuous Bureau | Mumbai

બોલિવૂડની ‘ડ્રામા ક્વીન’ રાખી સાવંત એક યા બીજા કારણોસર ચર્ચામાં રહે છે. થોડા મહિના પહેલા તેણે તેના પતિ આદિલ ખાનને ઘરેલુ હિંસા જેવા અનેક ગંભીર આરોપ લગાવીને જેલની અંદર ધકેલી દીધો હતો. હવે રાખીએ એક વીડિયોમાં ખુલાસો કર્યો છે કે તે આદિલથી જલ્દી છૂટાછેડા લેવા જઈ રહી છે આ વીડિયોમાં તે બ્રાઈડલ લુકમાં જોવા મળી હતી. તે અહીં જ ન અટકી, રાખીએ ઢોલ પર ખૂબ ડાન્સ પણ કર્યો. આ જોઈને તેના ફેન્સ ખુશ દેખાઈ રહ્યા હતા પરંતુ ઘણા લોકોએ તેને ટ્રોલ કરી હતી.

Join Our WhatsApp Community

 

રાખી સાવંત નો વિડીયો થયો વાયરલ 

રાખી સાવંતે આ વીડિયોમાં કહ્યું કે તેણે ‘બ્રેક અપ પાર્ટી’નું આયોજન કર્યું છે. તે જ સમયે, તે ઢોલના તાલે ખુશીથી નાચતી જોવા મળી હતી. લાલ લહેંગા અને ટ્રેડિશનલ જ્વેલરીમાં રાખી ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેત્રીએ પાપારાઝીને તેના છૂટાછેડા વિશે જણાવ્યું અને કહ્યું, ‘આખરે હું છૂટાછેડા લઈ રહી છું, આ મારી બ્રેકઅપ પાર્ટી છે. લોકો દુખી છે પણ હું ખૂબ ખુશ છું’.રાખીએ થોડા સમય પહેલા મૈસુર જેલમાં બંધ તેના પતિ આદિલ પર ચોંકાવનારા આરોપ લગાવ્યા હતા. તેણે દાવો કર્યો હતો કે આદિલ તેની હત્યા કરવાની યોજના ઘડી રહ્યો હતો. આટલું જ નહીં, રાખીનું કહેવું છે કે આદિલે તેની હત્યાની તમામ વ્યવસ્થા જેલની અંદરથી જ કરી લીધી છે.

રાખી સાવંતે કર્યા હતા આદિલ ખાન દુર્રાની સાથે લગ્ન 

રાખી સાવંત અને આદિલ દુર્રાનીએ 2022માં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. તે જાન્યુઆરી 2023 માં બહાર આવ્યું હતું. લગ્ન પહેલા રાખી સાવંતે ઈસ્લામ ધર્મ અંગીકાર કર્યો અને પોતાનું નામ બદલીને ફાતિમા રાખ્યું. આ પછી દંપતી વચ્ચે ઝઘડો શરૂ થયો. રાખીએ કહ્યું કે તેના પતિ આદિલે તેની સાથે છેતરપિંડી કરી છે. ઘરેલું હિંસા અને બળાત્કારના કેસમાં આદિલની ધરપકડ કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો: હંસલ મહેતાની ‘સ્કેમ 2003’ની જાહેર થઇ રિલીઝ ડેટ, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો સિરીઝ

The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Anupama: ‘અનુપમા’માં રાહી અને પ્રેમ નો શરૂ થશે રોમેન્ટિક ટ્રેક તો બીજી તરફ રાજા અને પરી વચ્ચે વધશે તણાવ
Exit mobile version