Site icon News Continuous Bureau | Mumbai

Rakhi sawant: ઓપરેશન બાદ પણ રાખી સાવંત ની નથી સુધરી રહી તબિયત, પૂર્વ પતિ રિતેશ સિંહે કર્યો ચોંકાવનારો ખુલાસો

Rakhi sawant: રાખી સાવંતના પૂર્વ પતિ રિતેશ સિંહે અભિનેત્રી ની તબિયત વિશે જણાવ્યું છે. આ ઉપરાંત રિતેશે તેના અને રાખી ને લઈને એક ચોંકાવનારો ખુલાસો પણ કર્યો છે.

Rakhi sawant getting death threats after tumour operation

Rakhi sawant getting death threats after tumour operation

News Continuous Bureau | Mumbai

Rakhi sawant: રાખી સાવંત ના ગર્ભાશય માં ગાંઠ હતી જેનું તેને ઓપરેશન કરાવ્યું છે. હાલ રાખી હોસ્પિટલ માં દાખલ છે. આવી સ્થિતિ માં રાખી ના પૂર્વ પતિ રિતેશ સિંહ એ રાખી ની તબિયત વિશે જણાવ્યું છે. મીડિયા સાથે વાતચીત દરમિયાન રિતેશે જણાવ્યું કે રાખી ના ટ્યૂમરના ઓપરેશન બાદ પણ તેની હાલત સારી નથી. રિતેશે જણાવ્યું કે રાખીને અને તેને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે.આ ઉપરાંત  રાખી સાવંતના વકીલે પણ પુષ્ટિ કરી છે કે છેલ્લા કેટલાક દિવસોથી તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફોન આવી રહ્યા છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર  પણ વાંચો: Cannes film festival 2024: કાન્સ માં બીજા દિવસે પણ છવાયો ઐશ્વર્યા નો જાદુ, તો કિયારા એ પણ કાન્સ માં લૂંટી લાઈમલાઈટ

રાખી સાવંત ને મળી રહી છે જાન થી મારી નાખવાની ધમકી 

મીડિયા સાથે વાત કરતા રાખી સાવંત ના પૂર્વ પતિ રિતેશે જણાવ્યું કે, “રાખી નું ઓપરેશન સફળ રહ્યું પરંતુ તેની તબિયતમાં ઘણા ઉતાર-ચઢાવ છે. સુગર અને બીપી નોર્મલ નથી થઈ રહ્યું, ઘણી તકલીફ થઈ રહી છે. તે ખૂબ જ તણાવમાં હતી, તેને થોડા મહિનાઓ માટે બેડ રેસ્ટ લેવા માટે કહેવામાં આવ્યું છે. અત્યારે તેને 15 દિવસ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે.”


વાતચીત ને આગળ વધારતા રિતેશે કહ્યું,“હું તમને બ્રેકિંગ ન્યૂઝ આપી રહ્યો છું, મને અને રાખીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં અમે તમને આ સમાચાર સંપૂર્ણ વિગતો સાથે આપીશું. હાલ પોલીસ તેની તપાસ કરી રહી છે. એક મોટું કાવતરું હતું જેમાં મારા અને રાખીના જીવને જોખમ હતું.” રાખી સાવંતના વકીલ એ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે રાખી અને તેના પૂર્વ પતિને સતત ધમકીભર્યા ફોન આવી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Allahbadia| રણવીર અલ્હાબાદિયાની લવ લાઈફ પરથી પડદો ઉઠ્યો અભિનેત્રી જુહી ભટ્ટ સાથે ડેટિંગ કરતા હોવાની કરી પુષ્ટિ
Diljit Dosanjh| દિલજીત દોસાંઝનો ગ્લોબલ ડાન્સ જીમી ફેલોનને નચાવ્યા ભાંગડાના તાલે, વીડિયો થયો ઇન્ટરનેટ પર વાયરલ
Sumit Singh| ડોક્ટર આરંભી’ સીરિયલમાંથી અભિનેત્રીની ચોંકાવનારી વિદાય જાણ કર્યા વગર રિપ્લેસમેન્ટ થતા સુમિત સિંહનો મેકર્સ પર આક્રોશ
Michael Jackson Pets| નેવરલેન્ડના એ પાલતુ પ્રાણીઓનું શું થયું? માઈકલ જેક્સનના દુર્લભ જીવોનું વર્તમાન ઠેકાણું જાણીને ચોંકી જશો!
Exit mobile version