ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
09 માર્ચ 2021
અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી જોવા મળે છે. અભિનેત્રી રકુલ પ્રીત સિંહ થોડા દિવસ અગાઉ જ એક તસવીર શેર કરી હતી, જેમાં તે બીચ પર પોઝ આપતી જોવા મળી હતી. આ તસવીર રકુલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.
રકુલે બીચ પર ડી શેપમાં પોઝ આપતી તસવીર શેર કરી હતી. સાથે જ તેણે લખ્યું હતું કે, હું સમુદ્ર દ્વારા વિટામિન ડીનો ડોઝ લઇ રહી છું. રકુલની આ હોલિડે તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. તે પહેલાં રકુલપ્રીતે ગ્રીન કલરના સ્વિમસૂટમાં પોતાના ફોટા પોસ્ટ કર્યા હતા. આ ફોટોને પણ લોકોએ ખૂબ પસંદ કર્યા હતા.
થોડા દિવસ અભિનેત્રી કોરોનાનો શિકાર બની હતી, પરંતુ તે હવે સ્વસ્થ થઈ ગઈ છે અને ફરી એકવાર તેની ફિલ્મ્સનું શૂટિંગ શરૂ કરી દીધું છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો અભિનેત્રી રકુલ પ્રિત સિંહ અમિતાભ બચ્ચન અને અજય દેવગણની સાથે થ્રિલર નાટક ‘મેડે’માં જોવા મળશે. આ ફિલ્મના નિર્માતા-નિર્દેશક અજય દેવગણ છે. અભિનેત્રી આ ફિલ્મમાં પાયલોટની ભૂમિકા નિભાવશે. અજય દેવગણ સાથેની તેની આ બીજી ફિલ્મ હશે. અગાઉ તેણે તેની સાથે ‘દે દે પ્યાર દે’ કામ કર્યું હતું.
