Site icon News Continuous Bureau | Mumbai

રાખી સાવંત ની મુશ્કેલી વધી-અભિનેત્રી વિરુદ્ધ નોંધવામાં આવી FIR-જાણો શું છે સમગ્ર મામલો

 News Continuous Bureau | Mumbai

રાખી સાવંત(Rakhi sawant) અવારનવાર મીડિયા ની હેડલાઇન્સ માં રહે છે. ક્યારેક તે તેની ફેશન સેન્સ(fashion sense) વિશે તો ક્યારેક તેના નિવેદનો ને કારણે ચર્ચા માં રહે છે. રાખી ફરી એકવાર સમાચારમાં છે. પરંતુ આ વખતે કારણ અલગ છે. રાખી સાવંત કાયદાકીય મુશ્કેલીમાં(legal trouble) ફસાયેલી જોવા મળી રહી છે. હાલમાં જ રાખી સાવંત અને તેની વકીલ(advocate) વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. અહેવાલો અનુસાર, અભિનેત્રી શર્લિન ચોપરાએ રાખી સાવંત વિરુદ્ધ FIR નોંધાવી છે અને તેના પર ઘણા ગંભીર આરોપો(alegation) લગાવ્યા છે.

Join Our WhatsApp Channel

શર્લિન ચોપરા અને રાખી સાવંત વચ્ચેનો વિવાદ(controversy) ખતમ થઈ રહ્યો નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે શર્લિન ચોપરાએ રાખી સાવંત વિરુદ્ધ FIR નોંધાવી છે. આ સાથે જ તેણે રાખીની વકીલ વિરુદ્ધ પણ FIR નોંધાવી છે. શર્લિને રાખી અને વકીલ પર તેની વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમજ મુંબઈ પોલીસના(Mumbai police) જણાવ્યા અનુસાર, રાખી અને એડવોકેટ બંને વિરુદ્ધ આઈપીસી અને આઈટી એક્ટની વિવિધ કલમ(section) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. અભિનેત્રીની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે પ્રેસ કોન્ફરન્સ(press conference) દરમિયાન બંનેએ તેનો વાંધાજનક વીડિયો બતાવ્યો(objectionable video) અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો.

આ સમાચાર પણ વાંચો: કેવી રીતે બની અમિતાભની અટક ‘બચ્ચન’, બિગ બીના જ શબ્દો માં જાણો આ રસપ્રદ કહાની

તમને જણાવી દઈએ કે શર્લિન ચોપરા અને રાખી વચ્ચે વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે શર્લિને બિગ બોસમાં(Big boss) MeToo આરોપી સાજિદ ખાનની એન્ટ્રી(Sajid Khan entry) પર નારાજગી વ્યક્ત કરી હતી. શર્લિને કહ્યું હતું કે, ‘બિગ બોસના ઘરમાં આવા લોકોને પ્રવેશ ન આપવો જોઈએ, જેઓ મહિલાઓનું યૌન શોષણ કરે છે’. સાજિદ ખાનને સપોર્ટ કરતી વખતે રાખી સાવંતે શર્લિનને ખરી-ખોટી સંભળાવી હતી. આ પછી બંને વચ્ચે ઘણો ઝઘડો થયો હતો.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાખી સાવંતે શર્લિનને પોર્ન સ્ટાર(porn star) ગણાવી હતી અને કહ્યું હતું કે આ તેનું કામ છે અને તે દરરોજ કોઈને કોઈ પર ખોટા આરોપ લગાવતી જોવા મળે છે. બીજી તરફ શર્લિને રાખી પર તેના બોયફ્રેન્ડ અને પતિ બદલવાનો આરોપ લગાવ્યો હતો.

Ali Asgar Kapil Sharma Show ક્યાં છે અલી અસગર? વર્ષો પહેલાં કેમ છોડ્યો ‘ધ કપિલ શર્મા શો’? ઈન્ટરવ્યુમાં કર્યો ચોંકાવનારો ખુલાસો
Lawrence Bishnoi Gang Radar List લોરેન્સ બિશ્નોઈ ગેંગના રડાર પર આ ૭ મોટા ચહેરા જાણો કોના પર ક્યારે થયો હુમલો અને કોને મળી સીધી ધમકી
Udta Teer Nepal Release Banned આયુષ્માન ખુરાનાની ફિલ્મ ‘ઉડતા તીર’ આ દેશમાં બેન સરકારે રિલીઝની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર, દર્શાવ્યું મોટું કારણ
Imran Khan Leave India Notice શું આમિર ખાનના ભત્રીજાને દેશ છોડવો પડશે? અભિનેતા ઇમરાન ખાન સામે ‘ભારત છોડો’ નોટિસ બોમ્બે હાઈકોર્ટ આ તારીખે કરશે સુનાવણી!
Exit mobile version