Site icon News Continuous Bureau | Mumbai

રણબીર-આલિયા ના લગ્ન માં જૂતા ચોરી ની વિધિ અભિનેત્રી ની બહેન શાહીન ભટ્ટ નહિ પરંતુ ટીવી ની આ એક્ટ્રેસ કરશે, બદલામાં માંગશે એક કરોડ; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા ચાલી રહી છે. મહેંદી, હલ્દી, લેડીઝ સંગીતથી લઈને લગ્ન , રિસેપ્શન, દરેક વિધિની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે. લગ્નમાં બીજી એક મજાની વિધિ છે જૂતા  ચોરી. કન્યાની બહેનો આ ધાર્મિક વિધિ માટે ખૂબ જ ઉત્સાહથી તૈયારી કરે છે. હવે જ્યારે આલિયા લગ્ન કરી રહી છે, ( Ranbir Alia wedding) ત્યારે આ સમારોહની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે, પરંતુ આલિયાની બહેન શાહીન ભટ્ટ નહીં, પરંતુ આ પ્રખ્યાત ટીવી અભિનેત્રી તૈયારી કરી રહી છે.આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નમાં જૂતા ચોરી ની વિધિ ની જવાબદારી આલિયા ની બહેન શાહીન ભટ્ટ ના માથે હોવી જોઈએ, પરંતુ મનોરંજન જગતની ડ્રામા ક્વીન તેની તૈયારીઓ કરી ચૂકી છે. આલિયાની બહેન હોવાનો દાવો કરીને તે જૂતા ચોરી કરવાનો પ્લાન જણાવી રહી છે. આટલું જ નહીં, તેણે જૂતાના બદલામાં રણબીર પાસેથી આટલી મોટી રકમ માંગવાનું મન બનાવી લીધું.

Join Our WhatsApp Channel
વાત એમ છે કે, ફોટોગ્રાફર વિરલ ભાયાનીએ (Viral Bhayani) સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં રાખી સાવંત રણબીર કપૂરના જૂતા  ચોરવાની વાત કરી રહી છે. વીડિયોમાં કોઈ પૂછી રહ્યું છે કે રણબીરના જૂતા કોણ ચોરશે. આના પર હંમેશાની જેમ ઉત્સાહથી ભરેલી રાખી કહે છે કે હું જૂતા છુપાવીશ. રાજીવ ખીચી, જે તેની સાથે હતા, કહે છે અને તે પૈસા ગણશે. આ પછી રાખીએ કહ્યું કે હું રણબીરના જૂતા છુપાવીશ અને બદલામાં મારે 1 લાખ રૂપિયા જોઈએ છે. આના પર રાજીવ તેમને 1 કરોડ માંગવાની સલાહ આપે છે. આ પછી રાખી કહે છે કે મારે 1 કરોડ જોઈએ છે, હું સાળી છું ને.

આ સમાચાર પણ વાંચો : ઓળખી બતાઓ જોઉં. આ ફોટામાં પ્રીયંકા ચોપરા ક્યાં છે? જુઓ બાળપણ નો ક્યુટ ફોટો

સોશિયલ મીડિયા યુઝર્સ પણ ખુશ થઈ રહ્યા છે અને રાખીના આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. બધાની જેમ રાખી પણ આલિયા-રણબીરના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહી છે. તેણે કહ્યું હતું કે 'આલિયા સબ્યસાંચીના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગશે અને રણબીર પણ રાજકુમાર જેવો લાગશે. બંને રાજા અને રાણી જેવા દેખાશે.

KBC 18 First Crorepati KBC 18 ને મળ્યો પ્રથમ કરોડપતિ વિજેતા, ૧ કરોડ જીતતા જ અમિતાભ બચ્ચને આપી ‘જાદુ કી ઝપ્પી’
Smriti Irani DPIFF 2026 ‘તુલસી’ બનીને ફરી છવાયા સ્મૃતિ ઈરાની, જીત્યો બેસ્ટ ટીવી એક્ટ્રેસનો એવોર્ડ
Sonu Nigam Flight Video હવામાં ગૂંજ્યો સોનુ નિગમનો અવાજ રાયપુરમુંબઈ ફ્લાઇટ માં મુસાફરોએ ગીત ગાયું તો ગાયકે પણ આપ્યું સરપ્રાઇઝ
AICWA Demands Extra Security બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા મુદ્દે મોટી હલચલ, અમિતાભ બચ્ચન અને સૈફ અલી ખાનને કડક સુરક્ષા આપવા AICWA ની CM ફડણવીસને અપીલ
Exit mobile version