Site icon News Continuous Bureau | Mumbai

BB OTTમાં પ્રવેશ કરવા માટે રાખી સાવંત, સ્પાઇડરમૅનનો કૉસ્ચ્યુમ પહેરીને સેટ પર જોવા મળી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 17 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

ડ્રામા ક્વીન રાખી સાવંત મનોરંજન રાણી છે. તે લોકોનું ગમે ત્યાં અને કોઈ પણ રીતે મનોરંજન કરી શકે છે. બિગ બૉસ સિઝન 14માં પોતાના મનોરંજનથી લોકોનાં દિલ પર રાજ કરનારી રાખી સાવંત હવે ફરી એક વાર બિગ બૉસના મંચ પર જોવા મળશે. રાખીની લેટેસ્ટ તસવીરો સામે આવી છે, જેમાં તે સ્પાઇડરમૅનનો કૉસ્ચ્યુમ પહેરેલી જોવા મળી રહી છે.

રાખી સાવંત બિગ બૉસ OTTના સેટ પર જોવા મળી હતી. ઘરની અંદર જતાં પહેલાં રાખી પાપારાઝીના કૅમેરામાં કેદ થઈ હતી. અહીં રાખી સાવંતે જોરદાર પોઝ આપ્યો હતો. પહેલા તો કોઈ રાખી સાવંતને ઓળખી શક્યું નહીં. કારણ કે તે માથાથી પગ સુધી સ્પાઇડરમૅનના પોશાકમાં હતી.

રાખી સાવંત પાસે જે સામાન છે એમાં પણ સ્પાઇડરમૅન પ્રિન્ટ છે. રાખીએ તેના ચહેરા પર સ્પાઇડરમૅન માસ્ક લગાવ્યો છે. આવી સ્થિતિમાં રાખી સાવંતને ઓળખવી કોઈ માટે પણ મુશ્કેલ બની ગયું હોત. જ્યારે ચાહકોને ખબર પડી કે રાખી સાવંત સ્પાઇડરમેનના વેશમાં છે, તો પછી લોકો ત્યાં આવવા લાગ્યા. રાખીની આ રમૂજી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

શું બબિતાજી ટૂંક સમયમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જોવા મળશે? અય્યરભાઈએ કર્યો આ વાતનો ખુલાસો

Mahakali first look ‘મહાકાલી’ ની પહેલી ઝલક આઉટ, અક્ષય ખન્નાનો ખૌફનાક શુક્રાચાર્ય લુક થયો વાયરલ
Drishyam 3 title announcement ‘દ્રશ્યમ ૩’ નું ઓફિશિયલ ટાઇટલ જાહેર, નવા પોસ્ટર સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ આવી સામે
Shaan Bandra Apartment સિંગર શાન અને પત્ની બન્યા કરોડોની પ્રોપર્ટીના માલિક બાંદ્રામાં ખરીદ્યું અધધ ૪૮ કરોડનું લક્ઝુરિયસ ઘર.
Siddharth and Kiara Producers અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી બન્યા ફિલ્મ નિર્માતા, ટૂંક સમયમાં કરશે નવા પ્રોજેક્ટની જાહેરાત
Exit mobile version