Site icon

આને કહેવાય રામભક્ત:સીતા હરણ નું દ્રશ્ય ભજવી ને દુઃખી થયા હતા અરવિંદ ત્રિવેદી,લંકેશે માંગી હતી જાહેરમાં માફી,જાણો સિરિયલ સાથે જોડાયેલો કિસ્સો

આદિપુરુષ ફિલ્મ જોયા બાદ હવે દર્શકો રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવેલી રામાયણ સિરિયલ ની પ્રશંસા કરી રહ્યા છે. દર્શકો કહે છે કે 36 વર્ષ પહેલા આવેલી આ સિરિયલ આદિપુરુષ કરતા ઘણી ચડિયાતી છે. આજે અમે તમને રાવણ એટલે કે અરવિંદ ત્રિવેદી સાથે જોડાયેલો એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ

ramanand sagar ramayan arvind trivedi who played ravan had to apologize for kidnapping sita on screen

આને કહેવાય રામભક્ત:સીતા હરણ નું દ્રશ્ય ભજવી ને દુઃખી થયા હતા અરવિંદ ત્રિવેદી,લંકેશે માંગી હતી જાહેરમાં માફી,જાણો સિરિયલ સાથે જોડાયેલો કિસ્સો

News Continuous Bureau | Mumbai

દિગ્દર્શક ઓમ રાઉતની ફિલ્મ આદિપુરુષ વિવાદોમાં ફસાઈ ગઈ છે. હવે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ પણ જોર પકડી રહી છે. એટલું જ નહીં કેટલાક લોકોએ આદિપુરુષના નિર્માતા અને ડાયલોગ રાઇટર ને પણ ધમકી આપી રહ્યા છે. લોકોએ ફિલ્મમાં ટપોરી ડાયલોગ્સ અને તથ્યો સાથે ચેડા કરવાનો આરોપ લગાવ્યો છે. આ ફિલ્મના નિર્દેશક ઓમ રાઉત અને ડાઉલોંગ રાઇટર મનોજ મુન્તશીર હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહ્યા છે. આદિપુરુષ ફિલ્મ જોયા બાદ હવે દર્શકો રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવેલી રામાયણ સિરિયલ ની પ્રશંસા કરી રહ્યા છે. દર્શકો કહે છે કે 36 વર્ષ પહેલા આવેલી આ સિરિયલ આદિપુરુષ કરતા ઘણી ચડિયાતી છે. 

Join Our WhatsApp Community

 

રામાનંદ સાગર ની રામાયણ માં અરવિંદ ત્રિવેદી એ ભજવ્યું હતું રાવણ નું પાત્ર 

લગભગ 4 દાયકા પહેલાં ટીવી પર પ્રસારિત થયેલી રામાનંદ સાગરની રામાયણમાં રાવણનું પાત્ર ભજવનાર અરવિંદ ત્રિવેદીએ ભલે પોતાના અભિનયથી દિલ જીતી લીધું હોય, પરંતુ તેણે આ પાત્ર નિભાવવા માટે જીવનભરનું પ્રાયશ્ચિત કર્યું. અરવિંદ ત્રિવેદી પોતે રામ ભક્ત હતા. પરંતુ તેમણે રાવણના રોલમાં એટલો જીવ રેડ્યો કે વાસ્તવિક જીવનમાં પણ લોકો તેને રાવણ સમજવા લાગ્યા. પરંતુ અરવિંદ ત્રિવેદીએ રાવણનું પાત્ર ભજવતી વખતે ઘણી પીડા સહન કરવી પડી હતી. રામના ભક્ત હોવાને કારણે તે એક્ટિંગ કરતી વખતે પણ સિરિયલમાં રામ વિશે ખરાબ બોલીને દુઃખી થતો હતો. આ સિરિયલમાં માતા સીતાના અપહરણના દ્રશ્યનું શૂટિંગ કર્યા બાદ અરવિંદ ત્રિવેદીએ શ્રી રામની માફી માંગી હતી.અરવિંદ ત્રિવેદીએ આ સીન માટે જાહેરમાં લોકોની માફી માંગી હતી અને કહ્યું હતું કે ભલે તેને અભિનય અને પાત્ર માટે આ કરવું પડ્યું, પરંતુ તેને આખી જીંદગી તેનો પસ્તાવો રહ્યો. 

રામાનંદ સાગર ના પુત્ર એ આદિપુરુષ પર વ્યક્ત કરી હતી નારાજગી 

આ દરમિયાન રામાયણ સિરિયલના નિર્માતા રામાનંદ સાગરના પુત્રએ પણ આદિપુરુષ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. પ્રેમ સાગરે ‘આદિપુરુષ’માં પ્રાચીન ભારતીય મહાકાવ્ય રામાયણનું ખોટું અર્થઘટન કરવા બદલ ડિરેક્ટર ઓમ રાઉતની ટીકા કરી હતી. એક ઈન્ટરવ્યુમાં પ્રેમ સાગરે કહ્યું, ‘મેં ફિલ્મ જોઈ નથી, પરંતુ ટીઝર અને ટ્રેલર જોયુ છે. તેના પર પ્રતિક્રિયા આપતા પ્રેમ સાગરે કહ્યું, ‘મારા પિતા રામાનંદ સાગરે પણ ‘રામાયણ’ બનાવતી વખતે સ્વતંત્રતાનો ઉપયોગ કર્યો હતો, પરંતુ તેઓ ભગવાન રામને સમજી ગયા હતા. ઘણા ગ્રંથો વાંચ્યા પછી, તેમણે તેમાં નાના ફેરફારો કર્યા પરંતુ ક્યારેય તથ્યો સાથે ચેડા કરવાનો પ્રયાસ કર્યો નથી.’ તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.

આ સમાચાર પણ વાંચો: સુહાના ખાન,ખુશી કપૂર અને અગત્સ્ય નંદા ની ‘ધ આર્ચીઝ’નું ટીઝર થયું રિલીઝ, મસ્તીભર્યા અંદાજમાં જોવા મળ્યા સ્ટાર કિડ્સ

Ajey: The Untold Story of a Yogi: યોગી આદિત્યનાથની બાયોપિક ‘અજેય’ પર વિવાદ, આ દેશો માં બેન થઇ ફિલ્મ
Aishwarya-Abhishek Divorce Rumours: એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક ના છૂટાછેડા ની સાથે સાથે ઐશ્વર્યા કેમ તેની માતા ને ઘરે રહે છે તે અંગે પણ પ્રહલાદ કક્કડ એ કર્યો ખુલાસો
Anupama Twist: ‘અનુપમા’માં આવશે ભાવનાત્મક વળાંક, દેવિકા ની હકીકત આ રીતે આવશે અનુ ની સામે
Cocktail 2 : ‘કોકટેલ 2’ના સેટ પરથી શાહિદ, કૃતિ અને રશ્મિકા ના લૂક્સ થયા વાયરલ, જુઓ BTS તસવીરો
Exit mobile version