Site icon

પતિથી અલગ થયા બાદ રાખી સાવંત ફરી પડી પ્રેમમાં, ચાહકોને બતાવી તેના નવા બોયફ્રેન્ડની ઝલક; જુઓ વિડિયો

Bombay HC asks police not to take action against Rakhi Sawant till Jan 24 in case filed by Sherlyn Chopra

News Continuous Bureau | Mumbai

ડ્રામા ક્વીન તરીકે જાણીતી અભિનેત્રી રાખી સાવંત (Drama queen Rakhi sawant) તાજેતરમાં પતિ રિતેશથી અલગ થઈ ગઈ  છે. આ માહિતી તેણે પોતે જ તેના ચાહકોને આપી હતી. હવે રાખી સાવંત ફરી એકવાર પ્રેમમાં પડી છે. આટલું જ નહીં તેણે તેના નવા બોયફ્રેન્ડની ઝલક પણ બતાવી છે. તેના બોયફ્રેન્ડનું નામ આદિલ ખાન દુર્રાની(Aadil Khan Durrani) છે. રાખી સાવંતને પોતાનો નવો પ્રેમ મળી ગયો છે અને નવા પાર્ટનરને મેળવીને રાખી ખુશખુશાલ છે. રાખી સાવંતનાં નવા બોયફ્રેન્ડની ચારેય તરફ ચર્ચાઓ ચાલી રહી છે.

Join Our WhatsApp Community

એક ઇવેન્ટમાં રાખી સાવંતનો બીજો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં રાખી સાવંત તેના બોયફ્રેન્ડ આદિલની ઝલક બતાવતી જોવા મળે છે. વાસ્તવમાં રાખી એક એવોર્ડ  (award function)ફંક્શનમાં પહોંચી હતી. આ દરમિયાન રાખીએ પાપારાઝીની (Paparazzi)સામે બોયફ્રેન્ડ આદિલ ખાન દુર્રાનીને મોબાઈલ પર વીડિયો કોલ (video call) કર્યો અને પછી બધા આદિલનો ચહેરો બતાવવા લાગી. તેમજ, ફોટોગ્રાફર્સે રાખીને તેના બોયફ્રેન્ડને કિસ કરવાનું કહ્યું, તો તેણે તેને વીડિયો કોલ પર જ કિસ કરી.

આ સમાચાર પણ વાંચો : બોલિવૂડ ની ધક ધક ગર્લ માધુરી દીક્ષિત છે કરોડોની સંપત્તિ ની માલિક, એક સમયે સલમાન-શાહરુખ કરતાં પણ વસૂલતી હતી વધુ ફી ; જાણો અભિનેત્રી ની નેટવર્થ વિશે

તેના નવા બોયફ્રેન્ડ (Aadil khan Durrani) વિશે વાત કરતાં, રાખી આગળ કહે છે – આદિલ એ જ છે જેણે મને જ્યારે હું ડિપ્રેશનમાં હતી ત્યારે મને ટેકો આપ્યો હતો અને મને કેટલાક ખોટા કામો કરતા રોકી હતી. આદિલ અને તેની બહેને મારો મૂડ ફ્રેશ કરવા મને BMW કાર ગિફ્ટ(BMW gift)કરી, કેમકે તેમને પસંદ નથી કે હું નાની કારમાં ફરું. રાખી આગળ કહે છે કે ફાઈનલી મને મારો પ્રેમ મળી ગયો છે.

Battle of Galwan: સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નો સીન ખરેખર લીક થયો? વાયરલ વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવ્યો હંગામો, જાણો અસલી સત્ય
Taarak Mehta Ka Ooltah Chashmah: જેઠાલાલ અને દયાબેનની જોડી ફરી મચાવશે ધૂમ! યુટ્યુબ પર ફ્રીમાં જોવા મળશે ‘તારક મહેતા’ની ૨ નવી ફિલ્મો; નોંધી લો તારીખ
Kirti Kulhari: છૂટાછેડાના 4 વર્ષ બાદ કીર્તિ કુલ્હારી ફરી પ્રેમમાં: પોતાની જ ખાસ બહેનપણીના ‘રીલ પતિ’ સાથે મિલાવ્યો હાથ, નવા વર્ષે ખુલાસો!
Ikkis OTT Release : થિયેટર બાદ કયા OTT પ્લેટફોર્મ પર રિલીઝ થશે ‘ઈક્કીસ’? ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મની સ્ટ્રીમિંગ ડેટ આવી ગઈ સામે
Exit mobile version