Site icon

Rakhi sawant: અનંત-રાધિકાના પ્રી-વેડિંગ માટે આમંત્રણ ન મળવા પર દુઃખી થઇ રાખી સાવંત! રિહાન્ના અને એકોન વિશે કહી આવી વાત

Rakhi sawant: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન નું આમંત્રણ ના મળતા અભિનેત્રી રાખી સાવંતે મુકેશ અંબાણી ને ફરિયાદ કરી છે. તેમજ તેને રિહાન્ના અને એકોન વિશે પણ આવી વાત કરી હતી.

rakhi sawant raised question why ambani not invite me at anant and radhika pre wedding function video goes viral

rakhi sawant raised question why ambani not invite me at anant and radhika pre wedding function video goes viral

News Continuous Bureau | Mumbai 

Rakhi sawant: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન તો સમાપ્ત થઇ ગયા છે પરંતુ હજુ સુધી તેની ચર્ચા સમાપ્ત નથી થઇ. અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માટે બોલિવૂડ સહિત હોલિવુડ ની પણ નામી હસ્તીઓ એ હાજરી આપી હતી આ ઉપરાંત તેમને આ ફંક્શન માં પરફોર્મ પણ કર્યું હતું. આ ફંક્શન ના ઘણા વિડીયો અને ફોટાઓ વાયરલ થઇ રહ્યા છે. આવામાં રાખી સાવંતે મુકેશ અંબાણી ને ફરિયાદ કરી છે કે તેને કેમ આ ફંક્શન માટે આમંત્રણ નહોતું આપવામાં આવ્યું.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Anupam Kher : 7 માર્ચ 1955ના રોજ જન્મેલા, અનુપમ ખેર એક ભારતીય અભિનેતા અને ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થાના ભૂતપૂર્વ અધ્યક્ષ છે.

રાખી સાવંતે કરી મુકેશ અંબાણી ને ફરિયાદ 

રાખી સાવંત નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તે કહી રહી છે કે,  ‘હેલો અંબાણીજી. તમે મને લગ્નમાં કેમ આમંત્રણ ન આપ્યું? તમને ખબર છે જો તમે  મને બોલાવી હોત તો હું ફ્લોર તોડી નાખત. ખુરશીઓ તોડી નાખત. અંબાણીજી, તમે હજુ સુધી મારો ડાન્સ નથી જોયો. તમે બધા રિહાન્ના, કોન, આઇકોન આ કોને તમે બોલાવ્યા? આ બધા મારી સામે મગફળી છે. તમે મારો ડાન્સ જોયો છે? મુન્ની બદનામ હુઈ ડાર્લિંગ તેરે લિયે, ટુક તુક દેખે, પરદેશિયા, મેં ઘણા ગીતો કર્યા છે.’


રાખી સાવંત આટલે થી અટકી નહીં તેને તેનું બોલવાનું ચાલુ રાખતા કહ્યું, ‘તમે મને કેમ ન બોલાવી? તમે તેમને હજારો કરોડ આપ્યા પછી બોલાવ્યા. છતાં રીહાન્ના ફાટેલા કપડામાં આવી. જો હું આવી હોત તો આવા હોટ અને સેક્સી કપડાં પહેરીને આવી હોત. મારા કપડા થી ફ્લોર પર પોતું પણ કરી આપત. મને બોલાવવાના ચાર ફાયદા હતા. હું મનોરંજન કરત. હું નૃત્ય કરત. ત્યારબાદ તમારા બધા મહેમાનોના ભોજન કર્યા પછી તેમના વાસણો પણ ધોઈ આપત. દરેકના રૂમ પણ સાફ કરતી. શું શું ના કરતી? આ હજાર કરોડ ખર્ચીને તમે કોને આમંત્રણ આપ્યું? અરે, તમે રાખી સાવંતને ના બોલાવી. આ તમે શું કર્યું?’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Dhurandhar 1 & 2 Music: ‘ધુરંધર’ ના સંગીતનો જાદુ: 25 ગીતોની સફરમાં આ 5 ગીતો રહ્યા ફેન્સના ફેવરિટ, જાણો કોણ છે નંબર-1.
Nitesh Tiwari’s Ramayana: શું ‘રામાયણ’માં રાવણનો અલગ અંદાજ જોવા મળશે? નિતેશ તિવારીએ રાવણના પાત્રને લઈને કર્યો મોટો ખુલાસો
Dhurandhar 2 Success: 1600 કરોડની સફળતાનો નશો? રણવીર સિંહ વિશે માનવ ગોહિલે કહી આ મોટી વાત, ફેન્સ પણ ચોંકી ગયા
TRP Report Week 13: TRP લિસ્ટમાં મોટો ઉલટફેર: ‘અનુપમા’ ને પછાડીને ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી’ બની નંબર-1, જાણો અન્ય સીરિયલ્સની હાલત
Exit mobile version