News Continuous Bureau | Mumbai
‘ડ્રામા ક્વીન’ રાખી સાવંત ( rakhi sawant ) ફરી એકવાર હેડલાઈન્સ માં આવી ગઈ છે. ટીવી એક્ટ્રેસ ના બોયફ્રેન્ડ આદિલ દુર્રાની ( adil durrani ) સાથેના લગ્નની ( married ) તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ખુદ રાખીએ પણ આગળ આવીને પોતાના લગ્નની પુષ્ટિ કરી છે. જો કે આ સાથે તેણે એક એવી વાત કહી છે જેને સાંભળીને ફેન્સને મોટો આંચકો લાગી શકે છે. એક મીડિયા હાઉસ ના રિપોર્ટ અનુસાર, રાખી ના બીજા લગ્નની આ તસવીરો આજથી લગભગ 7 મહિના જૂની છે. ટીવી એક્ટ્રેસે એક મોટો ખુલાસો કર્યો છે કે તે 7 મહિના પહેલા જ આદિલ સાથે કોર્ટ મેરેજ અને નિકાહ કરી ચૂકી છે. એટલું જ નહીં, અભિનેત્રીએ આ વાતને આટલા લાંબા સમય સુધી છુપાવવા પાછળનું ચોંકાવનારું કારણ પણ જણાવ્યું.
લગ્ન છુપાવવાનું રાખી સાવંતે જણાવ્યું કારણ
આ મામલે એક મીડિયા હાઉસ સાથે વાત કરતા રાખી સાવંતે કહ્યું, ‘મારા લગ્નને 7 મહિના થઈ ગયા છે. મારા કોર્ટ મેરેજ થઈ ગયા છે. લગ્ન થઈ ગયા. આદિલે મને છુપાવવાનું કહ્યું હતું પણ હું હવે કહું છું કારણ કે હવે કહેવું જરૂરી બની ગયું છે. મારા જીવનમાં કંઈ સારું નથી ચાલી રહ્યું. આદિલ મારી સાથે છેતરપિંડી કરી રહ્યો છે. રાખીએ કહ્યું, ‘મને શંકા છે કે આદિલ નું અફેર ‘બિગ બોસ મરાઠી’ ના સ્પર્ધક સાથે ચાલી રહ્યું છે. એટલા માટે હવે મેં મીડિયા સમક્ષ મારા લગ્નનો ખુલાસો કર્યો છે. આદિલ અને મેં 7 મહિના પહેલા કોર્ટ મેરેજ પણ કર્યા છે.રાખીએ કહ્યું કે આ સમયે તે ખૂબ જ ખરાબ સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. ‘એક તરફ મારી માતાની હાલત અત્યંત નાજુક છે અને બીજી તરફ આ બધું… મને સમજાતું નથી કે શું કરું.’
આ સમાચાર પણ વાંચો: ‘બાહુબલી’ ના ડિરેક્ટર એસએસ રાજામૌલી એ પઠાણ ના ટ્રેલર ના કર્યા વખાણ, શાહરુખ ખાન વિશે કહી આવી વાત, જુઓ ટ્વિટ
રાખી ની માતા ને થયું બ્રેન ટ્યુમર
તમને જણાવી દઈએ કે રાખી સાવંત થોડા સમય પહેલા ‘બિગ બોસ મરાઠી’ માંથી બહાર આવી છે. શોના વિજેતા બનવાને બદલે તેણે પૈસા લઈને જવાનું નક્કી કર્યું હતું. જ્યારે અભિનેત્રીને શોમાંથી બહાર આવતાની સાથે જ તેની માતાની સ્થિતિ વિશે જાણ થઈ, ત્યારે તે ખરાબ રીતે તૂટી ગઈ. રાખી સાવંત ની માતા જયા ભેદા ને કેન્સર તેમજ બ્રેઈન ટ્યુમર હોવાનું નિદાન થયું છે. તાજેતરમાં, અભિનેત્રીએ એક વિડિયો જાહેર કર્યો અને ચાહકો સાથે આ માહિતી શેર કરી. વીડિયોમાં હંમેશા બધાને હસાવનાર એક્ટ્રેસ રડતી જોવા મળી હતી. હવે આદિલ વિશે રાખીનું આ નિવેદન પણ આશ્ચર્યજનક છે.ઉલ્લેખનીય છે કે, આદિલ પહેલા રાખી એ બિઝનેસમેન રિતેશ સાથે લગ્ન કર્યા હતા. તે સમયે પણ અભિનેત્રીએ તેના લગ્નના સમાચાર લાંબા સમય સુધી ગુપ્ત રાખ્યા હતા.